STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Inspirational

3  

'Sagar' Ramolia

Abstract Inspirational

વહુની વાર્તા - 3

વહુની વાર્તા - 3

2 mins
342

લગભગ રાત્રે ૧૦ વાગ્યે મોટાભાઈ આવ્યા અને બધા ચર્ચામાં બેઠા. મંજુલાબેને પૂછયું, મોટાભાઈ, કેમ મોડું થયું ? પણ સ્પષ્ટ ઉત્તર ન મળ્યો.

આપણે આ વખતે લગ્ન તો કરી જ દેવા પડશે. અગાઉ આપણે જે તારીખ નક્કી થઈ હતી તેમાં કોઈપણ સંજોગોમાં પહોંચી શકાય તેમ નથી. મોટો અને તારી મા જાણે છે, મેં કયારેય કયાંય માથું મારેલ નથી અને જે કંઈ બીના બની, મોટાને અલગ કરવા પડયા. લગ્નની ધમાલની અંદર જ ભાઈ નોખા થયા. એક તો પહેલો દીકરો હતો, એટલે મારે ધામધૂમથી લગ્ન કરવાનો ચહરકો હતો. વળી ખર્ચ પણ ગજા બહારનું મારા એકલાને માથે આવેલ. જે ભરવામાં સમય નીકળી ગયો.

સંગીતા એટલે મોટાની વહુ, ખૂબ જ સ્વતંત્ર સ્વભાવની હતી. તેમજ પોતાને માવતરે કયારેય કામકાજમાં ધ્યાન આપેલ ન હતું. એટલે જ્યારે ને ત્યારે સાસુ વહુને ટસલ થઈ હતી. અને બન્ને પક્ષે ઉગ્ર વાતાવરણ થતું હતું. જેથી કંટાળી ગયા અને જઈને અલગ વ્યવસ્થા કરી આપી. એક તો મેં મારી પ્રામાણિકતા જાળવી રાખેલ છે. મારી નોકરી કસ્ટમ અધિકારીની છે. હું ધારું તો અનુકૂળ ધન મને મળી શકે, પણ મારાં માતુશ્રી જ્યારે અવસાન પામ્યાં ત્યારે મારા પાસેથી પ્રતિજ્ઞા લેવડાવેલ હતી કે, હરામનું અથવા અનીતિનું ન ખાઈશ, પ્રામાણિક રહી મીઠો રોટલો ખાજે, પણ અનીતિનું ધન મારા ઘરમાં ન લાવજે. એટલે મારા આ ગુણોને કયારેય પરિવર્તન નહિ લાવું. મંજુલા, વધારાની આવક વગર જીવવું મુશ્કેલ છે અને ઘણી વખત ઘર્ષણ કરવું પડે છે.

મંજુલા, મોટો હમણા જ નોખો થયેલ છે. મોટાની વહુને તથા મંજુલાને ન બનતું. તું તું-મેં મેંનો વહેવાર જ્યારથી થયો ત્યારથી મોટાનો આત્મા ઊકળતો હતો. મેં કયારે મંજુલાને કંઈ જ કહ્યું નહિ, તેનું મારે ભોગવવાનું આવ્યું છે. મને આવેલ નવી વહુના હાથનો રોટલો ખાવાની આશા હતી. તે આપણા ઘરમાં નઠોત્રી નીકળી. આપણા ઘરનો સાસુ-વહુનો વહેવાર સરળ ન રહ્યો. તેનો હું સાક્ષી છું, પણ બેમાંથી એકેય મારી વાત માની ન શકયા. જેનું આજે જુઓ છો કે આપણી સુવર્ણાના લગ્નની અગત્યની ચર્ચા કરવાની હોય, છતાં આવવાનું ટાળ્યું. ભાઈ મૌન રહો. હું બધું જાણું છું, ભાઈ આ માટે મોડો આવ્યો. ભાઈએ વહુને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કરેલ હશે અને સરવાળે ભાઈ પોતાનું ધાર્યું ન કરી શકયો. એટલે મોળો આવ્યો હશે. જે હોય તે આપણે નાગર કુટુંબના સંસ્કારી કુટુંબ કહેવાય છીએ અને જે બીના બની આપણા કુટુંબમાં ન શોભે.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract