Aniruddhsinh Zala

Action Classics Thriller

4.7  

Aniruddhsinh Zala

Action Classics Thriller

વસુંધરાનુ સૌદર્યને વીરતાના વહેણ-11

વસુંધરાનુ સૌદર્યને વીરતાના વહેણ-11

4 mins
323


તો સામેથી પચીશ જેટલા મલેચ્છો એકસાથે નીકળ્યાં ને હસવા લાગ્યાં. સાથે પેલો છાવણીનો ઘોડેસ્વાર પણ હતો. પોતાના પિતાનાં હત્યારાઓ મલેચ્છોને પોતાના રાજની હદમાં જોઈ કુંવરને વઘુ ક્રોધ ચડ્યો. તેણે ક્હ્યું,

"કામ સદાય ઈ કાયર તણું, પીઠ પાછળ કરતો ઈ વાર

શૂરવીર લડે સામી છાતીએ, મોતનો ભય ન હોય એને જરાય."

"હે કાયરો તમારુ તો કામ જ પાછળથી વાર કરવાનું છે. પણ અહી મારાં રાજની હદમાં તમે કેમ આવ્યાં છો ?"

પેલો ઉંચો કદાવર દુશ્મન ખડખડાટ હસી બોલ્યો,

"કુંવર આ તારુ રાજ્ય થોડા સમયમાં અમારા કબ્જામાં હશે. તે અમારાં દુશમનને આશરો આપી મોટી આફત વહોરી છે. તેમને જો તગડી મૂકે અને પેલી સુંદર વનપરી અમને સોંપી દે, તો આજ અમે તારી જાન બક્ષી દઈશું. "

કુંવરે ક્હ્યું, "શરણાગતને રાજપૂતો જાનના જોખમે પણ સાચવે છે. અને તેમાંય નારીનું રક્ષણ કરવું એ પરમોધર્મ મનાય છે. અને રહી મારી જાનની વાત તો મારી જાન તો હુ સદાય હથેળીમાં લઈ ફરું છુ મુરખો. એક શૂરવીરને જાનની ફિકર ન હોય તાકાત હોય તો આવો હુ એકલો પણ તમારાં માટે પૂરતો છુ."

આમ વાતો કરતાં હતાં ત્યાં જ એક દુશ્મન રણવીર પર પાછળથી છેતરીને વાર કરવા જતો હતો ત્યાં જ પેલા ઘાયલ મજબૂતસિંહની કટાર સમમમ.. કરતી વેગથી આવી અચૂક નિશાન પેલાની ગરદનમાં ઘુસી ગઈ તે ત્યાં જ ઢળી પડ્યો. કુંવરે પાછળ જોયું તો મજબૂતસિંહ છાતી ઉગતી તાણી મૂછે તાવ દેતો હતો. તેનું અદ્ભૂત પરાક્રમ જોઈ શું દંગ રહી ગયાં. કુંવરે ક્હ્યું, "રંગ છે રાજપૂત તારી જનેતાને...!"

ત્યાંજ એક તીર મજબૂતસિંહના પડખામાં વાગતા તે જય મા ભવાની કહી નીચે ઢળી પડ્યો. કુંવર પળનોય સમય ગુમાવ્યા વિના એ તીર મારનાર પર ચિત્તાની ગતિએ છલાંગ મારી તેને ઉભો ચીરી નાંખ્યો. દુશ્મનો આ ભયંકર વાર જોઈ ઘડીક તો હેબતાઈ ગયાં. ભલભલાની છાતીનાં પાટિયા બેસી જાય તેવો આ કુંવરનો વાર તેમના સૈનિકને મારવાનો વળતો બદલો હતો. ઘાયલ મજબૂતસિંહે શાબાશી આપી શાબાશ કુંવર હવે મારાં આત્માને રાહત થઈ.

"ગરમ લોહીયો ગરાસિયો, ને કાટ વર્ણ કાઠી

શાંત આ સમદર ભલા, છંછેડયે બેહે માઠી.."

સામ સામે તલવારો ખેંચાય ખાંડાનાં ખેલ હવે જામવા લાગ્યાં. શમશેરો વીંઝાવા લાગી. કુંવર એક હાથે શમશેર ને બીજા હાથમાં ભાલો ધરી રણમેદાને ગર્જના કરી કૂદી પડ્યાં. એક સંત દશ મલેચ્છો ફરતે વીંટળાઈ કુંવર પર તૂટી પડ્યાં. તેનો સરદાર બરાડ્યો,

"કાટ ડાલો ઈશ કાફીર બાલક કો ઉસકે પિતા કે પાસ જહન્નુમમેં પહોંચા દો તભી અલ્લાહ ખુશ હોંગે..." અલ્લાહ હુ અકબર અલ્લાહ સામે એક જ વીરની વીરતા અને દહાડ ભારી પડતી હતી. ચમકતી શમશેર, ભમરીયાંળો ભાલો ને યુદ્ધની દહાડ  "જય માઁ ભવાની "

યુદ્ધભૂમિમાં બકા ઝીક.. બકા ઝીંક તલવારો અથડાયી વીજળીના જાણે ચમકારા થવા લાગ્યાં. પલકારામાં આંખ ખુલે ત્યાં જ તો બે મલેચ્છોનાં ધડ માથેથી ઉતારી કુંવરની શમશેર રક્તપાન કરતી જાણે વઘુ પ્યાસી બની હોય તેમ કાળની જેમ વીજળી વેગે ફરતી હતી. એક દુશમને પાછળથી ઘા કરતાં સાવધ રણવીરે ઘા થી બચવા છલાંગ મારી પણ તેનાં બાવડાં પર બીજો ઘા વાગ્યો તેનાથી ગુસ્સો આવતાં કુંવરે તેણે લલકાર્યો ,

"નામર્દ આવ સામે.! 'પેલાંના હાંજા ગગડી ગયાં કુંવરનું ભયાનક રૂપ તેણે જોયું હતું પહેલાં તે ભાગવા જતો હતો ત્યાંજ કુંવરે સ્ફૂર્તિથી દોડી તેની બાજુમાં જઈ તેણે જે હાથથી વાર કર્યા તો તે હાથને જ ધડથી અલગ કરી નાંખ્યો. આ જોતાં જ સામેથી બે દોડતાં આવ્યાં ને બોલ્યા,

"કાફીર આજ તું નહી બચેગા.. ! "

 મરદોને ક્યાં મરવાનો ભય હોય છે તે કાયર મલેચ્છો શું જાણે વીરતાને. સામેથી બે દુશ્મનો આવતાં જોઈ રણવીર સામે દોડ્યો અને તે સમજે તે પહેલાં જ ઢીચણીયે બેસી એક ને ભાલો સોંસરો પરોવ્યો ને બીજાને તલવારના એક ઘસરકે જ ઘડો લાડવો કરી નાખ્યો. બીજા પાંચ દુશ્મનો ત્રાટક્યા.લોહીની ધારાથી કુંવર રંગાઈ ગયાં.

પળમાં જ કુંવર પાછાં દોડ્યાં એટલે દુશ્મનો સમજ્યા કે કુંવર ડરીને ભાગે છે. પણ કુંવર આગળનાં ઝાડ પર પગ જોરથી અથડાવી હવામાં પાછી ગુલાંટ મારી જનોઈવઢ ઘા એકને તલવારથી તો બીજાને માથામાંથી ભાલો સોંસરવો કાઢી જમીન સાથે જોડી દીધો. અદ્ભૂત વીરતા જોઈ ઘાયલ મજબૂતસિંહ કહે,

"વાહ ઝીંઝુવાડાના ઘણી વાહ રંગ છે.

રંગ છ હળપાલ મકવાણાના વંશજોને....

હે..જોને.

"ધીંગાણે એકલો ઝઝૂમતો.જેમ વાદળ વચ્ચે સૂર્ય,

ભાલેથી ભોં માં ભંડારતો. શમશેરે તું કાપતો શીશ "

અદ્ભૂત પરાક્રમ જોતાં પેલા બાકીનાં ત્રણ દુશમનોના હાંજા ગગડી ગયાં. જીવનમાં પહેલીવાર આવો વાર જોયો હતો કોઈ વીરનો. મલેચ્છ ઉભો હતો પણ તે ભાલો તેનાં માથાથી સોસરો બે પગ વચ્ચે થયી જમીનમાં એક હાથ ખુંચી ગયેલો તેનો પ્રાણ ઉડી ગયો પણ ભાલો તેનાં મૃતદેહને લઈને ઉભો હોય તેમ જણાતું હતું. બે જણ તો આ દ્રશ્ય જોઈને જ ભાગ્યા. બાકીનો એક આ સાવજ સામે તલવાર ઉગામતાં તે રણવીરે લાલ આંખ કરી દહાડતા, તે તલવાર મૂકીને ભાગ્યો. 

ક્રમશ:



Rate this content
Log in

Similar gujarati story from Action