Kaushik Dave

Comedy Fantasy

4.0  

Kaushik Dave

Comedy Fantasy

જરા હસો તો ખરા

જરા હસો તો ખરા

2 mins
30


'એ ભાઈ જરા હસો તો ખરા !' 

'જવાબ..જુઓ હસવું ના હસવું મારી મરજી. હસવું ફરજિયાત છે ? આ લોકશાહી છે બધાને પોત પોતાની રીતે જીવવાનો હક્ક છે.'

'તમારી વાત સાચી છે. પણ તમે ગુજ્જુ છો ?'

'આ ગુજ્જુ એટલે શું ?'

'એટલે કે ગુજરાતી છો ?'

'લો એટલે ગુજરાતી બહુ હસે છે કે પછી હસતા નથી એટલે પુછ્યું ?'

સ્હેજ સ્માઈલ કરીને કહ્યું, 'ના..ના..આ ખાલી વાત કરી. પણ દિવસનું એક સ્મિત હેલ્ધી બનાવે છે.'

'એ તો કરું છુ. પણ સવારે ઘરમાં અરીસામાં જોઉં ત્યારે.'

'ઓહ.. મને એમ કે તમારા વાઈફ સામે સ્મિત કરતા હશો.'

'એ તો છે જ. ને એ મને જોઈને પણ સ્મિત કરે છે.'

'પણ તમે અરીસામાં જોઈને કેમ હસો છો ?'

'મને જોઈને તમને હસવું આવતું નથી ?'

'ના...'

'પણ હું અરીસામાં જોઉં તો મને હસવું આવે છે.'

'પણ કારણ ?'

'અરે બધાના માથા પર સરસ વાળ હોય છે ને મારે તો સ્હેજ જ છે. ને પાછું દર મહિને હેર કટિંગ સલૂનમાં પણ જવું પડે છે.'

'પણ કેમ ? સ્હેજ વાળને કલર કરાવો છો ? લાગતું નથી.'

'ના..કલર માટે કોણ ખોટો ખર્ચ કરે. આ ઘરનું બૈરું કહે એટલે જવું પડે છે. ને ઓફિસમાં પણ પીઠ પાછળ ટીકા કરીને હસે છે.'

'મને સમજાયું નહીં.'

'એ જ કે સ્હેજ વાળ છે એને પણ સેટ કરાવવું પડે છે. લાંબી ટુંકી ચોટલીઓ જેવા સ્હેજ વાળ દેખાય એટલે હસે છે.'

'તો પછી ભાઈ એ સ્હેજ વાળ પણ કાપી નંખવાતા હોય તો !'

'ના પણ એના લીધે જ સારો દેખાવ લાગે છે. મારી વાઈફ કહે છે કે સાવ ટકલા થવાનું નથી. નહિંતર વીગ પહેરી લો.'

'એ પણ સાચું. પણ હવે થી થોડું થોડું સ્માઈલ કરજો.'

'તમે મને જોઈને સ્માઈલ કરશો તો કરીશ. એમ ખાલી ખાલી સ્માઈલ ના કરાય . હું પણ ગુજરાતી છું. હિસાબ બરાબર રાખવો પડે.

એમ બોલીને મિત્ર હસી પડ્યો.'

'પછી બોલ્યો...જરા હસો તો ખરા ! તમે ગુજરાતી છો ? આ ગુજરાતી લોકો પણ હવે હસતા હસતા રહે છે. જુઓને પરેશ રાવલ..વો બાબુભાઈ. પેલા મનોજ જોશી. એ પણ ગુજરાતી ટકલા હોવા છતાં હસાવે છે. આપણા કારણે કોઈ હસે ને ખુશ થઈ જાય એ સારું જ છે. પણ ખોટી મજાક મસ્તી કે ખોટી ટીકાઓ સહન ના કરાય.

તો જરા હસો તો ખરા.

વિશ્વ હાસ્ય દિવસની શુભકામનાઓ 



Rate this content
Log in

Similar gujarati story from Comedy