STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Inspirational

વહુની વાર્તા - ૩૦

વહુની વાર્તા - ૩૦

2 mins
399

સમય સમયનું કામ કરે છે. તે સતત આગળ વધતો રહે છે. જે તેની સાથે જોડાય જાય છે. તે આગળ વધી જાય છે. આવાં આવાં તો અનેક કામ આ સાસુ-વહુએ ભેગા મળીને કયાઁ. અનેકના સંસારને હર્યોભર્યો કર્યો. અનેકના આશીર્વાદ મેળવ્યા. ડો. મયૂરસાહેબે સુવર્ણાને દવાખાને આવવું ન પડે એવી તમામ વ્યવસ્થા સુવર્ણાના ઘરે જ ગોઠવી દીધી હતી. એક ટ્રેઈનર માણસને તેની સારસંભાળમાં રાખી દીધેલ.

સૌને ઈંતજારી હતી. સૌ વાટ જોતા હતા. આનંદની ઘડી આવવાની હતી. આવી રીતે દિવસો પસાર થતા થયા. એમ કરતા સુવાવડનો દિવસ આવી ગયો. સુવર્ણાને એવો દુ:ખાવો ઉપડયો એટલે તેને ડો. મયૂરના દવાખાને લઈ જવામાં આવી. ત્યાં આ માટેની અદ્યતન ટેકનોલોજી વસાવેલ હતી. દર્દીની તાસીર પ્રમાણે સુવાવડ થાય એવી ટેકનોલોજી અહીં વસાવેલ હતી.

સુવર્ણાની સુવાવડ નોર્મલ થાય એવું વિચારતા હતા. એટલે કોઈ જાતની ઉતાવળ કરતા ન હતા. જે સાચા માણસ હોય અને જેણે અનેકનું સારું કામ કર્યું હોય તેને તકલીફ પડે ખરી. અનેકના આશીર્વાદ સુવર્ણાની સાથે હોય પછી ચિંતા શું કરવાની હોય ! સમય થયો અને ખરેખર નોર્મલ સુવાવડ થઈ અને આ કુટુંબની વારસાગત પરંપરાને જીવિત રાખતો ફૂલ જેવો સુંદર પુત્ર સુવર્ણાની કુખેથી અવતર્યો. સૌને ખૂબ આનંદ થયો. વાતાવરણ પણ ખુશનુમા બની ગયું હતું. સૌ હરખઘેલા થઈ ગયા. સગાંવહાલાંમાં સમાચાર આપવા લાગ્યા. મીઠાઈના ઓર્ડર અપાવવા લાગ્યા.

સમય સાથે રહીને અનેક કુટુંબોના કજિયા-કંકાસ આ સાસુ-વહુએ દૂર કરાવ્યા. તેઓના ઘરમાં શાંતિ લાવ્યાં. બંનેને એકબીજા માટે પણ કોઈ ફરિયાદ ન હતી. દુનિયામાં દરેક સાસુ-વહુ વચ્ચે આવો સંબંધ સ્થપાઈ જશે ત્યારે આ દુનિયા જ જાણે સાચું સ્વર્ગ બની જશે. સૌની જિંદગી આનંદથી પસાર થઈ જશે. જરૂર છે સુધરવા માટેના રસ્તે ચાલવાની. એક ડગલું તમે આગળ વધો, બે ડગલાં બીજા આગળ વધશે અને આવાં સુધરવાનાં ડગલે ડગલે સંસાર સુખમય થઈ જશે. ને પછી તો 'ખાધુ, પીધું ને રાજ કર્યું.'


Rate this content
Log in

Similar gujarati story from Abstract