Vibhuti Mehta

Tragedy Others

3  

Vibhuti Mehta

Tragedy Others

વૃક્ષોની રેલમછેલ

વૃક્ષોની રેલમછેલ

2 mins
118


 એક રાત ભયાનક વાવાઝોડું આવ્યું અને હજારો વૃક્ષોની તબાહી મચાવી ગયું આ વાત છે એક હરિયાળું શહેરની ત્યાંનું વાતાવરણ એટલે જાણે કાશ્મીરનો નજારો.

શહેરથી પાંચ કિલોમીટરના અંતરે અદભૂત દરિયા કિનારો ત્યાં મા ભવાનીનું ભવ્ય મંદિર એટલે દર્શનાર્થીઓની પણ ભીડ રહે. આગળ જતાં બે કિલોમીટરના અંતરે લાઇટહાઉસ.આનો નજારો પણ રમણીય લાગે આ શહેરના લોકોને લગભગ બહાર ફરવા જવાની જરૂર જ ન પડે ! કારણ વાતવરણ અને માહોલ જ રમણીય લાગે છે.

હજાર થી ઉપર નાળિયેરીના વૃક્ષો લગભગ હશે અને બીજા તો ઘણા બધા એટલે વૃક્ષો ના કારણે શહેરનું વાતવરણ પણ ઠંડક આપે.

શહેરના લોકો પણ વૃક્ષો પ્રત્યે લાગણીઓ દર્શાવે અને દેખભાળ કરતાં હોય, આપણા ગામનું હરિયાળું વાતવરણ હોય અને અચાનક એક તબાહી સાવ વેરવિખેર કરી જાય ત્યારે અંતર આત્મા ને થોડું દુઃખ લાગે એ સ્વાભાવિક છે.

અચાનક ૧૭/૦૫/૨૦૨૧ ની સાંજે વાવાઝોડું આવી ગયું અને બધું જ રમણભમણ કરી આખય રળિયામણા ગામની તબાહી મચાવી દીધી અને લીલાં વૃક્ષોથી ભરપૂર શહેરને એક તબાહીએ ઉજજડ પ્રદેશ બનાવી દીધો આજ જોતાં જોતાં એક વર્ષ થવા આવ્યું અને આજે હું મારા શહેરમાં આવી તો અત્યારે થોડીક હરિયાળી જોવા મળી થોડોક આનંદ થયો પણ દુઃખ બહુ થાય છે કે મારું હરિયાળું શહેર ઉજજડ પ્રદેશ જેવું થઈ ગયું.

વાવાઝોડાએ આખય શહેરની રોનકને રેલમછેલ કરી નાખી અને ગલીએ ગલીએ વૃક્ષોની રેલમછેલ દેખાય છે અને શહેરની દરેક વ્યક્તિ ચિંતામાં છે કે આ શહેર ફરી પાછું કયારે હરિયાળું બનશે ? વૃક્ષો ને તુટેલા અને વિખરાયેલા જોઈ દરેક માણસ દુઃખી થાય છે. આજે પણ જે શહેરમાં કયારેય ગરમીનું તાપમાન શું છે એની ખબર ન હતી એ આજ આ વૃક્ષો પડી ગયા છે ત્યારે આખય શહેર ને આ ગરમી નો અનુભવ આજે કરાવે છે કદાચ જો વાવાઝોડું ન આવ્યું હોત તો આજ વાતવરણ ઠંડું હોત !

વૃક્ષો ને ફરી વાવવા અને ઊગવાની ઝુંબેશ અભિયાન શરૂ થયા છે અને થોડા સમયમાં ફરી મારું હરિયાળું શહેર બની જશે એવી આશા છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy