Ajay Parker ' ભાવિ '

Inspirational

3  

Ajay Parker ' ભાવિ '

Inspirational

રાવણનાં દસ માથાં

રાવણનાં દસ માથાં

2 mins
183


" પપ્પા, આ રાવણને સાચ્ચે જ દસ માથાં હતાં ?"

" બેટા, એ દસ માથાં એટલે વાસ્તવિક દસ નહીં."

"તો ?" સાહિલે સવાલ કર્યો.

ઝડપથી બૂટની દોરી બાંધતાં બાંધતાં એના પપ્પાએ કહ્યું, " હું સાંજે પાછો આવું ત્યારે તને આ વાત વિગતે કહીશ."

સાહિલ માની ગયો.

સાંજે સુનીલ આવ્યો. આવતાંવેંત જ સાહિલ પોતાના અધૂરા જવાબવાળો સવાલ લઈને હાજર થઈ ગયો. 

"પપ્પા, મારો જવાબ ?"

"હા,ભાઈ હા પહેલાં મને પાણી આપ."

સાહિલે પાણી આપ્યું.

એના પપ્પાએ માંડીને વાત કરી.

" જો સાંભળ, દસ માથાં એટલે માણસમાં રહેલા દસ પ્રકારના મુખ્ય ગુણ -અવગુણ. 

જેમકે આપણે રાવણનું ઉદાહરણ લઈએ તો એક માથું એટલે પ્રકાંડ પંડિત, બીજું મહાન રાજા, ત્રીજું શક્તિમાં બળિયો, ચોથું મહાન તપસ્વી, પાંચમું બહેનનો વીર, છઠું વેરની આગમાં સળગતો, સાતમું તકસાધુ, આઠમું જિદ્દી, નવમું અત્યંત ક્રોધી અને છેલ્લું દસમું તે આ બધું જાણતો હોવા છતાં અહમને આગળ લાચાર બનનાર." 

"હમમ !"

"વાર્તા અનુસાર રાવણનાં આવાં દસ મસ્તક બતાવીને વાર્તાકાર આપણને અંગુલી નિર્દેશ કરે છે કે આ પાત્ર એ કોઈ બહારનું નહીં પણ આપણી ભીતર રહેલું છે તે ઉજાગર કરવા માંગે છે. તેઓ આગળ કહે છે કે દરેક માણસમાં આવા અનેક પ્રકારના ગુણ - અવગુણ હોય છે, એ માણસ તે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે તે અગત્યનું છે. વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના ગુણ ન છોડવા એ ખૂબ જ અઘરું છે. કોઈક વિરલા જ તે કરી શકે છે. આ બધામાં ક્યાંય ને ક્યાંય ધર્મ તો રહેલો હોય જ છે જોવાનું એ છે કે આપણને તે સમજાય છે કે કેમ ? દસ દિવસનો નવરાત્રીનો તહેવાર શરદ ઋતુમાં મૂકીને ઋષિઓએ સામાન્ય જન પર ઘણો મોટો ઉપકાર કર્યો છે.

"એમાં શો ઉપકાર ?"

"તેં ક્યાંય એવું સાંભળ્યું છે ' શતમ જીવમ શરદ ' ?

"ના " 

" આ આશીર્વાદ છે સો શરદ જીવવાના, એટલે કે શરદ ઋતુમાં બીમાર પડવાની તક બહુ જ રહેલી છે, આ ઋતુ જીવી જવાય એટલે આખું વરસ જીવી જવાય."

" ઓહો તો એમ વાત છે! તો તો આ નવરાત્રિ મને ખૂબ યાદ રહેવાની."

"નવરાત્રિમાં અંબાજી માતાને વાઘ ઉપર આપણી સામે ફરીને બેઠેલાં દર્શાવાયાં હોય છે. એનું પણ એક કારણ છે, વાઘ જેવું અત્યંત ચપળ પ્રાણી એના પર આટલી સરળતાથી બેસવું. વાઘ એટલે મનના વિકારો અને તેના પર સવારી એટલે મનના વિકારો પર કાબુ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational