વિથ અ ફેસબૂક - 4
વિથ અ ફેસબૂક - 4
( આપણે આગળ ના ભાગમાં જોયું કે વિશ્વા અને સ્નેહા ને તેમનાં બોસ ઓફિસમાં બોલાવે છે........હવે આગળ.....)
સ્નેહા : 'બુલાવા આ ગયા, ખબર નય હવે શું નવું કરશે...!!'
વિશ્વા : ' નક્કી કંઈક શોક આપશે હમણાં જોજે.....'
સ્નેહા : ' હા, ચાલ જઈએ તો ખરા....'
( ઓફિસ માં.....)
મિ. અગ્રવાલ ( બોસ) : ' વિશ્વા અને સ્નેહા તમને તો ખબર જ હશે કે આવતાં મહિને આપણી કંપનીની અત્યાર સુધીની પ્રોગ્રેસ નો રિપોર્ટ મેઈન ઓફિસ એટલે કે આપણાં નવાં કંપનીનાં માલિક ને આપવાનો છે..'
સ્નેહા : ' યસ સર..'
મિ. અગ્રવાલ : ' ગુડ. તો તમે બંને આ રિપોર્ટ પ્રેઝેન્ટ કરવા અને તેની રિસર્ચ
માટે બે મહિના માટે આવતા અઠવાડિયાથી મેઈન બ્રાન્ચ વડોદરા જઈ રહ્યાં છો .....!'
વિશ્વા : ' બટ, સર આ માટે તો રોહન સર જવાનાં હતાં ને....?'
મિ. અગ્રવાલ : ' હા, પણ હવે મારી ઈચ્છા છે કે તમે જાવ.....કોઈ પ્રોબ્લમ
છે... ?'
સ્નેહા : ' નો સર....'.
મિ.અગ્રવાલ : ' તમે આજ થી જ કામ શરૂ કરી શકો.... યૂ કેન ગો નાવ..'
સ્નેહા અને વિશ્વા બહાર આવે છે. લંચ ટાઈમ થઈ ગયો હોવાથી બંને કેન્ટીનમાં બેસીને જ વાત કરે છે....
સ્નેહા : ' થય ગયું ને કલ્યાણ.......જોયું ??'
વિશ્વા : ' હા, યાર...પણ હવે જવું તો પડશે જ ને....!!'.
સ્નેહા : ' જવામાં તો કયાં વાંધો જ છે .... રિપોર્ટ પણ બનાવી લઈશું...પણ..'
વિશ્વા : ' પણ....શું...?'
સ્નેહા : ' તને ખબર છે આ જે નવો મેઈન બોસ આપણો હજી એક વર્ષ પે'લા
જ આવ્યો છો એના પિતાશ્રી રીટાયર થયા પછી....'
વિશ્વા : ' હા , તો એમાં આપણે શું...?'
સ્નેહા : ' એ શું વાળી.... ખડુસ માણસ છે અવ્વલ દરજ્જા નો.. રિપોર્ટ
આપનાર અને રિસર્ચ વાલા ને તો એનાં સવાલો થી જ ચૂપ કરાવી
દે છે અને જો જરા પણ ભૂલ થઈ ને તો નોકરી ગય માની જ લેવાનું......'
વિશ્વા : ' જોઈશ હવે..બીજું તો કંઈ થાય એમ નથી...'
સ્નેહા : ' હા..અને તું કે મિ. શાયર નું શું થયું....?'
વિશ્વા :' કંઈ નય એનું નામ સમીર છે....'
સ્નેહા : ' સરસ ચાલો નામ તો છે ખરું.....'
વિશ્વા : ' હા..હવે કામ ચાલું કરીએ...?'
સ્નેહા : ' હા , ચાલ....'
વિશ્વા અને સ્નેહા પોતાના કામ પર લાગી જાય છે.... અત્યાર સુધીમાં સમીર અને વિશ્વા લગભગ સારા ફ્રેન્ડ તો કહી જ શકાય......
રાતે વિશ્વા ફોન લઈ ને બેસે છે ...થોડી વાર પછી જ મેસેજ આવે છે...
સમીર : ' હાઈ..'
વિશ્વા : ' હાઈ..
સમીર : ' હું વિચારતો હતો આપણે એક અઠવાડિયાથી વાત કરીએ છીએ
પણ તમે હજું સુધી કીધું જ નહિ કે તમે કામ શું કરો છો...?'
વિશ્વા : ' કીધું તો તમે પણ નથી...'
સમીર : ' હું તો કવિતા લખું છું...'.
વિશ્વા : ' તો હું કવિતા વાચું છું. ...'
સમીર : ' વાહ....!'
વિશ્વા : ' હવે કંઈક જાણવું હોય તો કંઈક કહેવું પણ પડે ને ફ્રિ માં તો કંઈ ન થાય...!!'
સમીર : ' હા.... જરૂર પણ તમારાં વિશે મારે વધારે જાણવાની હવે જરૂર
નથી કદાચ તો....
વિશ્વા : ' અર્થાત્ તમને ખબર છે બધી.....?
સમીર : ' એમ જ સમજી લ્યો...!
વિશ્વા ને આશ્ચર્ય થાય છે... કેમ કે તેને આજ સુધી ક્યારેય પોતાનાં વિશે તો કંઈ કહ્યું જ નોહતુ.....તો પછી ....!!
સમીર : ' અરે.. વધું ના વિચારો...તમારી વાતો પર થી લાગે છે માર્કેટિંગ ના
સેક્ટર માં હશો એમ....!!'
વિશ્વા ને રાહત થાય છે : ' ઓહ....!!!
સમીર : હા, તમે શું સમજ્યા...??'
વિશ્વા : ' કંઈ નય... ગુડ નાઈટ નહિતર સવારે મોડું થઈ જશે...'
સમીર : ' ગુડ નાઈટ.... મળીએ જલ્દી....!!!
વિશ્વા : ' મળીએ...???'
સમીર : ' ઓનલાઈન....!!!'
વિશ્વા : ' હા...'
વિશ્વાને હવે સમીરનું વર્તન થોડું અજીબ લાગવા લાગે છે પણ તે પોતાનાં વિચારો ને વિરામ આપી ને સ્નેહા ને વાત કરશે આવું વિચારીને સૂઈ જાય છે.
મળીશું હવે આવતાં સોમવારે.

