Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

વઘારેલી ખીચડી

વઘારેલી ખીચડી

2 mins
53


  " એ રમતુડી જો હું આજે શું લાવ્યો? "             

 રમતું કંતાનની ઝૂંપડીમાંથી બહાર આવી..

બોલી," આજે તું વહેલો આવી ગયો ? શું લાવ્યો આજે કાળા ?".                                    

  "જો આ ગરમા-ગરમ ખીચડી.આ ત્રણ પડીયા છે.. જલ્દી એમાં મરચું નાખી ને વઘારી દે."                                      

  " પણ ઘરમાં તેલ નથી.કેરોસીન નથી..ને લાકડીઓ પણ નથી..બસ બે લીલા મરચા છે. પણ કાળા, ભિક્ષામાં આવેલું બીજુ શું લાવ્યો?".                              

        " જો આ ગરમા-ગરમ ખીચડી એક બહેન અને એનો છોકરો બધા ને પડીયામાં આપતા હતા. તે મેં મારા માટે, તારા માટે અને પછી..મારા નાના છોકરા માટે આપો એમ કહી ને લીધા.. અને એ બહેને પ્રેમભાવથી ત્રણ પડીયા ખીચડી આપી.. સાથે સાથે ક્હ્યું કે આ ખીચડી એણે ખીચડી ખવડાવવાની માનતા માની હતી.. એટલે..પણ ખીચડી..તીખી બનાવી નથી.. મોળી છે..બનાવતી વખતે એમણે ચાખી પણ નથી.. એટલે બીજા ભિક્ષુક ને સ્વાદ વિશે પૂછતા..બીજા ભિક્ષુક ને સ્વાદિષ્ટ લાગી..જો હજુ પણ ગરમ છે..બીજી ભિક્ષા આવી હતી એ બીજા જરૂરિયાત ને આપી દીધી...હા..પણ દાનમાં જો આ કુલ બાર રૂપિયાનું પરચુરણ છે."                        

   " ઓહોહો..એ બહેનની માનતા ભગવાન ફળાવે.. એમણે ભાવથી જ બનાવી હશે." રમતું બોલી.                            

 " હા..હા..ચલ હવે આ મોળી તો મોળી..પણ ભાવથી બનાવેલી ગરમ ખીચડી છે.. આપણે ખાઈએ."             

 રમતું એ એક પડીયો પોતે લીધો બીજો કાળા ને આપ્યો.. 

બંને ખીચડી આરોગવા માંડ્યા.. 

ખીચડી ખાતા ખાતા કાળો બોલ્યો..આહ્.. શું સ્વાદ છે..આતો રજવાડી ખીચડી વઘારેલી જ છે..થોડી મોળી છે..પણ સરસ છે.".                

 " જોયું, કાળા..પ્રેમભાવથી બનાવેલી હોય એટલે..ભાવે જ..પણ તું ખોટું કેમ બોલ્યો..? આપણે તો કોઈ છોકરો નથી.".                    

                 ખીચડી ખાતા ખાતા કાળા એ ઝીણી આંખે રમતું ને જોઈ. ને સ્હેજ સ્મિત કરતો બોલ્યો," લે.. હું ક્યાં ખોટું બોલ્યો છું !. તું તો બે જીવી તો થઈ છે."


Rate this content
Log in

Similar gujarati story from Drama