વરસતાં વરસાદે !
વરસતાં વરસાદે !
ખ્યાતિ આર્યની ફેમિલી સાથે રાજકોટ આવી. રાજકોટ શહેર તેને આજે જાણીતું લાગતું હતું. જેમ જેમ આર્યનું ઘર નજીક આવતું હતું તેમ તેમ ખ્યાતિ ને આ બધું જાણે પહેલાં પણ જોયું હોય તેવું લાગી રહ્યું હતું !
આખરે આર્ય નું ઘર આવ્યું. બધાં ઘરની અંદર આવ્યાં હોલની સાઈડની દીવાલ પર બે બહુ મોટી સાઈઝના ફોટા હતાં, ખ્યાતિ એ પાસે જઈને જોયું તો તે ફોટો તેનાં દાદા દાદી ના હતાં.
" દાદા દાદી નાં ફોટા અહીંયા..?" ખ્યાતિ એ પૂછ્યું.
" હા, તેઓનાં જ ઉપકારથી અમારો પરિવાર આજે સલામત છે ! નહીંતર તે દિવસે લાગેલી આગમાં બધાં જ હોમાય ગયાં હોત.." દિલીપભાઈ એ કહ્યું.
" તમે એમને ઓળખો છો ? " ખ્યાતિ એ કહ્યું.
" હા, છેલ્લાં વીસ વર્ષથી અને જ્યારે તેઓ મૃત્યુ પામ્યાં ત્યારે મને ખબર હતી કે તેમની કોઈ પૌત્રી છે પણ પછી તારી કોઈ ભાળ મળી નહીં...જ્યારે તે ગાંધીગ્રામનું કીધું તો ને તપાસ કરાવી ત્યારે ખબર પડી કે તું રામજી દાદા અને નીમા બા ની અમાનત છો એટલે હવે તું મારી જવાબદારી થઈ." દિલીપભાઈ એ કહ્યું.
ખ્યાતિ ખુશ હતી કે મર્યા પછી પણ તેના દાદા બા નાં કર્મો તેનું ધ્યાન રાખતાં હતાં. હવે ધીમે ધીમે તે પણ આ ફેમિલીમાં સેટ થઈ ગઈ હતી. બધાં એ ખ્યાતિ ને સ્ટડી માટે કહ્યું પરંતુ તેને તો પોતાનો બિઝનેસ કરવો હતો ! આખરે બધાં સમંત થયાં પરંતુ ખ્યાતિની શરત હતી કે પોતે લોન લઈને કામ કરશે અને પોતે જ તેની ભરપાઈ પણ કરશે.
" જેવી તારી ઈચ્છા, મારો એક ફ્રેન્ડ છે તે કદાચ તારી હેલ્પ કરશે ! તેણે પણ પોતાનો બિઝનેસ કરવો છે અને તે રોકાણ પર કરવાં તૈયાર છે." આર્ય એ કહ્યું.
" સારું તો ક્યારે મળશે તારો ફ્રેન્ડ ? કારણકે બધું ફિક્સ થયાં પછી જ લોન માટે અપ્લાય કરી શકાશે. " ખ્યાતિ બોલી.
" હું તને નંબર સેન્ડ કરું છું તું જાતે જ કોલ કરી વાત કરી લેજે."
" ઠીક છે. "
આર્ય ખ્યાતિને નંબર સેન્ડ કરે છે અને તેનાં ફ્રેન્ડનું નામ સિદ્ધાર્થ જણાવે છે. બપોરે ફ્રી થયાં બાદ તે સિદ્ધાર્થ ને કોલ કરે છે..
" હેલ્લો, મિ. સિદ્ધાર્થ ? " ખ્યાતિ એ પૂછ્યું.
" યસ, હુ ઈઝ ધિસ ? " સિદ્ધાર્થ એ સામે પ્રશ્ન કર્યો.
" ખ્યાતિ આર્યની બહેન, આઈ થિંક આર્ય એ તમને કહ્યું હશે !"
" હા, આર્ય એ કહ્યું હતું. તમે તૈયાર છો ને બિઝનેસ હેન્ડલ કરવાં માટે તો હું ઈન્વેસ્ટમેન્ટ કરવાં રેડી છું. " સિદ્ધાર્થ બોલ્યો
" યસ આઈ એમ રેડી. " ખ્યાતિ એ કહ્યું.
" ગ્રેટ તો ફાઈનલ ચાર્ટ તૈયાર રાખજો તમારે જે કોઈ પણ કંપની ઊભી કરવી છે તેનો તેનાં પરથી હું ડિસીઝન લઈશ. " સિદ્ધાર્થ પ્રોફેશનલી કહ્યું.
" હા ચાર્ટ તો રેડી જ છે બટ હાવ કેન આઈ શો યૂ..? " ખ્યાતિ એ પૂછ્યું.
"ઓહ્ હા હા...તો આપને એકવાર મળીને બધું ડિસ્કસ કરી લઈએ ? જો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો ? " સિદ્ધાર્થ એ કહ્યું.
" હા જરૂર..દસ વાગ્યે સવારે એટ પાન કાસા ચાલશે ? " ખ્યાતિ એ પૂછ્યું.
" ઓકે.. કાલે મળીયે બાય.."
" બાય. "
સિદ્ધાર્થનો અવાજ એકદમ અનુભવી બિઝનેસમેન જેવો સખત હતો. ખ્યાતિ ને તેને મળવાની ઈચ્છા તો હતી સાથે સાથે એક ડર પણ હતો કે જો સિદ્ધાર્થ આ ડીલ માટે ના પાડી દેશે તો ! કારણ કે ગુજરાતનાં ઘણાં શહેરોમાં સિદ્ધાર્થની કંપનીની બ્રાંચ હતી અને હવે તે રાજકોટમાં બ્રાંચ લોન્ચ કરવા ઈચ્છતો હતો તેથી ખ્યાતિનું ચિંતિંત થવું વ્યાજબી હતું. ઘરે પણ બધાં ને વાત કરીને બીજા દિવસે ખ્યાતિ નક્કી કરેલ કેફેમાં 9.50 એ જ પહોંચી ગઈ જેથી તેની ઈમ્પ્રેશન આગળ જતાં ખરાબ ના પડે ! બસ હવે રાહ હતી સિદ્ધાર્થ ના આવવાની.
દસ વાગ્યાં હતાં અને ખ્યાતિની નજર દરવાજા પર સ્થિર હતી.
ખ્યાતિ સમય કરતાં વહેલી જ આવી ગઈ. સવારનો સમય હતો એટલે કેફેમાં પણ લગભગ ત્રણ ચાર લોકો જ હતાં. દસ વાગી ગયાં હતાં, ખ્યાતિ ફોન ચેક કરી હતી કે સિદ્ધાર્થ ના કોઈ કોલ - મેસેજ તો નથી ને ! ત્યાં જ તેનાં ટેબલ પાસે આવીને કોઈ ઊભું રહ્યું તેના પરફ્યુમની સ્મેલથી ખ્યાતિએ તેનાં તરફ જોયું.
સહેજ લાઈટ બ્લુ અને બ્લેક ફોર્મલ કપડાં, હાથમાં બ્રાન્ડેડ વોચ, બ્લેક છતાં હલકા બ્રાઉન કહી શકાય એવા મેચિંગ શૂઝ અને પર્સનાલિટીને સૂટ થાય એ રીતે સેટ કરેલ વાળ.....એકદમ કોઈ પ્રોફેશનલ બિઝનેસમેન.
" ગુડ મોર્નિંગ ખ્યાતિ, આઈ એમ સિદ્ધાર્થ." તેણે પોતાની ઓળખ આપતાં કહ્યું અને સામેની ચેર પર બેસી ગયો.
" ગુડ મોર્નિંગ સર.."
" કોફી કે બીજું કંઈ લેશો ? " ખ્યાતિ એ પુછ્યું.
"બ્લેક કોફી વિધાઉટ સુગર. "સિદ્ધાર્થ એ પોતાનો ઓર્ડર આપ્યો.
( ખ્યાતિ ને થયું આટલી કડવી કોફી કેમની ગળે ઉતરશે ? પછી પોતાનાં માટે કેપેચીનો ઓર્ડર કરી થોડીવારમાં ઓર્ડર આવી ગયો.)
" સો કામની વાત સ્ટાર્ટ કરીએ ? " સિદ્ધાર્થ એ પૂછ્યું.
" યસ....સર આ મારા સ્ટડી મુજબનો ચાર્ટ." ખ્યાતિ એ ફાઈલ બતાવતાં કહ્યું.
" ઓકે...તમે આર્ય ની બહેન છો એટલાં માટે હું આ ઈન્વેસ્ટમેન્ટ કરવાં તૈયાર થયો છું, તમે જાણો છો તેમ રાજકોટની મારી પહેલી બ્રાંચ છે, અધર સિટીની જેમ અહીંયા પણ તે ટોપ લિસ્ટમાં આવે એવી જ મારી પ્લાનિંગ છે....ચાર્ટ મેં જોયો છે બટ હું તમને સાંજ સુધીમાં જણાવી દઈશ."
" નો પ્રોબ્લેમ સર... પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો એ મારું ડ્રીમ છે. જો તક મળશે તો તેને પૂરું કરીશ નહીતો આગળ સ્ટડી માટે યુરોપ જઈશ." ખ્યાતિ એ કહ્યું.
" વેલ પ્લાનિંગ તો સારું છે, કીપ ઈટ અપ."
થોડી વાતો કરી બન્ને છૂટાં પડ્યાં. ખ્યાતિ ઘરે આવી, આર્ય ઘરે જ હતો...
" કેમ ડીસીપી સાહેબ આજે ઘરે ? " ખ્યાતિ એ પૂછ્યું.
( આર્ય રાજકોટ શહેરનો ડીસીપી હતો તેથી જ તેને ખ્યાતિની માહિતી ભેગી કરતાં વાર નોહતી લાગી લખૌઉમાં.)
" બસ આજે મન થયું કે મારી બહેન સાથે થોડી વાત કરી લઉં એટલે ઘરે રહી ગયો." આર્ય બોલ્યો.
" કેમ આજે વાત કરવા માટે સ્પેશિયલ ઘરે !! " ખ્યાતિ આર્ય ને ફરીથી કહ્યું.
" લંચ માટે સિદ્ધાર્થ આવવાનો છે ઘરે આજે, એટલે આવ્યો છું.... બે વર્ષ પછી મળીશ હું એને ! " આર્ય ખુશ થતાં બોલ્યો અને ફરીથી ખ્યાતિ ને પૂછ્યું,
" શું થયું તમારી મિટિંગ નું ? "
" સાંજે જવાબ આપશે એવું કહ્યું.."
"નો પ્રોબ્લેમ, પણ જો ઈન્વેસ્ટર્સ ન મળે તો તું યુરોપ જઈશ સ્ટડી માટે એ પાક્કું ને ?"
" હું કેનેડા જઈશ તો....!" ખ્યાતિ એ કહ્યું.
" સારું સારું તારું જ્યાં મન લાગે ત્યાં જજે.." આર્ય એ જણાવ્યું.
ત્યારબાદ વિધિ ને મદદ કરવા ખ્યાતિ રસોડામાં ગઈ. જમવાનું આજે સિદ્ધાર્થનું પસંદ મુજબ બનવાનું એ આર્ય એ કહ્યું હતું ને ખાસ કોઈ ગરબડ ન થાય તે જણાવ્યું હતું કારણકે જમવાની બાબતમાં સિદ્ધાર્થ નો નેચર તે જાણતો હતો. સિદ્ધાર્થ ને સૂજી નો હલવો પસંદ હતો પરંતુ ઘરમાં કોઈ અન્યને ભાવતો ન હોવાથી ફ્કત સિદ્ધાર્થ માટે બનવાનો હતો. ખ્યાતિ એ હલવો બનાવી દીધો પરંતુ અચાનક રીટાબહેન તેને બોલવા આવ્યાં કંઈ કામથી તેથી વિધિ ને કહીને ગઈ કે હલવામાં ખાંડ નાંખવાની બાકી છે. વિધિ એ જલ્દી જલ્દી માં દળેલી ખાંડ ની જગ્યાએ મીઠું નાંખી દીધું.
બપોરે જ્યારે બધાં જમવા બેઠાં ત્યારે ખ્યાતિ અને રીટાબેન ઘરે આવ્યાં નહોતાં. વિધિએ બધાં ને પીરસ્યું, ખાસ કરીને સિદ્ધાર્થ ને જ્યારે તેને હલવો ખાધો તરત જ પૂછ્યું.
" વિધિભાભી હલવો તમે બનાવ્યો ? "
" ના, હલવો તો ખ્યાતિ એ બનાવ્યો કેમ સારો નથી બન્યો ? " વિધિ એ કહ્યું.
" ના, સારો જ છે આ તો જસ્ટ પૂછ્યું." સિદ્ધાર્થ એ વાત ટાળતાં કહ્યું.
આર્યનાં ઘરે આમ આટલાં સમય પછી આવ્યાં બાદ બધાની વચ્ચે તેને કંઈ બોલવું યોગ્ય ન લાગ્યું. આરામથી તે આર્ય સાથે વાત કરશે એકલાં તેમ વિચાર્યું અને જમવાનું પુરુ કર્યુ. ત્યાર પછી તેઓ આર્ય નાં રૂમમાં બેસીને જૂનાં દિવસો યાદ કરવા લાગ્યાં. ખ્યાતિ પરત આવીને જમવા બેઠી ત્યારે વિધિ એ સિદ્ધાર્થવાળી વાત કહી ત્યારે હલવો ચાખ્યો તો ખબર પડી કે તે ખારો હતો મતલબ વિધિ એ ભૂલથી મીઠું નાખી દીધું હતું. ખ્યાતિ એ વિધિ ને કંઈ ના જણાવ્યું અને તરત જ આર્યના રૂમમાં ગઈ......આર્ય અને સિદ્ધાર્થ પોતાનાં વિશે જ વાત કરી રહ્યાં એટલે તે દરવાજા બહાર ઊભાં રહીને સાંભળવા લાગી.
ક્રમશઃ

