Leena Vachhrajani

Drama

2.8  

Leena Vachhrajani

Drama

વિદ્યાદાન

વિદ્યાદાન

1 min
378



નાનો ગણુ બહુ પરેશાન હતો.

“મમ્મી રોજ સ્કુલબેગમાં કેટલી બધી ટેક્સ્ટબુક નોટબુક ભરી દે છે!”


આજ તો સ્કુલથી આવીને ગણુએ મમ્મીને લઈ જ પાડી.

“મમ્મી, તું આખી સ્કુલબેગ ભરીને આપે છે તે મારો ખભો દુ:ખી જાય છે.”


“પણ બેટા, તમારા ટીચરે ટાઇમ-ટેબલ આપ્યું છે એ જ પ્રમાણે હું ગોઠવીને આપું છું.”


ગણુએ કપાળે હાથ મુકીને કહ્યું,

“ઓહો! તો પહેલાં કહેવું જોઇએને!

ટીચર તો એમાંથી અડધું પણ બહાર નથી કઢાવતા.”

મમ્મી હેરાન.. 


બીજે દિવસે મમ્મી ગણુની બધી ચોપડીઓ એક થેલામાં ભરીને સ્કુલ પહોંચી ગઈ.

ટીચરને મળીને મમ્મીએ કહ્યું,

“સર, તમે કહો એટલી ત્રાજવે તોલાય એટલી ફી વગર પૂછે ભરી દઇએ છીએ અને જે લિસ્ટ આવે એ પ્રમાણે આંખ મીંચીને ચોપડીઓ-નોટબુક્સ લઇને રોજ વજન ન ઉપાડી શકે એવાં ભૂલકાંઓના ખભે ટિંગાડીને મોકલીએ છીએ એ માત્ર એટલે જ કે અહીયાં અમારાં સંતાનોનું ઉજ્જવળ ભાવિ ઘડાય. પણ જો તમને આ બધાની જરુર જ નથી. તમે વગર પુસ્તકે ભવિષ્ય ઘડવા સમર્થ છો તો મને જણાવો કે આ બધામાંથી તમે કેટલું વાપરવાના છો? એ જ રાખું બાકીનું દાનમાં આપી દઉં. મનેય વિદ્યાદાનનું પૂણ્ય મળશે.”


ટીચર થોથવાયા..


અઠવાડિયા પછી ગણુ ખુશ હતો. 

સ્કુલથી આવીને મમ્મીને કહ્યું,

“હવે મારી આખી સ્કુલબેગ વપરાય છે હોં!”


Rate this content
Log in

Similar gujarati story from Drama