વરસતાં વરસાદે
વરસતાં વરસાદે
( ગતાંકથી શરૂ)
આર્ય અને સિદ્ધાર્થ પોતાનાં વિશે વાત કરતાં હતાં તે જાણીને ખ્યાતિ દરવાજા પાસે ઉભી રહી સાંભળવા લાગી ....
"આર્ય, ખ્યાતિ તારી બહેન છે એટલે મેં તેનાં પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાં વિચાર્યું, નહીંતર હું ક્યારેય આ રીતે કામ કરતો તું જાણે છે." સિદ્ધાર્થ એ કહ્યું.
"હા મને ખબર છે. પણ શું થયું ? તને પ્રોજેક્ટ ચાર્ટ ન ગમ્યો, કંઈ પ્રોબ્લેમ છે એમાં ?" આર્ય એ પૂછ્યું.
"ચાર્ટ તો ખૂબ સરસ હતો. મને ખરેખર ગમ્યો પણ હવે મેં વિચાર બદલ્યો છે !"
"શા માટે ? " આર્ય એ પૂછ્યું.
" જે છોકરીને મીઠા અને ખાંડ વચ્ચે ફર્ક નથી સમજાતો એ મારી કંપનીની બ્રાંચ કંઈ રીતે ચલાવશે ! આઈ થીંક તારે પણ આમ અજાણ્યાં લોકો પર આટલો વિશ્વાસ ન મૂકવો જોઈએ. આઈ મીન શું ખબર આ લોકો કોણ છે ? ક્યાંથી આવે છે ?" સિદ્ધાર્થ એ પોતાનો મત રજૂ કરતાં કહ્યું.
"સિદ્ધાર્થ મને નથી ખબર કે તું શા કારણે ના કહી રહ્યો છે. વેલ તારી કંપની એટલે હું તને ફોર્સ નહિ કરું, બટ ખ્યાતિ મારી બહેન છે. એના વિશે બોલતાં પહેલાં ધ્યાન રાખજે !" આર્ય એ થોડાં ગુસ્સાથી કહ્યું.
"સોરી.. રિયલી વેરી સોરી ચાલ ટોપિક ચેન્જ આટલાં વર્ષો પછી મળ્યાં બીજી વાત કરીએ ?" સિદ્ધાર્થ એ વાત બદલતાં કહ્યું.
ખ્યાતિ એ બધી વાતો સાંભળી. સિદ્ધાર્થની વાતો એ તેનાં મગજ પર અસર કરી હતી તે પોતાનાં રૂમમાં આવી. આજે પણ ધીમો ધીમો અને મોસમનો કદાચ છેલ્લો વરસાદ વરસી રહ્યો હતો. ખ્યાતિ બારીમાંથી આ વરસાદને જોઈ રહી હતી...
તેને આ વરસાદ હવે નોહતો ગમી રહ્યો. હંમેશા આ વરસતો વરસાદ તેનાં માટે માત્ર નવી નવી મુશ્કેલીઓ જ નોતરી આવતો હતો ! જ્યારે તેનાં દાદા દાદી મર્યા ત્યારે પણ આજ વરસાદ હતો ! આશ્રમથી બહાર જવું પડ્યું ત્યારે આજ વરસાદ હતો ! જોબ અને ઘર છુટી ગયું ત્યારે પણ આજ વરસાદ હતો ! અને આજે વધુ એક સપનું તૂટ્યું આજ વરસાદ છે ! ખ્યાતિ એ વિચાર્યું.
"તેને લાગ્યું હતું કે વરસાદે માત્ર એકજ કામ સારું કર્યું હતું કે પોતાને આ ફેમિલી આપ્યું પણ સિદ્ધાર્થના શબ્દો પરથી લાગી રહ્યું હતું કે કદાચ તેના પર કોઈ ક્યારેય વિશ્વાસ નહિ કરે ! કેમ કે આખરે પોતે આ ફેમિલી માટે અજાણી વ્યક્તિ જ છે ને ! તે કોઈના પર ક્યારેય બોજ બનવા નોહતી ઈચ્છતી. તેથી હવે પોતે કેનેડા જશે અને જ્યાં સુધી આત્મનિર્ભર નહિ બને ત્યાં સુધી અહીં પાછી નહિ આવે તે ફાઈનલ." ખ્યાતિ એ મનોમન નક્કી કર્યું.
