Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

વીજળી ઓ વીજળી

વીજળી ઓ વીજળી

2 mins
160


"વીજળી ઓ વીજળી"

'વીજળી ઓ વીજળી. '

'બોલો મુન્નાના બાપુજી. '

'આ જોને રથયાત્રાના દિવસે થોડા છાંટા પડયા પછી મહિનો થવા આવ્યો પણ વરસાદ આવતો નથી. '

'હા. વાદળો ઘેરાય છે પણ વરસાદ વગર જતા રહે. તમે તો દરરોજ ખેતરે જાવ છો. મહેનત કરીને ખેતર ખેડો છો. વરસાદની રાહ જોતા જોતા મોડા આવો છો. પણ લાગે છે કે આપણું નસીબ સારું નથી. '

'હા મને લાગે છે કે આપણા સાથે આપણા ગામના લોકોના નસીબમાં વરસાદ નથી. આખા પંથકમાં વરસાદ છે. જો આ વખતે પાક નહીં થાય તો ભૂખે મરવું પડશે. મજૂરી કરવા શહેરમાં જવું પડે એવી સ્થિતિ આવે નહીં તો સારું. '

'મુન્નાના બાપુ,તમે ભગવાન પર ભરોસો રાખો. હું મનોમન પ્રાર્થના કરું છું. મને લાગે છે કે બપોર સુધીમાં વરસાદ પડશે જ. '

'ઓહોહો તું તો આગાહી કરનારી બની ગઈ. જો વરસાદ પડશે તો તારા મોઢામાં ઘી અને ગોળ હું જાતે ખવડાવીશ. '

'શું તમેય આવું બોલો છો ! હવે મુન્નો પણ સાત વર્ષનો થયો. મુન્નાના દેખતા ના ખવડાવજો. મને શરમ આવશે. પણ વરસાદની હેલી આવશે હેલી. મને માટીમાંથી સુગંધ આવવા લાગી છે. '

આટલી વાતચીત થતી હોય છે ત્યાં અચાનક આંધી આવી.

ગામના લોકોના ઘરના છાપરા ઊડવા લાગ્યા.

કાળા કાળા વાદળો અચાનક આવી ગયા. વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા.

ફરીથી આંધી આવી એ સાથે વીજળીના ઘરનું છાપરું ઊડી ગયું. ઘરની ઉપર છત રહી નહીં.

મુન્નાના બાપુ છાપરું શોધવા ઘરની બહાર નીકળી ગયા.

એટલામાં મૂશળધાર વરસાદ શરૂ થયો.

વરસાદના કારણે વીજળીના ઘરમાં પાણી ભરાઈ ગયું.

વીજળી એના મુન્નાને લઈને લાકડાની મોટી મજુ (કબાટ જેવી પેટી) પર બેસી ગઈ.

પાછા કડાકાભડાકા થવા લાગ્યા.

વીજળીએ આકાશમાં જોયું તો એક જોરદાર વીજળી પડતા જોઈ.

વીજળી ઓ બાપ રે કરતી બૂમ પાડતી મુન્નાને સાથે લઈને ઘરની બહાર દોડી આવી.

એ સાથે વીજળીના ઘર પર જોરદાર વીજળી પડી.

મુન્નો રડવા લાગ્યો. વીજળી મુન્નાને સહીસલામત લઈને પોતાનું સળગતું ઘર જોવા લાગી.

વીજળીની આંખોમાંથી આંસુ આવી ગયાં.

એટલામાં મુન્નાના બાપુ આવી ગયા.

બોલ્યા:-'સારું થયું કે તમે બંને ઘરની બહાર નીકળી ગયા ને બચી ગયા. જો તમે ઘરમાં જ હોત ને વીજળી પડી હોત તો હું મારી વીજળી અને મુન્ના વગર કેવી રીતે રહી શકતો ? ઘર તો બીજું બની જશે. પણ તારા જેવી વીજળી મને મળી શકે નહીં. '


Rate this content
Log in

Similar gujarati story from Drama