Aniruddhsinh Zala

Classics Inspirational

4.0  

Aniruddhsinh Zala

Classics Inspirational

દહેજની બેવડી નીતિનો વિરોધ

દહેજની બેવડી નીતિનો વિરોધ

3 mins
33


દીકરીને જોવા માટે મહેમાન વિભૂતિબહેન સહપરિવાર આવેલા ત્યારે શોભનાબહેને કહેલું કે , "અમે દહેજ લેવા કે દેવામાં માનતા નથી."

મહેમાનગતિ બાદ દીકરી પસંદ કરી મહેમાન વિદાય થયેલ. બને પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયેલ હતો. હવે તો લગ્ન સુધી વાત પહોંચવાની હતી બંને પરિવારોને એકબીજાના વિચારોમાં સમાનતા લાગતી હતી.

થોડા સમય બાદ વિભૂતિબહેન પોતાની થનાર વહુ માટે સાડી વિગેરે ભેટ આપવા આવ્યા, દરવાજાની અંદર, ત્યારે જોયું તો આ દહેજમા નહીં માનનારા શોભનાબહેન તેમના દીકરાને જોવા આવેલ મહેમાનને કહેતા હતાં,

"પહેલાં મારા સુંદર સંસ્કારી દીકરાની લાયકાત મુજબ કરીયાવર તમારી દીકરીને કેટલું આપશો તે જણાવો. તમે દહેજ સારુ આપી શકો તો જ વાત આગળ વધારીએ !"

વિભૂતિબહેનને આંચકો લાગ્યો, ને તરતજ લાવેલ સમાન સાથે ગુસ્સામાં પરત ફરી ગયા.

ઘેર આવીને પોતાનાં દીકરા માટે લાંબી દહેજની માંગણીવાળી યાદી બનાવીને શોભનાબહેનને મોકલી. યાદી મળતાં જ શોભનાબહેન દોડતા ઘેર આવ્યા અને વિભૂતિ બહેનને બોલ્યાં,

"અરે આપને અમે પહેલાજ ચોખવટ કરી હતી કે અમે દહેજ આપવામાં માનતા નથી તો કેમ પાછળથી આપે દહેજની માંગણી કરી ?"

વિભૂતિબહેન તરત જ શોભનાબહેને પોતાનાં દીકરાનું સગું કરી દહેજ માંગણી કરી હતી તે મા બાપને બોલાવીને બતાવતા બોલ્યાં,

"અમે તો નથી જ માનતા પણ તમને દહેજ લેવામાં બહુ રસ છે તેવી વાત તમારા દીકરાની થનાર વહુ પાસેથી જાણવા મળી એટલે અમને થયુ કે અમારે પણ હવે દહેજ લેવું જ જોઈએ. જો આપ લેતાં હોય તો અમારા ભણેલા દીકરા માટે અમારે પણ તમારી પાસેથી લેવું જ જોઈએ ને."

શોભનાબહેન મોઢું મરડીને પેલા પોતાનાં દીકરાનું સગું કર્યું તે લોકો તરફ જોઈને બોલ્યાં,

"પણ તમે લોકો અહીં કેમ આવ્યા છો ? તમને કોને બોલાવ્યા અહીં ? તમારે દહેજની વાત અહીં જાહેર કરવાની શું જરૂર હતી."

"બસ કરો શોભનાજી હવે શરમ કરો !" 

શોભના બહેનના દીકરાનું સગું કર્યું તે દીકરી બોલી,

"મારા મા બાપ પાસેથી માંગીને દહેજ લેવું છે ખાનગીમાં અને પોતાની દીકરીને આપતી વખતે કહો છો કે અમે દહેજમાં માનતા નથી ? આવી બે મોઢાની વાતો કરનાર લાલચી પરિવારમાં હું કદાપિ નહીં પરણું. આ સબન્ધ હું અત્યારે જ તોડી નાખું છું."

"તું નહીં તો તારા કરતાં પણ સારી અનેક મળશે મારો દીકરો જેમ તેમ નહીં સમજી." શોભનાબહેન ગુસ્સે ભરાયા એટલે વિભૂતિબહેન આવીને બોલ્યાં,

 "શોભનાબહેન આ અમારું ઘર છે અને તમે તમારી દીકરીનું સગપણ કરવાં આવ્યા છો એ ભૂલી ગયા કે શું ?"

શોભનાબહેન હવે પોતાની પોલ ખુલી જતા બગડેલી બાજી સુધારવા બોલ્યાં,

"જવા દયો ને હવે વિભૂતિબહેન આજથી જ નક્કી કરી લીધું કે દહેજ આપવું પણ નહીં ને લેવું પણ નહીં."

વિભૂતિબહેન પણ મસ્ત અંદાજમાં લ્હેકો કરીને બોલ્યાં,

"અરે શોભનાબહેન અમે પણ નક્કી કરી જ લીધું છે કે આવું ખાનગીમાં દહેજ માંગનારા જોડે હવે કદાપિ કોઈ સબંધ રાખવો જ નહીં. "

"અરે પણ વિભૂતિ બહેન મારી દીકરી તો સંસ્કારી છે ખુબ જ રૂપાળી પણ છે તેની સામું તો જુવો."  શોભના બહેન ઢીલા પડીને હાથ જોડી કાલાવાલા કરવા લાગ્યાં.

વિભૂતિબહેન બોલ્યાં,

"અમારો દીકરો ખુબ ભણેલો નોકરિયાત છે તેને અમારા લાયક સારી સંસ્કારી છોકરીઓ અનેક મળી જાશે તમે તમારી દીકરીનું બીજે ક્યાંક તમારા વિચારોવાળું ઘર શોધી લેજો."

કહીને વિભૂતિ બહેન ઉભા થઈને ચાલતા થયા એટલે શોભનાબહેન પણ ઢીલા થઈને રિસમાં ઘર તરફ ચાલ્યા.

આ તરફ એ આવેલ દીકરીને વિભૂતિબહેને પોતાનાં દીકરા માટે પસંદ કરી લીધી બને દીકરા દીકરીને પસંદ આવતાં વિભૂતિ બહેન બોલ્યાં,

"હવે કોઈ દહેજની ચિંતા ના કરતાં કરતાં વેવાણ આપણે તો એક જ મોઢાની વાત કરવાની. કરો કંકુના હવે તમતમારે કંકુ ને ચોખા સાથે મોકલજો અમે વહુ નહીં લક્ષ્મી ગણીને વધાવી લઈશું."

પેલા માગણ શોભનાબહેનને છોડીને આવા ઉંચા વિચારશીલ સગા મળતાં વેવાણના હરખનો પાર ના રહ્યો તેમણે ભગવાનનો આભાર માન્યો અને બોલ્યાં,

"પ્રભુ વિભૂતિબહેન જેવા વિચારો દરેક દીકરાની માતાને આપજો જેથી દહેજ નામનો કુરિવાજ સદાય માટે દૂર થઈ જાય."


Rate this content
Log in

Similar gujarati story from Classics