Aniruddhsinh Zala

Tragedy Inspirational Thriller

4.0  

Aniruddhsinh Zala

Tragedy Inspirational Thriller

જીદ બની ગઈ પ્રેમની દુશ્મન

જીદ બની ગઈ પ્રેમની દુશ્મન

4 mins
190


"બેટા આ ઘોર કળિયુગ ચાલે છે. કાચની માફક હૈયા તૂટતાં નજરે દેખાય છે. શહેરની છોડીઓ છૂટથી રહેવા ટેવાયેલી હોય છે એટલે ગામડામાં ફાવે જ નહીં એટલે તારી પસંદ કરેલ છોડીને પહેલા બધું જણાવીને જ લગ્ન કરવાનો વિચાર કરજે."

ભણીને ડોક્ટર બનીને ગામડે આવેલ દીકરાને સમજાવતા મા ને વચ્ચે રોકીને મયુર બોલ્યો,

"મા તમે નાહકની ચિંતા કરો છો. મયુરી મને ખુબ જ પ્રેમ કરે છે."

મા બોલ્યાં,"ઠીક છે તો તારી ખુશી માટે તારા મા બાપ તરફથી હા છે પણ જોજે હો..."

"જો પાછી ચિંતા કરવાં માંડ્યા."

મા ચૂપ થઈ ગયા અને મયુર ચાલ્યો ખુશીમાં ઝૂમતો મયુરીને મળવા. શહેરમાં જઈને રાહ જોતી મયુરીને ગાલે હાથ મૂકી બોલ્યો, "મયુરી તને ગામડામાં મારી સાથે ફાવશે ને ? હું મારા પિતાની ઈચ્છા પુરી કરવાં ત્યાં રહી લોકોની સેવા કરવાં માંગુ છું."

"પાગલ તું જ્યાં મારી સાથે રહીશ ત્યાં મને સ્વર્ગ જ લાગશે."

"પ્રેમમાં તો બધું જ તારું મને કબૂલ હોય,

ભીતરે સ્નેહ હોય તો જીવન સુમધુર હોય." 

બસ બંને વ્હાલથી ભેટીને છૂટતા પડતા મયુરે ઘેર જઈને વાત કરી લગ્નની તૈયારી શરૂ કરી અને ધામધૂમથી બંનેના લગ્ન થયા. 

અનહદ ખુશી અને પ્રેમ બંનેના હૃદયમાં છલકતો હતો પણ બહુ સમય ટક્યો નહીં. મયુરીને ગામડાનું વાતાવરણ રુચ્યું નહીં, મહિનો થતાં જ શહેરમાં જવાની જીદ કરવા લાગી. મયુર સમજાવીને ના પડતો રહ્યો. 

"જીવન રથ સાચી સમજણ થકી જ ચાલે છે,

વિવાદના વંટોળમાં તો સદાય પ્રેમભર્યો સંસાર ભાંગે છે."

મયુરી હવે સાસુ સાથે ઝગડવાં લાગી અને એક દિવસ ગુસ્સામાં મયુરને બોલી,"તને મારી ખુશીની કે તારી કેરિયરની પરવા જ નથી. હું હવે ગામડામાં રૂંધાઈને મરવા નથી માંગતી. હું જાઉં છું પિયર."

"હું મા બાપને છોડીને નહીં આવી શકું તને પહેલાથી જ જણાવ્યું હતું." મયુરની વાત સાંભળી મયુરી બેગ લઈને બહાર નીકળી ગઈ.

વિરહની વેદના બને હૈયામાં હતી પણ જીદ અને પોતાનું જ મનમાની કરવાની ભાવના મયૂરીના પ્રેમની વચ્ચે દીવાલ બની ગઈ.

જ્યારે આ તરફ મયુરી એક પુરુષ હૃદયની વ્યથા નારી પોતાની હોવા છતાં પણ મયુરી સમજી ન શકી એ વાતનું દુઃખ અનુભવતો દૂર રહી દુઃખી થતો જ રહ્યો.

મા એ દિલાસો આપતાં કહ્યું,"બેટા અમારી ચિંતા ન કર જા મયુરીને મનાવી આવ."

પિતાજી બોલ્યાં, "હા બેટા, જા વહુ છે અને તું પ્રેમ કરે છે તો મનાવી લે તે જીદમાં કહે તો ભલે તું ત્યાં રહેજે પણ પત્નીને મનાવવી એક પુરુષની ફરજ છે. "

મયુરી મા બાપનું માન રાખી અને પોતાની પણ વ્હાલી હોવાથી મયુરીને મનાવવા ગયો તો મયુરી પહેલા જોતાં જ ખૂશ થઈ પણ તે પતિના પ્રેમભાવને સમજી ન શકી અને વધુ જીદ કરતાં બોલી,

"મારી શરતો તને મંજૂર હોય તો જ હું આવું."

મયુરે હા પાડતાં કહ્યું,"તું જાણે છે હું તને કેટલો પ્રેમ કરું છું તો પછી શરતોની શું જરૂર ? તોય બોલ તારી શરતો પણ કબૂલ જ તારા માટે."

મયુરીને લાગ્યું કે હવે મયુર મારા શરણે થયો છે તો બરાબર બાંધી જ દઉં. તે બોલી,

"જો મયુર તારે અહીં મારા પિતાના ઘેર જ રહેવું પડશે અને અહીં પાપાની ફેકટરીમાં નોકરી કરવાની. બીજું તારા મા બાપને અહીં લાવવાના નહીં કે મહિનામાં એકથી વધુ વાર જવાનું નહીં. "

"કદાપિ શક્ય નથી વ્હાલી મયુરી..!" મયુર ગુસ્સામાં બોલ્યો,

 "જેમ તું મને ચાહે છે તેટલો જ મા બાપે પણ મને બચપણથી ચાહ્યો છે બાકી તારી બધી જ શર્ત મંજૂર પણ મારુ સ્વામાન ઘવાય તેમ સસરાના ઘેર રહી નોકરી નહીં કરું અને મારા મા બાપને મળવાની કોઈ શર્ત મને મંજૂર નથી મા બાપને તો મારુ હૈયું કહે ત્યારે મળવા હું જવાનો જ છું."

"તો તને હજીય મારા પર પૂરો પ્રેમ નથી એમને ?" મયુરી બોલતા જ પોતાની બેગ ખભે લટકાવતા મયુરી બોલ્યો,

"વ્હાલી વસે હૈયામાં કેમ કરી વીસરાય 

યાદો તારી હૈયાથી કદાપિ અલગ ન થાય."

" જો વ્હાલી મયુરી જાનથી વધુ તું પ્યારી છે તેમાં કોઈ શક નહીં પણ તારી શરતો જ આપણા વચ્ચે દીવાલ કરે છે, એ દીવાલ પ્રેમનાં આડે તે બનાવી છે જયારે તું દીવાલ જાતે સમજીને મારા પ્રેમ માટે આવીશ તો હું તારી રાહ જોતો દેખાઈશ."

કહેતાં મયુરી વતન તરફ પગલાં ભરવા લાગ્યો. મયુરીનું હૈયું મયુરને રોકવા માંગતી હતું પણ તેની ખોટી જીદ તેની વચ્ચે ઊભી હતી. તે બોલી જ ન શકી પણ આંખો રડતી જ રહી.

મયુરે ઘેર જઈને બધી વાત મા બાપને કરી અને બોલ્યો,

"પ્લીઝ હવે કોઈ મને આ બાબતે વાત ન કરતાં મારુ એક પતિનું પુરુષનું પણ સ્વામાન હોય છે. જયારે મયુરી સત્ય સમજે ત્યારે જ આગળ વાત નહિતર જીવી લઈશું આમ જ જીવતર."

" કળિયુગમાં કાચની જેમ તૂટતાં હૈયા." મા ને મયુરના પિતાને કહીં રહેલા જોઈ મયુર માથે હાથ દઈને બેસી ગયો... "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy