Leena Patgir

Tragedy Fantasy

3  

Leena Patgir

Tragedy Fantasy

વર્ષ 2020- 2050

વર્ષ 2020- 2050

3 mins
11.9K


2050

"હેય પોપ્સ, મારે કાલે પ્રોજેક્ટ છે અને મારો વિષય છે 2020 થી 2050 સુધીમાં માનવીમાં આવેલ બદલાવો... તો તમે બોલો એટલે હું માઈન્ડમાં રેકોર્ડ કરી લઉં..." જુપિટર બોલ્યો, 

'સારુ બેટા સાંભળ, તેના પપ્પાએ કહેવાનું ચાલુ કર્યું,

2020

2020 ની શરૂઆતમાં આવેલ કોરોના વાયરસે 2020 ના અંત સુધીના ભાગમાં લગભગ અડધી દુનિયાના લોકોને લપેટમાં લઇ લીધા હતા ... દુનિયાની હાલત અત્યંત દયનિય થઇ ચૂકી હતી.... પણ 2021 ની શરૂઆતમાં જ દુનિયાના મહાન વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસથી બચવાનો ઈલાજ શોધી જ કાઢ્યો... 

ત્યારબાદ (WHO) એ ઘોષણા કરી કે વસ્તીવધારો કરવામાં આવે કારણકે પોપ્યુલેશન ગ્રોથ ખૂબજ ઘટી ગયો છે... જેથી હવે લોકો કુદરતની વિરુદ્ધ કુદરતી ની જગ્યાએ IVF ની મદદથી ટ્વિન્સ અને ટ્રિપલેટ બેબી જન્માવી રહ્યા છે...જેમાં મારો જનમ થયો હતો... 

2025

ક્રિકેટ હવે જગવિખ્યાત રમત બની ચૂકી છે... આખા વિશ્વનું ખૂબજ મોટું ક્રિકેટનું સ્ટેડિયમ આફ્રિકાના કેપટાઉનમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદી સંગઠનોએ બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યો જેમાં કરોડો લોકો મૃત્યુ પામ્યા હતા, ત્યાર પછી ક્રિકેટને રોબોટ દ્વારા રમાડતા કરી દેવામાં આવ્યા અને લોકો ઘરે બેઠા જ ક્રિકેટની મજા માણતા થઇ ગયા, એ વર્ષ અગત્યનું બની ચૂક્યું હતું કેમકે ત્યારથી જ રોબોટનો વપરાશ વધતો ગયો હતો.... 

2030

આ વર્ષમાં તો રોબોટને લોકો પોતાના ઘરે જ રાખવા લાગ્યા હતા, ગરીબી તદ્દન નાબૂદ થઇ ચૂકી હતી, જેમ 2020 માં દરેક પાસે મોબાઈલ હતો એમ 2030 માં દરેક વ્યક્તિ રોબોટ રાખવા લાગી હતી જેના લીધે લોકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધતું જતું હતું પણ લોકોને કાંઈ પરવા નહોતી... 

2035

આ વર્ષની શરૂઆતમાં કેપ્ટાન કંપનીએ ઊડતી કાર લોન્ચ કરી અને અંત સુધીમાં તો દરેક વ્યક્તિ પોતાની પાસે કાર રાખવા લાગી, હવામાં ઉડાવવાના લીધે ઘણા અકસ્માતો સર્જાયા, જેથી કરીને ઊડતી કારનું લાઇસન્સ કારની અંદર સોફ્ટવેર હતું એમાં જમા કરાવવું પડતું અને જેને ચલાવવાની વય મર્યાદા 16 વર્ષની કરી દેવામાં આવી હતી, મારે ફક્ત વર્ષની જ વાર હતી એ ઊડતી કારને માણવામાં... 

2040

આ વર્ષમાં વૈજ્ઞાનિકોએ જગતની સૌથી મહાન શોધ કરી.... મંગળ પર નહિ પણ હવે શુક્ર પર જીવન છે એવું શોધવામાં આવ્યું, મિશન વેનસનાં લીધે વેનસ પર હવે જીવન શક્ય છે એવું તાપમાન અને હવામાન થવા લાગ્યું હતું..... વેનસ પર પાણી બનાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી કેમકે ત્યાં ઓક્સિજન અને હાઇડ્રોજન ભરપૂર માત્રામાં હતા એટલે પાણી બનાવવું સરળ થઇ ગયું હતું.... 

પૈસાદાર લોકો વેનસ પર પોતાની જમીન ખરીદવા લાગ્યા હતા.... 

2045

આ વર્ષ ખૂબજ ખતરનાક સાબિત થવાનું હતું પૃથ્વીવાસીઓ માટે કારણકે પૃથ્વી ઉપર પ્રદુષણ ખૂબજ માત્રામાં વધતું જતું હતું. પ્રદુષણના લીધે પ્રશાંત મહાસાગર પર હોમોલીગ નામની ઉલ્કા પડી જેના લીધે તાપમાનમાં વધારો થવા લાગ્યો અને ઠંડા પ્રદેશો ઓગળવા લાગ્યા, જેના લીધે વૈજ્ઞાનિકોએ ઘોષણા કરી દીધી કે પૃથ્વી હવે છોડી જ દેવી પડશે... વિશ્વની વસ્તી એ વખતે 100 કરોડ જેટલી થઇ ગઈ હતી અને વેનસ પર જવા માટેની સુવિધા 1 કરોડ જ હતી.... આથી ઘરડા લોકોને પડતા મૂકીને જુવાનો અને પૈસાદાર વર્ગને પ્રાથમિકતા આપી દેવામાં આવી હતી, અને જયારે જીવ બચાવવાની વાત હોય ત્યારે માનવી કોઈની પરવા નથી કરતો.... તારા દાદાજી પણ પૃથ્વી પરજ રોકાઈ ગયા... આ જ વર્ષમાં મને તારી મમ્મી મળી અને અમે લગ્ન કરી લીધા વીંટી પહેરીને.... 

2050

અને હવે આવ્યું આપણું અત્યારનું વર્ષ તો તું જાણીજ ગયો એમ પૃથ્વી પર જીવન નાબૂદ થઇ ગયું છે અને આપણે વેનસ પર જીવી રહ્યા છીએ... એ માટે એક લોજીક એ પણ હતું કે દર વર્ષે સૂર્યથી દરેક ગ્રહ એક એક ઇંચ જેટલો ખસતો જાય છે જેના લીધે તાપમાન અને આબોહવા પણ બદલાતી જાય છે, સૌપ્રથમ મંગળ પર જીવન હતું ત્યારે પૃથ્વીનું તાપમાન અનુકૂળ નહોતું પછી પૃથ્વીનું આવ્યું અને હવે શુક્ર પર તાપમાન અનુકૂળ આવ્યું છે.... પછી મરક્યુરી પર આવશે પણ એને આવતા હજુ હજારો વર્ષ નીકળી જશે... બેટા જ્યાં સુધી બ્રહ્માંડ છે ત્યાં સુધી જીવસૃષ્ટિનું અસ્તિત્વ પણ છે અને રહેશે... તારા દાદાજી નું શું થયું હશે હું નથી જાણતો પણ તારામાં એમની જ છબી જોઈને ખુશ જરૂર થઉં છું... 

"ઓક્કે પોપ્સ, ડોન્ટ બી સેડ ! જયારે હું તમારી જગ્યાએ આવીશ તો હું પણ એમજ કરીશ .." કહેતો જુપિટર પોતાના સ્કેટરને બોલાવીને ઊડી જાય છે બહાર.... ! 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy