STORYMIRROR

Jyoti Gohil

Romance Tragedy Inspirational

4  

Jyoti Gohil

Romance Tragedy Inspirational

વરસતાં વરસાદે !

વરસતાં વરસાદે !

6 mins
192

( ગતાંકથી શરૂ...)

વિધિ ખ્યાતિ ને ગેસ્ટ રૂમ સુધી મૂકી આવી અને સાથે કંઈ પણ જરૂર હોય તો પોતાને કહેવા જણાવ્યું.

ખ્યાતિ વિચારતી હતી કે શું આજ ના સમયમાં પણ આવા લોકો હોય ખરા ! પોતાની સાથે કોઈ પણ સંબંધ ન હોવાં છતાં એવું લાગે કે હું તેમનાં પરિવારમાંથી જ છું.... વિચારતાં વિચારતાં જ ખ્યાતિ સૂઈ ગઈ, થાક અને ચિંતા ને કારણે તેને સમય નું ધ્યાન ન રહ્યું . સવારે ઊઠી તો ૯ વાગી ગયાં હતાં, ફટાફટ ફ્રેશ થઈને એ બહાર આવી જોયું તો આર્ય નાસ્તા સાથે તેનાં રૂમમાં જ બેઠો હતો.

" સોરી...ક્યારે ૯ વાગી ગયાં ખબર જ ન રહી." ખ્યાતિ એ કહ્યું.

" કોઈ વાંધો નહીં, મમ્મી એ તમારો નાસ્તો અહીં જ મોકલી દીધો છે... પછી વાત કરીએ પહેલાં આ.." આર્ય પ્લેટ તેને આપતાં બોલ્યો.

 ખ્યાતિ એ નાસ્તો પૂરો કર્યો આર્ય હજું પણ ચેરમાં તેની પાસે બેઠો હતો.

" હવે બોલો, આવી રીતે સ્યુસાઈડ કરવાનો પ્લાન કેવી રીતે આવ્યો મગજમાં ? " આર્ય એ પૂછ્યું.

ખ્યાતિ જવાબમાં માત્ર ચૂપ રહી.

" ખ્યાતિ મને ફ્કત સાચું સાંભળવાની ટેવ છે તો હવે જ્યાં સુધી તમે જણાવશો નહીં ત્યાં સુધી હું અહીંથી જઈશ નહી.." આર્ય ચેર પર આરામથી બેસતાં બોલ્યો.

ત્યાં સુધીમાં વિધિ અને પીયૂષ પણ આવી ગયાં, ખ્યાતિ નો જવાબ સાંભળવાં તેઓ પણ બેસી ગયાં.

" હું અહીં એચકે લિમિટેડમાં છેલ્લાં એક વર્ષથી જોબ કરતી હતી, રહેવાનું પણ કંપનીના ફ્લેટમાં જ હતું...એક દિવસ પહેલાં જ મને જોબમાંથી અચાનક જ રિઝાઇન આપી દેવાયું કંઈ પણ કારણ વગર અને સાથે કંપનીનું ઘર પણ લઈ લેવાયું... આ શહેરમાં હું કોઈ નથી ઓળખતી મારી પાસે કોઈ રસ્તો જ નહોતો એટલે મેં.." ખ્યાતિ એ કોઈ ની પણ સામું જોયા વિના કહ્યું.

" મરવાથી કોઈ વાતનું સોલ્યુશન નથી આવતું...તારે તારા ઘરે વાત કરવી જોઈએ એકવાર.." પીયૂષ એ કહ્યું.

" ઘર...ઘર જ તો નથી, નહીંતર આમ સ્ટેશન પર સ્યુસાઈડ ન કરું. " ખ્યાતિ એ કહ્યું.

" ગાંધીગ્રામ માં તારું કોઈ નથી...મતલબ મમ્મી પપ્પા ? " વિધિ એ કહ્યું.

" મમ્મી પપ્પા કોણ છે એની મને ખબર નથી. ગાંધીગ્રામમાં હું મારાં દાદી દાદા સાથે રહેતી હતી એમની ડેથ પછી કોઈ રીલેટિવ મને અનાથ આશ્રમમાં મૂકી ગયાં, ત્યારે હું 13 વર્ષની હતી....આગળની સ્ટડી પણ આશ્રમ થી જ થઈ 20 વર્ષની ઉંમર પછી તે આશ્રમમાં કોઈને રહેવાં નથી આપતાં. મને અહીં જોબ મળી ગઈ હું અહીં આવી ગઈ... સારી એવી સેલરી હતી મારી એનો મોટો ભાગ તો હું આશ્રમ ને જ મોકલી આપતી કારણકે એમના મારાં પર ઘણાં ઉપકાર હતાં.

અચાનક જોબ જવાથી મારી પાસે ન તો સેવિંગ્સ રહી ન તો ઘર ! મને સમજાતું નહોતું કે શું કરું..." ખ્યાતિ એ બારીની બહાર વરસતાં વરસાદ સામે જોઈને કહ્યું.

" આઈ એમ સોરી.. અમારો હેતુ તને હર્ટ કરવાનો ન હતો ! પણ તારું ઘર તો હશે જ ને ત્યાં ? " આર્ય એ કહ્યું.

" મને નથી ખબર...આશ્રમમાં આવ્યાં પછી હું ત્યાં ક્યારેય નથી ગઈ કેમ કે ત્યાં મારું કોઈ છે જ નહીં તો ત્યાં જઈને શું કરું ? " ખ્યાતિ એ કહ્યું.

" આપણે કંઈક કરીશું...અત્યારે તું વિધિ સાથે જા અને થોડું બહાર ફરી આવ તેને સારું લાગશે." પીયૂષ એ કહ્યું.

" હા, ચાલ ખ્યાતિ હું તને અમારું ગાર્ડન બતાવું." વિધિએ ખ્યાતિને લઈ જતાં કહ્યું.

વિધિ અને ખ્યાતિ ના ગયાં બાદ પીયૂષ એ કહ્યું..

" સારું થયું તું ખ્યાતિ ને અહીં લઈ આવ્યો."

" હા ભાઈ, પણ હવે શું કરીશું ?" આર્ય એ કહ્યું.

" મમ્મી પપ્પા ને વાત કરીએ તેઓ જેમ કહે તેમ કરીશું." પીયૂષ એ કહ્યું.

પીયૂષ અને આર્ય એ બધી વાત રીટાબહેન અને દિલીપભાઈ ને કરી આખરે તેઓ એક નિર્ણય પર આવ્યાં. જ્યારે વિધિ અને ખ્યાતિ પાછાં આવ્યા ત્યારે દિલીપભાઈ એ કહ્યું..

" ખ્યાતિ, અમે કંઈક વિચાર્યું છે તારા માટે.."

" મારાં માટે...?" ખ્યાતિ એ અચકાતાં પૂછ્યું.

" હા.." આર્ય એ કહ્યું.

".........."

 આર્ય ની વાત સાંભળીને ખ્યાતિ ને ખરેખર આંચકો લાગ્યો.

આર્ય ના મમ્મી પપ્પા એક નિર્ણય કરે છે, જે સાંભળીને ખ્યાતિને આંચકો લાગે છે.

" ખ્યાતિ અમે મમ્મી પપ્પા ને તારી બધી વાત કરી." પીયૂષ એ કહ્યું.

" હું આજે જ અહીંથી ગુજરાત જવાં નીકળી જઈશ, મેં ટિકિટ પણ કરાવી લીધી છે ટ્રેનની.." ખ્યાતિ એ ડરતાં ડરતાં કહ્યું કેમ કે તેને લાગતું હતું કે તેની હકીકત જાણ્યા પછી રીટાબેન અને દિલીપભાઈ પોતાને અહીંથી બહાર કાઢી મૂકશે.

" તો હમણાં ટિકિટ કેન્સલ કરાવી દે, કેમ કે તું હવેથી અહીંયા જ રહીશ." રીટાબેન એ કહ્યું.

 ખ્યાતિ ને કંઈ જ સમજાય નોહ્તું રહ્યું. તેથી તે પ્રશ્નાર્થ ચહેરે હજુ પણ આર્ય સામે જોઈ રહી હતી.

" ખ્યાતિ, મારાં મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે તેમની એક દીકરી હોય અને વિધિ ભાભીના આવ્યાં પછી એ તો પૂરી થઈ પરંતુ અમને બંને ભાઈને હમેશાં એક બહેનની કમી લાગતી હતી તો હવે અમને એક બહેન અને મમ્મી પપ્પા ને બીજી દીકરી મળી ગઈ આજે તારા લીધે." પીયૂષ એ કહ્યું.

" હા, ખ્યાતિ આજ તું અમારા પરિવારની એક સદસ્ય અને અમારી નાની બહેન તને ફાવશે ને અમારી સાથે ? " આર્ય એ પૂછ્યું.

 ખ્યાતિ એ ક્યારેય સપનામાં પણ નોહ્તું વિચાર્યું કે આ રીતે તેને કોઈ મળશે તે ત્યાં જ બેસી ગઈ અને રડવા લાગી.

" અરે ખ્યાતિ રડે છે શું કામ ? હવે તો હસવાના દિવસો છે. મને પણ ઘરમાં હવે કંપની મળી જશે." વિધિ એ ખ્યાતિને ચૂપ કરાવતાં કહ્યું.

" હા, ચાલો તૈયારી કરીએ હવે આપણાં ઘરે જઈશું..ખ્યાતિ દીકરા તને તારું જોવું છે કે નહીં..? " દિલીપભાઈ એ કહ્યું .

" હા અંકલ.." ખ્યાતિ એ કહ્યું.

" અંકલ નહીં હવે પપ્પા કહેવાનું હો મને..!" દિલીપભાઈ એ હસતાં હસતાં કહ્યું.

" જી પપ્પા . " ખ્યાતિ એ કહ્યું.

" તો બોલ હવે જઈશ સ્ટેશન કૂદવા માટે ? " આર્ય એ પૂછ્યું.

" હવે શું કામ જાવ ત્યાં જ્યારે મારી પાસે આખી ફેમિલી છે.." ખ્યાતિ આર્ય ને ભેટતાં કહ્યું.

" ચાલો ચાલો ફટાફટ તૈયારી કરી લો આજે રાત્રે જ નીકળીશું રાજકોટ માટે." પીયૂષ એ કહ્યું.

 બધાં સામાન પેક કરવાં લાગ્યાં, ખ્યાતિ વિધિ ને મદદ કરાવી રહી હતી. તેનાં માટે આ બધું હજું એક સપનાં સમાન જ હતું. પોતે હજું આ ફેમિલી કે તેનાં લોકો વિશે કશું જાણતી ન હતી ! અરે હજું તો 24 કલાક પણ નોહતા થયાં આર્ય તેને મળ્યો હતો તેનાં... તો પછી આ બધું અચાનક ? હજારો સવાલો તેના મગજમાં હતાં પરંતુ તે રાજકોટ જઈને વિધિભાભી ને પૂછશે એવું મનમાં નક્કી કર્યું.

રાત્રે બધાં રાજકોટ જવાં નીકળ્યાં. દિલીપભાઈ અને રીટાબેન એક કારમાં ડ્રાઈવર સાથે ગયાં જ્યારે પીયૂષ, વિધિ, આર્ય અને ખ્યાતિ બીજી કારમાં જે પીયૂષ ડ્રાઈવ કરવાનો હતો. આર્ય પીયૂષની બાજુની સીટમાં ગોઠવાયો, વિધિ અને ખ્યાતિ પાછળની સીટમાં. થોડીવાર બાદ વિધિ એ પૂછ્યું,

" ખ્યાતિ તારા વિશે તો થોડું જણાવ મતલબ સ્ટડી, કોઈ હોબી ?"

" ભાભી મેં બીબીએ અને માર્કેટિંગમાં રીસર્ચ કર્યું છે, પેઈન્ટિંગનો ઘણો શોખ છે મને પણ એના માટે ક્યારેય સમય જ નથી મળ્યો." ખ્યાતિ એ કહ્યું.

" વાહ, મતલબ આપણાં બંનેના શોખ સરખાં ! હું તને પેઈન્ટિંગ શીખવાડીશ એ પણ પિકાસો જેવું." આર્ય એ કહ્યું.

" બસ બસ... પહેલાં તું શીખી લે આવ્યો મોટો પિકાસાવાળો." પીયૂષ બોલ્યો.

" હવે અહીંયા જગડો ના કરતાં હો.." વિધિ એ કહ્યું.

" એક વાત પૂછું આર્ય..?" ખ્યાતિ એ કહ્યું.

"એક નહીં સો પૂછ પણ હવે તમે નહીં કહેતી તું કહીશ તો પણ ચાલશે." આર્ય હસતાં હસતાં બોલ્યો.

" સારું..પણ હું હજું તને કાલ મળી, આમ કોઈ પણ અજાણ્યાં વ્યક્તિને ઘરમાં.."

" તું ક્યાં અજાણી છે ? તને તો હું પહેલેથી જ ઓળખું છું એમ જ માનવાનું તારે. તે ના કીધું હોત તો પણ મને ખબર પડી જ ગઈ હતી કે તું શું કામ સ્યુસાઈડ કરે છે ! " આર્ય એ કહ્યું.

" એ કેવી રીતે..?" આશ્ચર્યથી ખ્યાતિ એ પૂછ્યું.

" પાવર... તારા ભાઈનો પાવર !!" આર્ય ના આ ડાયલોગથી બધાં હસવા લાગ્યાં.

" અરે તું એકવાર ઘરે તો ચાલ પછી તારા બધાં જ સવાલોનાં જવાબ મળી જશે." આર્ય એ કહ્યું.

" હા, ખ્યાતિ અત્યારે થોડો આરામ કરી લે કાલનો દિવસ તારા માટે ખાસ રહેશે. તું તારા ઘરને જોઈશ.." પીયૂષએ કહ્યું.

" હા પીયૂષભાઈ એ તો છે, ઘર જોવાની ખુશી તો મને પણ ઘણી છે.." ખ્યાતિએ કહ્યું.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance