SHAMIM MERCHANT

Thriller Others

4.5  

SHAMIM MERCHANT

Thriller Others

વેદનાનું અલ્પવિરામ

વેદનાનું અલ્પવિરામ

2 mins
184


બે કલાક પછી પણ એ હાંફી રહી હતી. આસાન નહોતું. એક લાંબી ઠંડી શ્વાસ ભરતા નીરજાને આભાસ થયો અને એણે પોતાની જાતને પ્રશ્ન કર્યો,

"આ કાર્ય કરવાથી હવે મારૂ જીવન સહેલું થશે ..? કે પછી મે મારા માટે મુશ્કેલીઓનું એક ભવન્ડર ઊભું કરી નાખ્યું છે?"

ઉલ માંથી ચુલમાં ! કહેવત યાદ આવતાં જ એનાં ચહેરા પર સ્મિત આવી ગયું અને એ સ્મિત વહેતા આસું સાથે ભળી ગયું. આસપાસ આખા રૂમમાં નજર ફેરવી. કાચની પ્લેટો જમીન ઉપર તૂટેલી પડી હતી અને જમવાનું બધું વેરવિખેર થઈ ગયું હતું. ખુરશીઓ દીવાલ સાથે અથડાયેલી હતી અને કુશન જેમ તેમ, જ્યાં ત્યાં પડ્યાં હતાં. આલ્કોહોલની ખાલી બોટલ સોફાની નીચે સરકી ગઈ હતી. 

નીરજા કટાક્ષમાં ફરી હસી પડી અને ખાલી રૂમમાં એકલા બેઠા બેઠા એ જોરથી બોલી,

"મારા જીવનની ઉથલ-પાથલ આ નથી પણ વધુ ખરાબ હતી. હવે એનાથી વિશેષ શું થશે ?"

અરીસા સામે નજર પડી અને એને પોતા પર દયા આવી. આખું શરીર મારના નિશાનોથી ભરેલું હતું. કોઈ જુના, તો કોઈ તાજા. આંખ પાસે ના જખમમાંથી લોહી વહીને ગાલ ઉપર જામી ગયું હતું.

લગ્નના દસ વર્ષ ત્રાસથી ભરેલા હતા. પ્રેમ તો દૂરની વાત છે. મહેશે ક્યારે એને સમજવાનો પ્રયત્ન ન કર્યો અને ન ક્યારે સહાનુભૂતિ બતાવી. બાળકની તો કોઈ અપેક્ષા જ નહતી. 

જમીન ઉપર ઢળી પડેલા મહેશનું સફેદ શર્ટ આખું લાલ થઈ ગયું હતું. એની મરેલી ખુલી આંખમાં ડર જોઈને, નીરજાને એક જુદી પ્રકારની શાંતિનો અનુભવ થયો. જાણે આજની પહેલા એને ખબર જ નહોતી કે ખુશી કોને કહેવાય. છેવટે આજે એની દરેક વેદનાને અલ્પવિરામ મળ્યું.

કૉલ તો બહુ પહેલા કરી નાંખ્યો હતો. હાથમાં બંધ ફોનની સામે જોઈને બોલી,

"જલ્દી આવો અને મને લઈ જાવો."

ઊભી થઈ, અને જ્યાં છરી અને ફોન ટેબલ પર મૂકવા ગઈ, ત્યાં ડોર બેલ વાગી.

"હાશ ! હવે શાંતિથી જેલમાં બેસીને મારી આત્મકથા લખીશ."


Rate this content
Log in

Similar gujarati story from Thriller