Kalpesh Patel

Drama Inspirational

4.9  

Kalpesh Patel

Drama Inspirational

વિશેષ

વિશેષ

5 mins
3.3K


સુશિલા અને તેનો પતિ સુનિલ એક રૂમના ભાડાના મકાનમાં રહેતા હતાં. સુનિલ શાળામાં ચિત્રકામના શિક્ષક તરીકે નોકરી કરતો હતો અને સુશિલા છૂટક હાથ બનાવટની વસ્તુઓ બનાવી વેચતી હતી. તેઓની આવક સીમિત હોવાથી કારકસરથી રહેતા હતાં. સુનિલ સરળ જિંદગી જીવનથી સંતોષી હતો ત્યારે સુશિલાને હમેશા જિંદગીમાં ઓછપ લાગતી હોવાથી દુ:ખી થઈ જીવતી.તેને ક્યારેક પોતાની નાની બહેનની જાહોજલાલીથી આ એક રૂમના ભાડાના મકાનમાં રહેવાથી નાનપ લગતી હોવાથી સુનિલથી નારાજ રહેતી હતી.

 એક દિવસે સુશિલાના ભાઈએ તેને ત્યાં પોતાના નવા બંગલાના ઉદ્ઘાટન પ્રસંગે તેની બહેન સુશિલા અને બનેવી સુનિલને તેડાવ્યા હતાં. આમંત્રણ આવ્યું ત્યારથી સુશિલા ચિડાયેલી હતી. તે સુનિલને કહેતી રહેવા'દે આપણે નથી જવું, તે પૈસા વાળાના ઝમેલામાં. સુશિલાનો ભાઈ પૈસાવાળો હતો અને તેને ત્યાં પ્રસંગે શહેરમાથી ઘણા મોટા નામાંકિત વ્યક્તિઓ આવવાના હતાં અને પોતાની પાસે સારા કપડાં કે પહેરવાના દાગીના ન હોવાથી સુશીલા પ્રસંગમાં જવાનું ટાળતી હતી.

 સુનિલને તો એમ હતું કે સુશિલાને તેને ભાઈને ઘેર જવા મળશે એટલે તે ખુશ થશે. પણ અંહી મામલો ઊલટો હતો. સુશિલાએ ઉત્સાહિત થવાને બદલે, ખાવાનું છોડી અને રડવાનું શરૂ કર્યું. તેણે આવા ભાઈના ઘરના મોટા પ્રસંગે જવામાટે તેની પાસે સારી સાડી, દાગીના કે સેન્ડલ નહતાં. તે ઈચ્છતી હતી કે ભાઈને ત્યાં જઈને ટીકાનું પત્ર નથી બનવું, સિવાય કે પ્રસંગને અનુરૂપ તેના વખાણ થાય તેવા ડ્રેસ અને જ્વેલરી હોય, જેથી તેની ખૂબ સુરતીના વખાણ થાય. ટૂંકમાં તે પાર્ટીમાં જઈ છવાઈ જવા માંગતી હતી. આખરે સુનિલે નમતું જોખી તેને નવું સ્કૂટર ખરીદવા માટે કરેલી બચતમાંથી પાંચ હજાર રૂપિયા સુશિલાને તેણે ગમતા કપડાં અને સેન્ડલ ખરીદવા માટે આપ્યા.

સુશિલા તરત બઝારમાં ગઈ સાડી અને સેન્ડલ ખરીદ્યા, હવે તેની પાસે પાંચ હજાર રૂપિયામાંથી હવે ફક્ત પાંચસો રૂપિયા બચેલા અને હજી સાડી ઉપર પહેરવાના દાગીના ન હોવાથી તે મુઝવણ અનુભવતી હતી. ખુલ્લી ડોકે ગમે તેવી મોંઘી સાડી નો શું મતલબ?. 

વિતતા સમયે પાર્ટીની સાંજ આવી ગઈ, સુનિલને તેની પત્ની ફરી ચિંતાતુર દેખાઈ. તે અસ્વસ્થ હતી કારણ કે તેને લાગતું હતું કે તેની પાસે નવી સાડી સાથે પહેરવા કોઈ દાગીના નથી. સુનિલ, સુશિલાને કહે છે, તું પોતે એક રંગૂનના માણેકથી કમ સુંદર નથી,તારી સુંદરતાના નિખાર માટે કોઈ આભૂષણોની જરૂર નથી, ત્યારે સુશિલા કહે છે, તેની નાની બેન નવો હીરાનો હાર પહેરી આવવાની છે. અને તેની સાથે સરખામણી માં પોતાનું નીચું દેખશે,તે તેનાથી સહન નહીં થાય. સુનિલ એક શિક્ષક હતો અને તે જાણતો હતો કે હઠીલા વિદ્યાર્થી પાસે કેવીરીતે કામ લેવું, તેણે કહ્યું, પાર્ટીમાં ચલ ત્યાં થઈ પડશે, તારૂ માન અને મોભો જળવાશે, તેની જવાબદારી મારી, તું ચિંતા ન કર. એમ કહી તેણે સુશિલાના ભાઈ ભાભીને આપવા માટે પોતે બનાવેલું તેઓનું સરસ યુગ્મ પેંટિંગને પેકિગ કરી, સુશીલાને ઝડપી તૈયાર થવા કીધું.

સુશીલા, સુનીલથી નારાજ હતી, પણ નામ પ્રમાણે સુશિલ હતી,તેણે સુનિલ ઉપર ભરોશો રાખી નવી સાડી અને તેની ઉપર રૂરલ હેંડી-ક્રાફ્ટનો પોતે બનાવેલ નેકલેસ પહેરી તૈયાર થઈ આવી ત્યારે,સુનિલ તેની સુંદરતાથી મોહિત થઈ ગયો. અને આખરે તેઓ તેમન મોપેડ ઉપર જ્યારે સુશીલાના ભાઈને ત્યાં પહોચ્યા ત્યારે ભાઈના નવા બંગલામાં પાર્ટી ચાલુ થઈ હતી.

 પાર્ટીમાં સુશિલાની નાની બહેન પાર્ટીમાં ખૂબ એન્જોય કરીને. તે દરેકનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી મોજથી ફરતી હતી. અને તે શેખી મારતી બધાને તેના હીરાના હાર વિષે ચડાવીને વખાણ કરે જતી હતી. સુશીલા ભાઈને ત્યાં શહેરના મોટા વેપારીઓ અને જવેરી પણ આવેલા, તે સુશીલાની નાની બહેનની અજીબ હરકતથી આવાક થઈ ચૂપ રહેલા હતાં. બધા લોકો એ સુશિલાના ભાઈને મોઘી દાટ ભેટ સોગાત આપી દીધેલી હતી.તેનો ખડકલો દીવાન ખંડમાં હતો. ત્યાં સુશિલાનો ભાઈ સુનિલ પાસે આવ્યો અને મોટેથી પૂછ્યું, બનેવિજી તમારા તરફથી મારી ભેટ ક્યાં.?સુશીલા અને સુનિલ મુંજાઈ ગયા, સુનિલ હવે લાગ્યું કે, સુશીલા ખરું કહેતી હતી, અહી પાર્ટીમાં ન આવ્યા હોત તો સારું થાત. સુનિલ મોઘી ભેટમાં પેંટિંગની ભેટ આપતા નાનમ અનુભતો હતો. પણ હવે કોઈ આરો ન હોવાથી આખરે તેણે શરમ અનુભવતા પોતે લાવેલું પેંટિંગ સુશિલાના ભાઈને આપ્યું. ત્યારે સુશિલાની નાની બહેન લટકતી ચાલે આવી ભાઈને કહે "ભાઈ મોટી બહેનની ભેટ "વિશેષ" ભેટ લાગે છે" એટ્લે તેઓએ છેલ્લી આપેલી છે, "ભાઈ તેમનું પેકેટ ખોલો અને અમને તો બતાવો ભેટ માં તમે મોટીબેનથી શું મેળવ્યુ !

"સુશિલા"ના ભાઈએ તેની નાની બેનને દાદ ન આપી. પણ નાની બહેને ભાભીને ચાવી મારી તૈયાર કરેલા હોવાથી, ભાઈને જાહેરાત કરવી પડી કે "મારી મોટી બહેન મારા માટે વિશેષ છે, મારા ઘડતરમાં તેઓનો ફાળો મોટો છે, તેઓએ મને આપેલી ભેટનું હું અનાવરણ કરી રહ્યો છું કહેતા સુનિલે બનાવેલ તેનું અને તેની પત્નીનું યુગ્મ પેંટિંગ ટેબલ ઉપર રાખ્યું ત્યારે,સુશીલા અને સુનિલ જેને વાસ્તવમાં મામૂલી ભેટ સમજતા હતાં તે લોકોની ચર્ચાનો વિષય બની ગઈ. બધા ટોળે વળી તે પેઈન્ટિંગને ઘેરી સુનિલની કળાના કરતાં હતાં. શહેરના મોટા ઝવેરી જગજીવન દાસે પેટિંગ પાસે આવીને સુશિલાના ભાઈ ભાભીના યુગ્મ પેઈટિંગમાં ભાભીના ગાળામાં જે નેકલેસ દોરેલો હતો તે જોઈ તેની ડિઝાઇન ઉપર વારી ગયા, અને સુશિલાના ભાઈને કહે,આ પેઈન્ટિંગ આવતી કાલથી મારા શો રૂમ માટે લઈ જવા માંગુ છે અને તેના બદલામાં પેઈન્ટિંગમાં દોરેલો છે તેવોજ હાર મારા તરફથી તમારી બહેન ને ભેટ આપવા માંગુ છું, અને હા પણ તે હાર આ તમાંરી નાની બહેને પહેરેલા હાર જેવો "નકલી હીરાનો" નહીં પણ "વિશેષ" હશે.

એકજ પળમાં ક્યાથી ક્યાં વાત પહોચી ગઈ,સુશીલા તો સુનિલ ઉપર વારી ગઈ, તે સુનિલને ભેટી પડતાં બોલી ના જગજીવનજી હું પહેલેથીજ મોટી ભેટ મેળવી ચૂકી છું. મારે તેનાથી "વિશેષ" કઇ ન ખપે  મારી પાસે સુનિલ છે, તે ઘણું છે,કહેતા તે સુનિલને વળગી પડી.

મોડીરાત્રે સુશીલા અને સુનિલ મોપેડ ઉપર પાછા પોતાના ભાડાના મકાને જતાં હતાં ત્યારે સુશીલા બેહદ ખુશ હતી. તેને અસલ શાન શું છે તેની બરાબર ખબર પડી ગઈ હતી. હવે તેણે જિંદગીમાં કોઈ ફરિયાદ નહતી. સુનિલ પણ સુશીલાના બદલાયેલા રૂપથી ખુશ હતો.

 ત્રીજે દિવસે સુશીલા બજારથી ઘેર આવી ત્યારે, એક લાંબી ગાડી તેના મહોલ્લામાં ઊભી હતી, એક અછડતી નજર ગાડી ઉપર નાંખી તે પોતાના બ્લોકમાં જતી હતી ત્યારે તે ગાડીનો દરવાજો ખૂલ્યો અને જોયું તો તે જગજીવન ઝવેરીજી હતાં તેઓના હાથમાં જ્વેલરી અને મીઠાઈનું બોક્સ હતું અને પાછળ ડ્રાઈવર ફળની ટોપલી લઈ ઊભો હતો, તેઓ સુશિલાની પાછળ આવ્યા અને તેના બ્લોકમાં આવી જગજીવન શેઠે પોતાના વાયદા મુજબ કિંમતી હાર સુશિલાને સુપરત કરી, કહ્યું કે આવતી કાલથી સુનિલને તેમના શો રૂમમાં જ્વેલરી ડીઝાઈનરની પોસ્ટ ઉપર નિમણૂક કરેલી છે. મહિને પચીસ હજાર પગાર અને રહેવા માતે વાલ્કેશ્વરમાં ફ્લેટ અને નવું સ્કૂટર પણ મળશે. હવે સુનિલને તેની "વિશેષ" કળા સ્કૂલના બાળકો વચ્ચે વેડફવાની જરૂર નથી. જગજીવન ઝવેરી બોલ્યા હીરાની પરખ ઝવેરી જ કરે,સુનિલ મારા માટે હીરાથી પણ વિશેષ છે. અને આ નીલમનો હાર એ સુનિલનું જોઈનિંગ બોનસ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama