Sharad Trivedi

Drama

1.7  

Sharad Trivedi

Drama

વણકહ્યું સત્ય

વણકહ્યું સત્ય

3 mins
487


વિશ્વેશ, તમારા જીવનમાં પાંચેક વર્ષ પહેલાં બનેલી આ ઘટના છે. ત્યારે તમે શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી કરતાં હતાં. એક દિવસની વાત છે.

તમારી સાથે કામ કરતી એક મહિલાનો વૉટસ એપ પર ગુડ મોર્નિંગ નો મેસેજ આવેલો. કયારે નહીને પ્રથમ વખત એનો મેસેજ આવેલો એટલે તમે એને લાલ ગુલાબની ઈમેજ વાળો ગુડ મોર્નિંગનો મેસેજ મૂકી રીપ્લાય આપેલો.એણે તરત જ રેડ રોઝ? વૉટ મીન.. કહીને વળતો મેસેજ કરેલો. તમે તો કંઈ વિચાર્યા વગર જ રીપ્લાય આપેલો એટલે તમે એને એમ જણાવેલું કે 'અમસ્તો જ' એણે લાલ ગુલાબનો અર્થ સમજાવીને તમને કહેલું કે 'તમે મને પ્રેમ માટે પ્રપોઝ કરો છો.'તમે એને જણાવ્યું કે 'ના,એવું કંઈ નથી,મેં એવું વિચાર્યું પણ નથી.'એણે કહેલું'હા,હું ય કાંઈ કોઈ પ્રસ્તાવ મુકે તો સ્વીકારી લઉં એવી નથી. મને તમે આઈ લવ યુ ન કહેવડાવી શકો,કહેવડાવી શકો તો ટ્રાય કરો' એમ કહી એણે તમને પડકાર ફેંકેલો. આ તો પડકાર મળ્યો,પડકાર તો સ્વીકારી જ લેવો જોઈએ ને? તમે પડકાર સ્વીકારી લીધો અને સાંજ સુધી તો એને આઈ લવ યુ કહેવડાવી દીધું.એ મહિલાનું નામ હતું સીમા.

             બીજા દિવસે તમે બંને ઑફિસમાં મળ્યાં ત્યારે એણે એની અલ્લડ આંખો ઉલાળીને કોઈ ન સાંભળે એ રીતે ફરી આઈ લવ યુ કીધેલું.તમે કોઈ જવાબ આપ્યા વિના તમારી જગ્યાએ જઈને બેસી ગયેલાં.પણ એના શબ્દોએ તમારો પીછો ન છોડેલો.

                   આખો દિવસ કામમાં મન ન લાગેલું. કોણ જાણે કેમ પણ તેની મારકણી આંખો,દાડમની કળી જેવા દાંત,અણીદાર નાક,ગુલાબની પાંખડી જેવા હોઠ અચાનક તમને ગમવા લાગેલાં. હવે તો તમે એના મેસેજની રાહ પણ જોવા લાગેલા. એ તો તમારી દીવાની હતી એટલે તમારી દીવાનગીને તરત જ ઓળખી ગયેલી. તમારા દિલો દિમાગ છવાઈ જવાની એક પણ તક એણે જતી ન કરી.

તમે ઝીલેલો પડકાર તમને પ્રેમ બની પરેશાન કરવા લાગ્યો. માત્ર મજાક ખાતર તમે કરેલું સાહસ હકીકત બની ગયું.

તમારું એકબીજાને જોવું,એકબીજાને મેસેજ કરવા,એકબીજાની કાળજી લેવી સામાન્ય થઈ પડ્યું. તમને પહેલાં કરતાં દુનિયા વધારે રંગીન લાગવા માંડી.ઑફિસમાં કામને જ પ્રાધાન્ય આપનાર તમે હવે સીમાને પ્રાધાન્ય આપવા માંડ્યાં.

એક દિવસ વરસાદ વધારે હતો.ઑફિસ પુરી થઈ.એનુ એકટીવા ચાલું ન થયું. તમને એણે ગાડી લઈને મૂકવા આવવાનું જણાવ્યું. તમે એને મૂકવા ગયાં. ઘરમાં આવવા એણે તમને જણાવ્યું. ઘરે કોઈ ન હતું.એણે તમને કૉફી પી ને જવા જણાવ્યું.તમે પણ એના આગ્રહને વશ થઈ બેઠા. બહાર ધોધમાર વરસાદ ચાલું હતો.કૉફીની સાથે સાથે તમે પણ એકબીજાને પી લીધા. બહાર વરસાદ વરસતો રહ્યો.

             બીજા દિવસે ઑફિસમાં જઈ તમે તમારી બદલી માટે અરજી કરી દીધી. સીમાએ તમને એવું ન કરવા વિનંતી કરી. તમારાં બંને વચ્ચેના પ્રેમના સોગંધ આપ્યા. તમે એકના બે ન થયાં.એણે તમને ભાગેડું,વિશ્વાસધાતી અને શરીર ભૂખ્યા ગણાવી ન બોલવાના શબ્દો કહ્યાં. તમે ચૂપચાપ સાંભળી લીધાં.એનાથી વિશેષ એ કંઈ કરી શકે તેમ ન હતી.

                  ઑફિસને બીજી શાખા માટે તમારા જેવા નિષ્ઠાવાન માણસની જરૂર હતી એટલે તમારી બદલીની માંગણી મંજૂર થઈ ગઈ. તમે બદલી કરાવીને એનાથી દૂર જતાં રહ્યાં એ તમારા મતે સાચું હતું, સીમાના મતે તમે ખૂબ જ ખોટું કર્યું હતું.બંનેનો દ્રષ્ટિકોણ એક જ ઘટના માટે જૂદો હતો.વિશ્વેશ તમારી આટલી કહાની પરથી તો તમે ખોટાં છો એમ બધાને લાગશે,પણ હકીકત કંઈ જૂદી જ છે.

                    જે દિવસે તમે એના ઘરે ગયેલાં એ દિવસે સાંજે તમારા મેડીકલ ચેક અપના રીપોર્ટ આવેલાં. એમાં તમને આંતરડાનું કેન્સર હોવાનું નિદાન થયેલું. તમે જાણતાં હતાં કે સીમા વિધવા છે અને એકાકી જીવન વ્યતિત કરે છે,એટલે તમે એના જીવનને રંગીન બનાવવા માંગતા હતાં પણ મેડીકલ ચેક અપના રીપોર્ટ કહેતાં હતાં કે તમે એના જીવનને રંગીન નહી બનાવી શકો એટલે તમે એના જીવનમાંથી ખસી ગયાં. તમે એને દુઃખી જોવા પણ ન હોતાં માંગતાં એટલે તમારી બિમારીની વાત પણ સીમાને ન કરી. એ તરસી હતી પણ તમે એના માટે પરબ બની શકો તેમ ન હતા,

                    ઘણી વખત જે દેખાય છે એ સાચું નથી હોતું,વિશ્વેશ. સીમાને આ કોણ સમજાવશે?!?Rate this content
Log in

Similar gujarati story from Drama