STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Inspirational

વહુની વાર્તા - 6

વહુની વાર્તા - 6

2 mins
376

મહેશભાઈએ બધાને કહ્યું કે આપણે હવે સુવર્ણાના સસરાપક્ષને લગ્નની તારીખ આપવાની છે. આવો તેમને વિવેકથી આવકાર આપવો જોઈ અને મને લાગે છે કે આ બાબતે તારીખ નક્કી કરી લેશું ? એક વખત તારીખ નક્કી થઈ જાય એટલે બાકીની તૈયારી કરી શકાય. પણ મને લાગે છે કે જો સુવર્ણાની સહમતી હોય તો આપણે લગ્ન સાદાઈથી કરવા છે. કોઈ જાતનો ખોટો ખર્ચ ન થાય તેની કાળજી રાખવાની છે અને આમ છતાં ભાઈએ મને કહ્યું છે કે, બાપુજી, મારાથી જેટલી આર્થિક મદદ થશે તેટલી કરીશ. માટે આપણે લગ્નની તારીખ નક્કી જ કરી નાખીએ. મેં ગોરમહારાજ પંડયાજીને સવારે દશ વાગ્યે ટિપ્પણું લઈને આવી જવાનું કહ્યું છે. લગ્ન વિશેની તૈયારીમાં જેનાથી થાય તેટલું કરવાનું છે.

સુવર્ણા કહે, બાપુજી હું પોતે આદર્શ અને સાદાઈથી લગ્ન ઈચ્છું છું. પરંતુ બાપુજી હું છેલ્લા ચાર વર્ષ થયા નોકરી કરું છું. તેમાંથી મેં ખાસ બચત કરેલ છે. એટલે આ પૈસો પરિવારમાં નહિ, પણ લગ્નમાં વાપરવાનો છે. એમ કહી સુવર્ણાએ બાપુજીના હાથમાં રૂ. બે લાખનો ચેક આપ્યો. આ પૈસો આપણે આદર્શ અને સાદાઈના લગ્નમાં વાપરવાનો છે. હવે પછી તો નોકરી કરવી કે ન કરવી તે મારા સસરાપક્ષની મંજૂરી ઉપર આધાર રાખે છે.

મહેશભાઈના હાથમાં જ્યારે સુવર્ણાએ રૂ. બે લાખનો ચેક આપ્યો ત્યારે તે વખતે તેમનો હાથ થોડો અચકાણો, પણ મનમાં વિચાર કર્યો કે, ભ્રષ્ટાચારનો પૈસા લેવા કરતા મારી દીકરીએ લોટ-પાણી એક કરીને બચત કરી છે. આ મારા તથા કુટુંબ પ્રત્યેની લાગણી અને ખેવના છે. મહેશભાઈએ કહ્યું, કે જો બેટા આ બધો પૈસો માયા લગ્ન માટે જ વાપરવાનો છે તેની હું તને ખાતરી આપું છું. મને લાગતું હતું કે હું ખેચાઈ રહીશ, પણ જો બેટા દીકરો જેટલું કમાય તેટલું વાપરી નાખે, મોજશોખમાં જાય, પણ દીકરી કમાય તે બચત કરતી રહે. એ બચત જ્યારે બાપની આબરુની પછેડી બને ત્યારે ભલભલાના રૂંવાડાં ઊભાં થઈ જાય. આવી જ શશી અને ખેવના કાયમ માયા સસરાપક્ષમાં નિભાવજે. બેટા, તું આટલી સમજું કેવી રીતે થઈ તેની જ મને સમજણ પડતી નથી. કયારેક ઘરનું વાતાવરણ એટલી સમજણ આપે છે એમાંથી જે પાઠ મળે તે પાઠ આબરુ અને વિવેકનો મળતો હોય છે અને એ પાઠ તું ભણી એ મારા અહોભાગ ગણાય.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract