Rajeshri Thumar (Youtuber)

Horror

3.9  

Rajeshri Thumar (Youtuber)

Horror

વેબસિરીઝ એક મહારોગ

વેબસિરીઝ એક મહારોગ

2 mins
49


2020 ના કોરોના જેવા મહા ભયંકર રોગથી તો આપણે સૌ બચી ગયા. પરંતુ આ વલ્ગર અને હિંસક વેબ સિરીઝથી કંઈ રીતે બચી શકીશું ? એક તો કાયમી ઊંઘની કમી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે જ છે. સ્વાસ્થ્ય જોખમાય એટલે કેન્સર જેવી જીવલેણ અનેક બીમારીનો ભોગ પણ બને છે. 

કોરોનાના રોગચાળા વખતે જે લોકડાઉન થયેલ ત્યારે લગભગ દરેક વયના લોકોએ વેબસિરીઝ જોવામાં જ ખાસ્સો સમય વિતાવ્યો હતો. યુવાનો તો પહેલા પણ વેબ સિરીઝ જોતા જ હતાં. પરંતુ વ્યસન નો'તું થયું. આ લોકડાઉન પછી તો નાના મોટા બધાને જાણે એક વ્યસન જ બની ગયું છે. હવે તો એપ્લિકેશન અને વેબસિરીઝ બંનેનો રાફડો ફાટ્યો છે. એમાં બતાવતા અશ્લીલ શબ્દો, ના જોઈ શકાય એટલી હદે હિંસા, ખુલ્લે આમ સેક્સ, વગેરે બધું બતાવવાથી આજની પેઢીને સારુ પ્લેટકોર્મ મળશે કે ઊગતી પેઢીનો વિકાસ જ હિંસક બનશે ?

સૌથી પહેલા તો વેબસિરીઝે ફેમિલી મજાક મસ્તી, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ વગેરેને તો જડમૂળથી જ ઉખેડી નાખ્યું છે. નાના બાળકો પાસે પણ ખુદના મોબાઈલ ફરતા થયાં છે. ઓનલાઈન શિક્ષણે બાળકોનું ભવિષ્ય ખેદાનમેદાન તો કર્યું જ છે સાથે સાથે યુવાનોની જે શીખવા માટેની ધગશ અને કિંમતી સમય પણ આ વેબસિરીઝે હઝમ કરી લીધો છે.

જરૂરિયાત વગરની ગાળાગાળી સિરીઝમાં ફીટ કરી દે છે. અને પબ્લીક પણ હોંશે હોંશે અભદ્ર સિરીઝો જોયા કરે એટલે જ તો એમનો ટીઆરપી ઊંચો જતો રહે. આ કારણે જ પહેલા કરતા અત્યારે વેબસિરીઝ રોજબરોજ વધતી જોવા મળે છે. આજના યુવાનોમાં ડ્રિંક્સ અને સ્મોક તો કોમન થઈ ગયું. પહેલા જે બાપદાદાનો ડર હતો એ હવે એક ફેશન બની ગઈ છે. ખુલ્લેઆમ ગર્લ્સ પણ સ્મોક કરતી જોવા મળે છે. અમુક વેબસિરીઝમાં તો હિંસકતા એટલી હદે વ્યાપેલી હોય કે જોનારને એક રાત તો ઊંઘ ના આવે. આમ છતાં પણ આ માટે ના કોઈ કમ્પ્લેઇન કે ના કોઈ જવાબદાર. 

સમયસર જો આ બાબતે વાલીઓમાં, બાળકોમાં કે યુવાનોમાં જાગૃતતા નહીં આવે તો આવનારો સમય કદાચ બધા માટે ઘાતક પુરવાર થશે. કેમ કે કોઈને કોઈ પર વિશ્વાસ જ નહીં રહે. ગમે ત્યારે ગમે તે ખુલ્લેઆમ કતલ કરતા પણ નહીં અચકાય. ઘરમાં જ અશ્લીલ શબ્દો બોલતા નહીં અચકાય. નાની નાની વાતમાં બદલો લેવા માટે રેપ કરતા પણ નહીં અચકાય, સંસ્કાર કે માન મર્યાદાને તો દૂર દૂરના પણ સંબંધો નહીં રહે. આ એક કળિયુગની જ નિશાની છે.


Rate this content
Log in

Similar gujarati story from Horror