STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Tragedy

2  

Ajay Parker ' ભાવિ '

Tragedy

વિધવા વિવાહ

વિધવા વિવાહ

1 min
79

વિધવા વિવાહ પર લાંબુલચક ભાષણ આપી, તાળીઓના ગડગડાટથી નંદુભાઈ ગદગદિત થઈ છાતી ફુલાવીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા.

લાલ લાઈટવાળી ગાડીનો દરવાજો ઝડપથી બંધ કરી ચાલકને ગાડી હંકારવા કહ્યું. ત્યાંજ મોબાઈલ ફોન રણક્યો. 'હેલો, હા હા, એ બધી વાત બરાબર પણ કુદરતે જેનો ચાંદલો વિંખી નાખ્યો છે એવી સ્ત્રીને અમારા ખાનદાનમાં ક્યારેય પ્રવેશ ન આપવાની અમારી પરંપરા અતૂટ છે. તમે...પંડિતજી.' 'અરે સાહેબ,'... ફોન કટ, 'પણ આપની દીકરી…, '


Rate this content
Log in

Similar gujarati story from Tragedy