તેને અચાનક યાદ આવ્યું કે તેનાં દાદા એ તેનાં માટે થોડી બચત કરેલી અને કહેલું કે જ્યારે પોતે હયાત ના હોય ત્યારે ખ્યાતિને કામ આવશે. બેંક એકાઉન્ટ નંબર તેની પાસે હતો તેથી ખ્યાતિ એ બચત હવે વાપરવાનું વિચાર્યું. એકવાર વિચાર કર્યો કે પોતાનું ઘર જોઈ આવે ગાંધીગ્રામ જઈને પણ ફરીથી ભૂતકાળ તાજો થશે તો હવે પોતાને નહિ સંભાળી શકે એટલે તે કમને માંડી વાળ્યું.
કામના લીધે સિદ્ધાર્થ થોડાં દિવસ રાજકોટમાં જ રેહવાનો હતો તેથી રીટાબહેન એ તેને આગ્રહથી પોતાને ઘરે જ રોકી લીધો. આર્યએ પણ અમુક કારણો આપી સિદ્ધાર્થ તરફથી ના કહી દીધી. આર્યને તો ખબર પણ ન હતી કે તેમની બધી વાતો ખ્યાતિ એ સાંભળી છે. રાત્રે આર્ય બહાર લોનમાં બેઠો હતો ત્યારે ખ્યાતિ એ વાત કરવાનું વિચાર્યું...
"આર્ય, મારે કેનેડા જવું છે.."
"સારું, હું વિઝા અને બાકીની પ્રોસેસ હું કાલથી શરુ કરાવી દઈશ." આર્ય બોલ્યો.
"ના, એ બધું હું જાતે મેનેજ કરી લઈશ." ખ્યાતિએ કહ્યું.
"શું થયું છે ?" ખ્યાતિનો અવાજ સાંભળીને આર્ય એ પૂછ્યું.
"કંઈ નહિ પણ મારાં કામ હું જાતે કરી શકું છું તો પછી અન્ય કોઈને તકલીફ ના અપાય !"
"ઓકે...જો એવું જ હોય તો હું પૈસા કાલે તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દઈશ તું જાતે કરી લેજે બસ.." આર્ય બોલ્યો.
"મારાં દાદા એ થોડી સેવિંગસ બેંકમાં છે તો હું તેનો યુઝ કરી લઈશ." ખ્યાતિ બોલી.
"અરે પણ તેની શું જરૂર છે તે ભલે રહી તારી પાસે અમે છીએ જ ને !" આર્ય એ કહ્યું.
"આર્ય મારે કોઈના પર બોજ નથી બનવું અને તું મને ઓળખે છે જ ક્યારથી ! એક મહિનાથી આટલો વિશ્વાસ સારો નહિ મારાં પર !" ખ્યાતિ બોલી.
"જો પહેલી વાત તું મારી બેન છો અને તું કોઈ બોજ નથી.. જેટલો હક મારો છે એટલો તારો પણ છે ! આવી બધી વાતો આવે ક્યાંથી તારા મગજમાં ?" આર્ય એ પૂછ્યું.
ખ્યાતિ રડવા લાગી આર્ય તેનાં માથામાં હાથ ફેરવી તેને શાંત કરી રહ્યો હતો. તેને અંદાજો આવી ગયો હતો કે સિદ્ધાર્થની કહેલી વાત ખ્યાતિ એ સાંભળી લીધી છે. આજે સિદ્ધાર્થ એ કહ્યું કાલે કોઈ બીજું કહેશે હવે કંઈક તો કરવું પડશે ! આર્ય એ વિચારી લીધું હતું.
આર્ય અને સિદ્ધાર્થ પોતાનાં વિશે વાત કરતાં હતાં તે જાણીને ખ્યાતિ દરવાજા પાસે ઉભી રહી સાંભળવા લાગી.
ક્રમશઃ

