વિથ અ ફેસબૂક - 3
વિથ અ ફેસબૂક - 3
( આગળનાં ભાગમાં આપણે જોયું કે વિશ્વા મી. શાયર સાથે વાત કરે છે.
પરંતુ, મી. શાયર તેનું નામ નથી કહેતા....)
વિશ્વા પોતાના કામ માં વ્યસ્ત થઈ જાય છે.અને મી. શાયર વિશે ભૂલી જાય છે. રાતે સુતી વખતે પણ તે ફોન ચેક કરતી નથી.
ફરી પાછું રોજનું એ જ રૂટિન ચાલુ થઈ જાય છે..આજે વિશ્વા ને ઉઠવામાં થોડું મોડું થઈ જાય છે. ફટાફટ તે ચા બનાવે છે, નાસ્તા માટે તો સમય જ ન હતો.!!. જલ્દી જલ્દી ચા પીતા પીતા તે ફોન જોવે છે ત્યાં જ ફેસબુક માં પોસ્ટ દેખાય છે..
" લાગણીઓની લોકશાહી બેનમૂન હતી...
કારણ કે, ત્યાં સંસદ અને ચૂંટણીઓ ન હતી..."
હજું તો વિશ્વા લાઈક કે કોમેન્ટ કરે એ પહેલાં જ સ્નેહાનો કોલ આવી જાય છે.
સ્નેહા : ' અરે.. ઓ. કયાં છે તું ? હજું ફોન માં જ લાગેલી તો નથી ને..?
ખબર પડે કે નઈ તને.. ટાઈમ તો જો..'
વિશ્વા : ' હા, હા કેટલાં સવાલ પણ ... આવું જ છું બસ...'
સ્નેહા : ' જલ્દી.. મીટીંગ બસ 10 જ મિનિટ માં ચાલુ થશે.'
વિશ્વા : ' હા , હમણાં જ પહોંચું..'
વિશ્વા ને મીટીંગ અને તેનાં કામમાં જ આખો દિવસ નીકળી જાય છે. રાતે સુવા ટાઈમે એ ફોન જોવે છે. તેમાં મેસેજ જોઇ ને રિપ્લાય કરે છે.
મી. શાયર: ' હાઈ, મિસ.વિશ્વા..
' જવાબ નથી આપતાં લાગે છે નામ નથી કીધું એટલે..'
' પોસ્ટ માં લાઈક પણ ના કરી આજે..!!'
વિશ્વા : ' મી. શાયર આ દુનિયામાં રહેવા માટે કામ પણ કરવું પડે..થોડું વધારે કામ હતું એટલે આજે..હવે આખો દિવસ તમારી જેમ ફેસબુક માં તો ના જ રહેવાય ને..!!'.
મી. શાયર: ' એટલે તમને એવું લાગે છે કે મારી પાસે કંઈ કામ નથી.??'
વિશ્વા : '. ના..ના..મારો અર્થ એવો તો ન હતો.'
મી. શાયર: ' અરે.. અરે.હું તો મજાક કરું છું.'
' ચાલો , આજે તમારી વાત પણ માની જ લઈએ.'
વિશ્વા : ' કંઈ વાત ..??'
મી. શાયર: ' જેના કારણે તમે મેસેજ કરેલો.. બાય ધ વે. સમીર..
નામ તો સુના હી હોગા..!'
વિશ્વા : ' હા, હવા કા ઝોકા.'
સમીર : ' હવે એ તો જેને જે સમજાય એ....પણ હા, હવે આનાથી વધારે હું તમને કંઈ પણ ના જણાવી શકુ.'
વિશ્વા : ' ઓકે..વધારે મારે જાણવું પણ નથી..'
સમીર : 'ગુડ..'
વિશ્વા : ' ચાલો, ત્યારે.. ગુડ નાઈટ..કાલે મારે લેટ થઈ જશે નહિતર..'
સમીર : ' હા વર્ક ફર્સ્ટ ગુડ નાઈટ '.
જયારે વિશ્વા ઓફિસ જાય છે ત્યારે પ્યુન આવી ને કહે છે કે તમને અને સ્નેહા મેડમને સર બોલાવે છે.. બંને બોસની ઓફિસમાં જાય છે.
ક્રમશઃ

