Vibhuti Desai

Fantasy Others

2.6  

Vibhuti Desai

Fantasy Others

વસમી વિદાય

વસમી વિદાય

2 mins
18


વિદાય વસમી જ હોય અને આગમન આનંદદાયક છતાં પણ હું જ એક છું જેની વિદાયનું કોઈને દુઃખ નથી હોંશે હોંશે વિદાય આપવા તત્પર હા... એ હું છું ૨૦૨૧નું વિદાય લેતું વર્ષ.

૨૦૨૦માં કોરોનાથી ત્રસ્ત સહુ કોઈએ કઈ કેટલા આશામાંથી મારું સ્વાગત કરેલું અને વર્ષ દરમિયાન કોરોના મહામારીમાં રાહત પણ રહી, મર્યાદામાં રહી તહેવારોની પ્રસંગોની ઉજવણી કરી શક્યા.

બસ હવે હું જાઉં છું આપણી સ્નેહભરી યાદ લઈને જાઉં છું ફરી ક્યારેય મળવા નથી.

 હું તો આપ સૌ માટે માત્ર ખુશી જ વેંચવા આવેલ પરંતુ હાય રે મારા નસીબ ૨૦૨૦માં આંગળિયાતની જેમ આવેલો કોરોના જામી પડ્યો જોકે મારું આગમન કોરોનાને નાથવા આશાનું કિરણ લઈને આવ્યું. રસીઓ મુકાઈ, કોરોના કાબુમાં આવ્યો. લોકો થોડાં હળવા થયાં, તહેવારો, પ્રસંગો ઉજવતાં થયાં.

મને ભલે બધાં કોસતા હોય પરંતુ હું બાળકોથી ખુશ છું બાળકો ભાર વગરનું ભણતર ભણી રહ્યાં છે માવતર ઘરેથી કામ કરે એટલે માવતરની હુંફ, સાથ મળવાને કારણે બચ્ચાપાર્ટી ખુશખુશાલ. વડીલો ને કેમ ભૂલું ? બિચારાં બાપડા એકલા અટુલા રહેતાં એમને પણ ઘરમાં સંતાનોનો સંગાથ, સમયસર જમવાનું ચા નાસ્તો અને બાળકો સાથે આનંદ કરવાનું મળી રહ્યું છે બસ આટલી ખુશી જોઈ આપ સૌને છોડી જવાનું દુઃખ નથી.

જતાં જતાં કહી જાઉં કે પ્રભુની ભક્તિ શાંતિથી ઘરે બેસીને બે વર્ષથી કરો છો એમ કરતાં રહેજો. ભક્તિનું અને શિક્ષણનું વ્યાપારીકરણ કરવાનું બંધ કરજો.

 આવી રહેલું 2022 નું વર્ષ સમગ્ર વિશ્વને ફળે, સરકારશ્રી બાળકોને ભાર વગરનું ભણતર આપે વર્ક ફ્રોમ હોમ ને કારણે માવતરની બાળકો અને વડીલોની ચિંતા નથી એ બાબતે કંપનીવાળા વિચારે ઘરમાં રહી શ્રમનું મહત્વ, ઘરના ખાવાનાનું મહત્વ, પરસ્પર હૂંફનું મહત્વ સમજાયું એ સમજણ કાયમ રહે.

સૌ સુખી રહો, શાંતિ જળવાય એવી શુભેચ્છા સાથે આપ સૌની વિદાય લઉં છું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy