વેવિશાળ
વેવિશાળ


આવો આવો બસ અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. જ્યારેથી કિંજલની સગાઈ નક્કી થઈ છે. ત્યારથી હું તમને અમારા ઘરે એકવાર જમાડવા માંગતો હતો. અંતે આજે એ દિવસ આવી જ ગયો અમારી કિંજલના હાથનું જમવાનું પણ તમને મળી ગયું. હા,રમેશભાઈ અમે પણ એ જ વાટ જોઈ રહ્યો હતા કે કિંજલ અમદાવાદથી આવે એટલે તેના હાથનું જ અમારે ગરમાં ગરમ ખાવું છે. એ હોસ્ટેલ પરથી ત્રણ દિવસ પહેલા આવી અમને જાણ થઈ એટલે તરત જ અમે આવી ગયા. નીરવ મજામાં તો છે ને ? વડોદરામાં કોઈ તકલીફ નથીને?નહીં તો અમારા ફઇ ત્યાં જ રહે છે. કોઈ કામ કાજ હોઈ તો કહેજો.
નહીં મનીષભાઈ એમને પણ કિંજલની જેમ જ સારી હોસ્ટેલ મળી ગઈ છે. જમવાનું પણ ત્યાંથી જ સારું એવું મળી રહે છે. અને આમ પણ હવે ત્રણ મહિના જ છે,એ પછી તો તે સુરત આવી જશે. એ પછી ક્યાં ટેન્શન છે.
તમે કહી રહ્યા હતા કે લગ્નની તારીખ બે નક્કી કરી છે. તમને રૂબરૂ આવીને વાત કરીશ. તે કઈ તારીખ નક્કી કરી છે. અમને પણ ત્યારી કરવાની ખબર પડેને. તમે એકલા જ લગ્નની તૈયારી કરો તે કેમ ચાલે.
નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખ અને નવેમ્બર મહિનાની ઓગણત્રીશ અને ત્રીસ તારીખ આ બંને તારીખ માંથી તમારે કોઈ એક તારીખ નક્કી કરવાની છે.
મનીષભાઈ એ તારીખ સામે જોઇને કહ્યું નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખ ફાઇનલ આમ પણ રવિવાર આવે છે.
અને રહી એક બીજી વાત મનીષભાઈ તમારે એક પણ રૂપિયાનો ખર્સ કરવાનો નથી. મારા મિત્રના જ ફાર્મ હાઈસમાં બધુ આયોજન કરવાનું છે. જમવાનો ખર્સ પણ હું જ આપીશ.
અરે એવું થોડું ચાલે રમેશભાઈ જમણવારના પૈસા તો અમારે આપવા જ પડે ને. . !!!
ત્યાં જ કિંજલ રસોડામાંથી બહાર આવી. પપ્પા મારે નીરવ જોડે વાત થઈ છે,અમે બંને કોર્ટ મરેજ કરવાના છીએ. અને લગ્નનો જે ખર્સ થાય તે પૈસા કોઈ અનાથ આશ્રમમાં આપવા માંગવી છીએ. ઘરમાં થોડીવાર શાંત વાતાવરણ બની ગયું. બધા જ કિંજલ સામે થોડીવાર જોઈ રહ્યા.
અરે કિંજલ તું આ શું બોલી રહી છે. તેમના ઘરે ઘણા સમય પછી આ પહેલો પ્રસંગ છે. તેવો ધામધૂમથી ઉજવવા માંગે છે. રમેશભાઈ તમે આ કિંજલની
વાત નહીં સાંભળતાં તમે ધામધૂમથી લગ્ન કરજો.
મનીષભાઈ કિંજલની વાત સાથે હું સહમત છું.
મારા ઘરે આવી જ વહુના પગલાં થાય તેની હું રાહ જોઇ રહ્યો હતો. આ તો આનંદની વાત છે. વાહ બેટા આજ તે મને ખુશ કરી દીધો.
રમેશભાઈ તમે તો કિંજલના નામના પાંચ લાખ બેંકમાં મેકશો જ,પણ હું પણ આ મારી જ દીકરી છે,તેમ માની પાંચ લાખ તેના નામે બેંકમાં મેકિશ. જેથી કરી ક્યારેય એમને દુઃખના દિવસો જોવા ન પડે.
અને હા,અનાથ આશ્રમમાં પણ આપડે પૈસા આપીશું
નવેમ્બર મહિનાની પહેલી અને બીજી તારીખે. કિંજલ અને નીરવના લગ્નના દિવસે જ.
કિંજલે આજ ઘરનું વાતાવરણ આનંદિત આનંદિત કરી દીધું. બધા જ ખુશખુશાલ હતા.
અત્યારે લગ્ન પહેલા જ લોકોને ટેન્શન આવી જાય છે કે આટલા બધા પૈસા ક્યાંથી લાવશું. કેવી રીતે લગ્ન કરીશું પણ એક વાત યાદ રાખજો કે,
"લગ્ન એ ટેન્શન નથી આનંદનો ઉત્સવ છે"