વિથ અ ફેસબૂક - 1
વિથ અ ફેસબૂક - 1
ફેસબૂક નામ સાંભળતાં જ આપણને સોશીયલ મીડિયાનો ખજાનો યાદ આવી જાય. તો ચાલો આજે આવી જ એક વાર્તાની સફરની શરૂઆત કરીએ........હવે આ સફર કયાં સુધી ચાલશે એ તો મને પણ ખબર નથી...... પણ એક વાર શરૂઆત તો કરીએ..........
" જિંદગીના આ સફરમાં
મુશ્કેલીની કોઈ કમી નથી.....
પણ જો તું મળે ને તો ,
એમની કોઈ કદર નથી........"
સવારમાં ફેસબુક પર આ પોસ્ટ જોતાં જ વિશ્વા તેને લાઈક કરે છે. આ તો તેનો રોજ નો ક્રમ હતો. સવાર માં ઊઠીને ને પે'લા આ પેજ ની પોસ્ટ જોવાની અને લાઈક કરવાની. મી.શાયર ના નામે આ પેજ હતું એડમીન આજ કોણ છે તેનું અસલી નામ કહ્યું ન હતું....
વિશ્વા એટલે વિશ્વા દેસાઈ. રંગીલા ગણાતાં રાજકોટ શહેરમાંથી આવી ને અમદાવાદમાં એક મોટી કંપનીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે. ૨૪ વર્ષની ઉંમરમાં જ એટલી સારી જોબ મળતાં વિશ્વા અમદાવાદમાં એકલી જ રહેતી. જ્યારે પણ સમય મળે ત્યારે થોડાં દિવસ રાજકોટ રહી આવતી.
વિશ્વા રોજ વિચારતી કે આ મી. શાયર છે કોણ ? એટલું સરસ લખે છે તો પણ છોકરીની જેમ ઓળખાણ સંતાડીને રાખે છે...... વિશ્વા ને પોતાની જ વાત પર હસવું આવે છે. જે હોય તે મારે શું.. ?? તૈયાર થઈ ને વિશ્વા ઓફિસ પહોંચે છે.જયાં તેની સાથે કામ કરતી અને તેની ખાસ દોસ્ત સ્નેહા તેની કેબિનમાં તેની વાટ જોતી હોય છે...
સ્નેહા : " આવો, મેડમ. થોડાં વહેલાં પધારો તો તમારું કંઈ જાય ખરું..?"
વિશ્વા : " તમે ટાઈમ પર આવો તો તમારું કંઈ જાય ખરું..?"
સ્નેહા : " બસ કર હા, બહુ દોઢી ના થઈશ હવે. હવે આ જ તો થોડો ટાઈમ
મળે છે વાત કરવાનો એમાં પણ તું........"
વિશ્વા : " હવે જો તું ૫ મિનિટ માં તારી કેબિનમાં ન ગઈ ને તો આપણને રોજ
વાતો કરવાનો કાયદેસર ટાઈમ મળી જશે...."
સ્નેહા : " હે..... કેમ ??"
વિશ્વા : " સામે જો બોસ આવે છે..."
સ્નેહા : " હા, ચાલ લંચ બ્રેકમાં મળીએ......."
વિશ્વા હસીને પોતાનાં કામમાં જોડાય છે.સવારે ૧૦ થી સાંજે ૭ રોજ નો ટાઈમ હતો વિશ્વા નો પોતાનાં કામ માટે. લંચ બ્રેકમાં કેન્ટીનમાં એ સ્નેહા ને મળે છે...
સ્નેહા : " શું કરે છે ફોન માં શાંતિથી જમી તો લે પે'લા."
વિશ્વા : " હા, આ જો .. સ્નેહા પોસ્ટ વાંચે છે... સરસ છે ને...?"
સ્નેહા : " સરસ તો છે પણ છે કોણ ?"
વિશ્વા : " એ જ તો નથી ખબર યાર... આ મી. શાયર છે કોણ....?"
સ્નેહા : " એક કામ કર , મેસેજ કરી લે ને....."
વિશ્વા : " પણ એક અજાણી વ્યક્તિ ને....?"
ક્રમશ :
( આગળ જોઈશું કે આ મી. શાયર છે કોણ......?)

