Rahul Makwana

Drama Fantasy

4  

Rahul Makwana

Drama Fantasy

વિન્ટર વેલી

વિન્ટર વેલી

5 mins
498


કોની કિસ્મત ક્યારે ચમકી જાય તેનાં વિશે કહેવું કે જણાવાવું હાલ ખૂબ જ કપરું કાર્ય છે. ઈશ્વર ક્યારે કોની કિસ્મત ચમકાવી દે તે પણ એક કૃતજ્ઞતાનો વિષય છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિની કિસ્મત આમ એકાએક ચમકી જાય છે, તેને જોઈને આજુબાજુનાં લોકો તો ઠીક પરંતુ એ વ્યક્તિ પણ ખુદ અચંબિત થઈ જતો હોય છે.

સમય : સવારનાં 11 કલાક.

સ્થળ : જે.જે. કોર્પોરેટ, વિન્ટર વેલી, કેનેડા.

કેનેડામાં હાલ ઠંડીનું પ્રમાણ થોડું વધુ હતું, જે કેનેડિયન માટે તો કોઈ નવાઈની વાત ના કહી શકાય, પરંતુ ત્યાં કેનેડા નવા નવા સ્થાયી થયેલાં ભારતીય લોકો માટે તો આ એક નવાઈ ચોક્કસ ગણી શકાય. આ પરિસ્થિતિ તે લોકો માટે જેટલી નવાઈ ભરેલી તો હતી, એટલી જ પડકારજનક પણ હતી.

આવી ગુલાબી ઠંડીમાં એક ભારતીય યુવક કે જેનું નામ જીગ્નેશ જોશી હતું, તે આવી ઠંડીમાં બને બાજુએ બરફ છવાયેલ ગલીઓને ચીરતાં ચીરતાં આગળ વધી રહ્યો હતો. આજુબાજુમાં ઊભેલાં બધાં કેનેડિયન લોકો તેને વિસ્મયતા અને અચરજ સાથે જોઈ રહ્યાં હતાં જેનું એકમાત્ર કારણ હતું જીગ્નેશનો પહેરવેશ અને દેખાવ.

 જીગ્નેશનાં પહેરવેશ અને રંગ પરથી એટલો તો ખ્યાલ આવી રહ્યો હતો કે તે ચોક્ક્સ ભારતીય જ હશે. તેનાં વિશાળ કપાળ પર કંકુથી ગોળ ચાંદલો કરેલ હતો, શંકર ભગવાનનો જેને અંશ માનવામાં આવે છે તે રુદ્રાક્ષની માળા જીગ્નેશનાં ગળા અને કાંડાની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. તેનાં હાથમાં કાંડાની આગળ "ૐ" એવું ટેટુ કોતરાવેલ હતું, હાથમાં એક ખભે બેગ હાથમાં એક થેલી લટકાવેલ હતી. વિન્ટર વેલી, કેનેડામાં આજે જાણે પૂરેપૂરી ભારતીય સંસ્કૃતિ જીગ્નેશનાં રૂપે ઉતરી આવી હોય તેવું ત્યાં ઉભેલાં બધાં કેનેડિયન લોકો અનુભવી રહ્યાં હતાં. 

બરાબર એ જ સમયે જીગ્નેશની નજર વિન્ટર વેલીનાં રસ્તાની બાજુમાં ઉભેલ એક કેનેડિયન પર પડે છે. આથી જીગ્નેશ તે કેનેડિયનની નજીક જઈને પૂછે છે કે.

"એક્સ્ક્યુઝમી ! જેન્ટલમેન...ફૂડ યુ ટેલ મી અબાઉટ ધીસ એડ્રેસ ?" જીગ્નેશ પોતાનાં હાથમાં રહેલ વિજીટિંગ કાર્ડ પેલાં કેનેડિયનને બતાવતાં પૂછે છે.

વર્ષો પહેલાં શિગાકોમાં ભરાયેલ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ દ્વારા બોલાયેલાં શબ્દો.."ટુ ઓલ માય બ્રધર એન્ડ સિસ્ટર" વાક્ય જેવી રીતે વિદેશીઓનાં હૃદયને સ્પર્શી ગયેલ હતું, તેવી જ રીતે જીગ્નેશ દ્વારા કરાયેલ સંબોધન સાંભળીને પેલાં કેનેડિયન કે જેનું નામ સ્મિથ હતું, તેનું હૃદય પીગળી ગયું...તેનાં મનમાં એક જ પ્રશ્ન વારંવાર ઉદભવી રહ્યો હતો કે, "ભારતીય લોકો આટલાં વિનમ્ર કેવી રીતે હોય છે.

"યા ! ઓફકોર્સ..બટ વ્હાય યુ વોન્ટ ટુ ગો ટુ ધીસ પ્લેસ ?" સ્મિત હેરાની સાથે જીગ્નેશની સામે જોઈને પૂછે છે, કારણ કે તે એ બાબતથી ખૂબ જ સારી રીતે વાકેફ હતો કે જે.કે.કોર્પોરેટ કંપની માત્ર વિન્ટર વેલી જ નહીં પરંતુ આખા વિશ્વની સૌથી મોટામાં મોટી કંપની છે, જેમાં ત્યાંના લોકલ વ્યક્તિને પણ જોબ મળવી ઘણી કપરું હતું.

"બિકોઝ ! આ ગોટ એન એપોઈન્ટમેન્ટ ફ્રોમ જે.કે.કોર્પોરેટ કંપની..જેન્ટલમેન." પોતાનાં હાથમાં રહેલ એપોઈન્ટમેન્ટ લેટર પેલાં સ્મિથને બતાવતાં જીગ્નેશ બોલે છે.

ત્યારબાદ સસ્મિથ જીગ્નેશને જે.કે.કોર્પોરેટ કંપની સુધી જવાનો રસ્તો બતાવે છે, જીગ્નેશનાં એપોઈન્ટમેન્ટ લેટર જોતાં સ્મિથને એ બાબતનો ખ્યાલ તો આવી જ ગયો હતો કે જીગ્નેશ જે.કે.કોર્પોરેટ કંપનીમાં જોબ મેળવવા માટે સફળ રહ્યો હોવાથી, તે કોઈ સામન્ય વ્યક્તિ નહીં હોય. 

એકાદ કલાક બાદ

જીગ્નેશ પેલાં કેનેડિયન બતાવેલા રસ્તા દ્વારા જે.કે.કોર્પોરેશન કંપનીમાં આવી પહોંચે છે, કંપનીની બધી ફોર્માલીટી પુરી કર્યા બાદ પીટર કે જે જે.કે.કોર્પોરેટ કંપનીનો એક કર્મચારી હતો તે જીગ્નેશ એક આલીશાન અને ચળકતી કાચવાળી શાનદાર ચકચકિત ઓફિસ પાસે લઈ જાય છે. આ ઓફિસ જોઈને જીગ્નેશની આંખો આશ્ચર્યને લીધે પહોળી થઈ જાય છે.

"નાવ ! ધીસ ઓફિસ ઈસ યોર્સ !" પેલી ચકચકિત આલીશાન ઓફિસ તરફ ઈશારો કરતાં પીટર જીગ્નેશની સામે જોઈને બોલે છે. ત્યારબાદ પીટર પોતાની ઓફિસમાં પાછો ફરે છે.

થોડીવાર બાદ પીટર જીગ્નેશને જે.કે. કોર્પોરેટ કંપનની જોઈનિંગ લેટર દેવાં માટે જીગ્નેશની ઓફિસમાં આવે છે. જીગ્નેશની ઓફિસ પાસે પહોંચતાંની સાથે જ પીટરની આંખો નવાઈને લીધે પહોળી થઈ ગઈ. તેણે હાલ જે દ્રશ્ય જોયું તે જોઈને તે પળભર માટે અચંબિત થઈને સ્તબ્ધ બની ગયો. જેનું કારણ જીગ્નેશની ઓફિસ બહાર કંકુ થી "સાથિયો" અને "લક્ષ્મી" પહલાં દોરલ હતાં, કાંચના દરવાજા પર કંકુથી ગુજરાતી ભાષામાં "લાભ" અને "શુભ" લખેલ હતું. જ્યારે અંદરની તરફ આ આલીશાન ઓફિસની "નોર્થ - ઈસ્ટ (ઈશાન) ખૂણામાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીની મૃર્તિ સ્થાપેલ હતી. - આ બધું જોઈ પીટર એકદમ મૂંઝાયો આથી તેણે જીગ્નેશની સામે જોઈને હેરાની સાથે પૂછ્યું.

"વ્હોટ ઈસ ધીસ…?" 

"ધીસ ઈસ અવર કલચર, વી ઈન્ડિયન કેન નોટ સ્ટાર્ટ એની ન્યુ વર્ક વિધાઉટ ફોલોવિંગ ધીસ રીલિજીયસ રિચ્યુલસ" - પીટરે પુછેલાં પ્રશ્નનો એકદમ શાંત ચિત્તે ઉત્તર આપતાં જીગ્નેશ જણાવે છે.

"યુ નો અબાઉટ ધેટ ? ધીસ ટાઈપ ઓફ એક્ટિવિટી કેન ફાયર ઓર ટર્મિનેટ યુ ફ્રોમ ધીસ જોબ ?" પીટર જીગ્નેશને વાસ્તવિકતાનું ભાન કરાવતાં પૂછે છે.

"એક્ચ્યુલી આઈ ડોન્ટ નો...બટ વી ઓલ ઈન્ડિયન્સ આર ઈનકમ્પ્લીટ વિધાઉટ અવર કલચર." જીગ્નેશ એકદમ હળવા આવજે પીટરને જણાવતાં બોલે છે.

બરાબર એ જ સમયે જે.કે.કોર્પોરેટ કંપનીનાં સી.ઈ.ઓ મેથ્યુ ત્યાં આવી પહોંચે છે, અને જીગ્નેશનો પોતાના દેશ અને સંસ્કૃતિ પ્રેત્યે આટલો લગાવ જોઈને તેઓને જીગ્નેશ પ્રત્યે માન અને આદર થઈ આવે છે.

"આઈ થિંક યુ આર માય વન ઓફ ધ બેસ્ટ સિલેક્શન ટીલ નાવ !" મેથ્યુ જીગ્નેશને માન આપવાં તાળી પાડતા પાડતાં પ્રેવેશે છે.

"પીટર ! નાવ નેવર ઈન્ટરફીયર ધ કલચરલ મેટર ઓફ જીગ્નેશ." મેથ્યુ પીટરને વોર્નિંગ આપતાં જણાવે છે.

"સ્યોર...સર…!" પીટર પોતાનું માથું ઝૂકવતા બોલે છે.

"સો...બેસ્ટ ઓફ લક..જીગ્નેશ ફોર ન્યુ જર્ની ઓફ યોર પ્રોફેશનલ લાઈફ !" આટલું બોલી મેથ્યુ જીગ્નેશની ઓફિસમાંથી બહાર નીકળી જાય છે.

"બટ ! હાવ કેન ધી ઈસ પોસીબલ ?" મેથ્યુએ જણાવેલ બાબત વિશે વિચારતાં વિચારતાં પીટર જીગ્નેશની સામે જોઈને પૂછે છે.

"ધીસ ઈસ ધ પાવર ઓફ અવર ઈન્ડિયન કલ્ચર, એન્ડ સ્પિરિચ્યુલ રિચ્યુલ્સ !" જીગ્નેશ ગણપતિની મૂર્તિ સમક્ષ પોતાનાં બે હાથ જોડીને પીટરને જનવાતા બોલે છે.

"યુ આર રિયલી એ જીનિયસ પર્સન, એન્ડ આઈ હેવ નેવર સીન એની પર્સન લાઈક યુ ઈન માય એંટાયર લાઈફ. " ભારતીય પરંપરા કે વારસાથી પ્રભાવિત થઈ પીટર જીગ્નેશને સેલ્યુટ ભરતાં બોલે છે.

 ત્યારબાદ પીટર જીગ્નેશને એપોઈન્ટમેન્ટ લેટર આપીને પોતાની ઓફિસમાં જતો રહે છે, તેનાં મનમાં હજુપણ એક જ પ્રશ્ન વારંવાર ઉદભવી રહ્યો હતો કે,"ભારતીય સંસ્કૃતિ કે પરંપરામાં એવું કોઈ અનોખું તત્વ કે અદ્રશ્ય શક્તિ તો રહેલી જ છે, બાકી જે મેથ્યુ સર અમને ઓફિસમાં એક ખીલી પણ નહોતા ઠોકવા દેતાં તે આ બધું કેવી રીતે ચલાવી લઈ…"રિયલી ઈન્ડિયન આર ગ્રેટ અને ઈન્ડિયા ઈસ ધ ગ્રેટેસ્ટ કન્ટ્રી." - આ વાસ્તવિકતાનો સહજતાથી સ્વીકાર કરી લે છે.

  મિત્રો આજે વિદેશની ધરતી પર જીગ્નેશનો નહિ, પરંતુ સાચા અર્થમાં "ભારત દેશનો", "બધા ભારતીયોનો","ભારતીય સંસ્કૃતિ" કે પછી "ભારતીય પરંપરા" વિજય થયો હતો જેનો આપણે બધાએ ચોક્ક્સથી ગર્વ લેવો જ જોઈએ. આ સાથે જ મનોજ કુમારનાં પૂર્વ ઓર પશ્ચિમ - મુવીની એક પંક્તિ આપણને ચોક્કસ યાદ આવી જાય.

હૈ પ્રીત જહાં કી રીત સદા ..

આપણને પણ આપણાં દેશ, આપણાં દેશની સંસ્કૃતિ, આપણાં દેશની પરંપરા, આપણાં દેશનાં રીત રિવાજો, આપણા ધર્મ વગેરે પ્રત્યે આપણને માન, સન્માન, આદરભાવ હોવો જોઈએ. બાકી જે વ્યક્તિ પોતાની સંસ્કૃતિથી વિખૂટી પડી છે, તેનો આજે ક્યાંય અતોપતો નથી, અને સંસ્કૃતિથી વિખૂટી પડેલ વ્યક્તિનો ખુબ જ ઓછા સમયમાં વિનાશ કે નાશ ચોક્કસ થાય છે - જે બાબતની સાક્ષી આપણાં દેશનાં ઈતિહાસનાં પાનાઓ પુરાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama