STORYMIRROR

Jyoti Gohil

Romance Others

4  

Jyoti Gohil

Romance Others

વિથ અ ફેસબૂક - 2

વિથ અ ફેસબૂક - 2

3 mins
218

( આગળ ના ભાગ માં આપડે જોયું કે સ્નેહા મી. શાયરનું નામ જાણવા માટે વિશ્વા ને મેસેજ કરવાનું કહે છે....)

હવે, વિશ્વા વિચારે છે કે એક અજાણી વ્યક્તિ ને કેવી રીતે મેસેજ કરે..

સ્નેહા : " શું વિચારે છે.. એટલું બધું ?".

વિશ્વા : " કંઈ નહીં. પણ આ મેસેજ.... થોડું વધી ના જાય.....?"

સ્નેહા : " શું તું પણ યાર... તારે ખાલી મેસેજ કરવાનો છે. એ પણ ખાલી નામ

             પૂછવા માટે નહીં કે લગ્ન કરવા માટે..."

વિશ્વા : " આજ કાલ તું થોડી દોઢી વધારે થઈ હોય એવું નથી લાગતું."

સ્નેહા : " હા આ જ તો આપણું ટેલેન્ટ છે...બસ જો ઘમંડ નથી કર્યો કયારે

            પણ..."

વિશ્વા : " ધન્ય તમને અને તારા ટેલેન્ટને દેવી જી..."

સ્નેહા : " બસ...બસ..હવે મેસેજ કરીને નામ પૂછી લેજે.

વિશ્વા : " હા."

   વિશ્વા પોતાનું કામ પતાવી ને ઘરે આવે છે. બીજા દિવસે રવિવાર હોવાથી જલ્દી ઉઠવાની કોઈ સમસ્યા જ નથી. સવારે ૮ વાગ્યે ઊઠીને વિશ્વા ફોન જુએ છે.

 " મારો તો સ્વભાવ હતો દૂધમાં સાકરની જેમ ભળી જવાનો,

  તમને ડાયબિટીસ હતી એમાં મારો શું વાંક.."

        આજની આ પોસ્ટ જોઈ ને વિશ્વા ને સ્નેહા કીધેલી મેસેજ કરવાની વાત યાદ આવી ગઈ. થોડું વિચારીને વિશ્વા મેસેજ કરી જ દે છે..

વિશ્વા : " હાઈ, મી. શાયર..."

      વિશ્વાને લાગતું ન હતું કે રિપ્લાય આવશે. થોડી વાર પછી તે ફોન મૂકી પોતાનું કામ કરવા લાગી. આમ પણ અજાણ્યા મેસેજ ને કોણ રિપ્લાય આપવાનું..! બપોરે જમ્યા પછી વિશ્વા ના ફોનમાં નોટીફિકેશન આવે છે. વિશ્વા લેપટોપ બાજુમાં મૂકી ફોન ચેક કરે છે...મી. શાયર નો જ મેસેજ આવેલો હોય છે..

મી. શાયર : " હાઈ વિશ્વા......આઈ નો યુ?

વિશ્વા : " ના. આ તો તમારું નામ જાણવાની ઈચ્છા થઈ એટલે મેસેજ કર્યો.."

મી. શાયર : "ઓહ, એવું....પણ નામ જાણી ને શું કરશો..?

વિશ્વા : " કરીશ તો કંઈ નહીં... પણ એટલું સરસ લખો છો તો થયું કે તમારું નામ શું

             હશે......બસ એટલે જ...."

મી. શાયર : " અરે, મોહતરમાં... નામ મે કયાં રખ્ખા ‌હૈ...?

વિશ્વા : " આહાહા....તો શું આધાર કાર્ડ માં પણ મી. શાયર જ લખ્યું

             છે..?"

મી. શાયર : " અત્યારે તો એમ જ સમજી લો."

વિશ્વા : " ઓહ કે જો તમારે ના નામ કહેવું હોય તો...!!"

મી. શાયર : " અરે, મિસ. વિશ્વા લાગે છે તમને ખોટું લાગી ગયું...?"

વિશ્વા : " ના , એમાં શું ખોટું લાગે.."

મી. શાયર : " તો ચાલો, હવે અમારાં ફેન ને નામ જાણવું જ છે તો જરૂર

                        કહીશું.."

વિશ્વા : " ફેન....?"

મી. શાયર : " હવે , રોજ પોસ્ટ લાઈક કરો છો.. તો ફેન જ કહેવાય ને..!"

વિશ્વા : " થોડાં વધારે ફાસ્ટ નીકળ્યાં તમે તો...."

મી. શાયર : " જમાના પ્રમાણે ચાલવું તો પડે ને મેડમ..?"

વિશ્વા : " હા..."

મી. શાયર : " નામ‌ તો જરૂર કહીશું...! પર પેહલે થોડી જાન પેહચાન તો

                       બઢાલે......"

વિશ્વા : " રંગીન મિજાજ ના લાગો છો...."

મી. શાયર : " એ તો તમે જેવું વિચારો એમ...."

વિશ્વા : " લાગે છે તમે થોડાં વધારે પડતાં જ ફ્રી છો... પણ મારે કામ છે..

મી. શાયર : " હા, તો‌ ચાલો..પછી ક્યારેક વાત કરીશું....."

વિશ્વા : " ઓકે.."

          વિશ્વા વિચારે છે કે કેવો માણસ છે....નામ તો કીધું જ નહીં.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance