Rajeshri Thumar (Youtuber)

Crime Fantasy

4  

Rajeshri Thumar (Youtuber)

Crime Fantasy

ડિજિટલયુગમાં અંધશ્રદ્ધા

ડિજિટલયુગમાં અંધશ્રદ્ધા

2 mins
350


અમરેલી જિલ્લાના નાનકડા ગામમાં રવજીભાઈ અને કાંતાબેન સરકારી સ્કૂલમાં શિક્ષકની નોકરી કરી ગુજરાન ચલાવતા હતાં. ઘણા વર્ષો વીત્યા પણ કોઈ સંતાન ના પામ્યા. પથ્થર એટલા દેવ કર્યા છેલ્લે ગામલોકોની સલાહથી તાંત્રિકવિધીમાં પડ્યા. માસ્તર રોજ સંધ્યાટાણે કાંતાબેનને તાંત્રિક પાસે લઈ જતા. તાંત્રિક ધૂપ દીપ કરી ચારેકોર ધુમાડો ફેલાવતો મંત્ર તંત્ર એટલા પ્રચંડ અવાજે બોલ્યો કે કાન્તાબેન લાગણીભીના હૃદયે ધ્રુજવા લાગ્યા. કાંતાબેન ધ્રુજતા જ રંગ પારખી તાંત્રિક જોરજોરથી મંત્ર બોલતા જોરથી ધૂતકારી મારવા લાગ્યો. કાંતાબેન પૂરા એના વશમાં આવીને ધુણવા લાગ્યા.

સંતાનસુખની પ્રાપ્તિ માટે શિક્ષિત રવજીભાઈ તાંત્રિકની જાળમાં પુરેપુરા ફસાયા. લાલચુ તાંત્રિકે પિતૃ નડે છે, તમારે માતાજીને 108 શ્રીફળ, અનાજ, તેલનો ડબો જેવી અનેક ચીજવસ્તુ ધરવી પડશે. અંધયુગલ તો સંતાન માટે જે માંગે એ આપવા તૈયાર થયાં. આપણા જ પિતૃ આપણું ભલું ઈચ્છે કે આપણને નડે ?

તાંત્રિકની ચૂંગાલમાં ફસાઈને ઘરને પાયમાલ કર્યું, છતાં સંતાનસુખ ના મળ્યું. છેલ્લે તાંત્રિકે તો હદ વટાવીને કાંતાબેનને ઘરે એકલી બોલાવી. રવજીભાઈ પણ ધર્મપત્નિને તાંત્રિકના ભરોસે લોબાનયુક્ત ધુમાડાથી સજ્જ ઓરડામાં મુકી આવ્યા. નરાધમ તાંત્રિકે કાંતાબેનને પાણીમાં બેભાન થવાની ગોળી ઓગાળીને આ માતાજીનો પ્રસાદ છે, આટલુ પાણી તમારે રોજ એકશ્વાસે પી જવું કહેતા જ "ભોળા કાંતાબેન પ્રસાદ ગટગટાવી ગયા." બિચારા કાંતાબેન પર રોજ બળાત્કાર થતો રહ્યો. 

એકવાર કાંતાબેનને ઘેન ના ચડતા તાંત્રિકની દાનત પારખી ગયા અને "બચાવો, બચાવો"ની બૂમો પાડવા લાગ્યા. ભાંડો ફૂટવાના ડરથી કંઈ વિચાર્યા વગર જ કાંતાબેનને ગળેટૂંપો આપી દીધો. રવજીભાઈ પહોંચ્યા ત્યાં તો એની જીવથી વ્હાલી જિંદગીનો કાયમી માટે અસ્ત થઈ ગયો હતો.

આજના ડિજિટલ યુગમાં માણસ ચાંદ પર પહોંચી ગયો પરંતુ આવી અંધશ્રદ્ધામાંથી બહાર ના આવ્યો. મોબાઈલ જેવા અનેક ઉપકરણો વાપરવાથી સ્માર્ટ તો બન્યો પરંતુ અંદરથી હજુ અંધ બની છેતરાતો જ રહ્યો. કોઈ બાળક માટે તો કોઈ પૈસા માટે અંધ બને જ છે. કાળા માથાનો માનવી " એક જીવના જન્મ માટે એક જીવતા જીવની બલી ચડાવતા પણ અચકાતો નથી. શિક્ષિત હોવા છતાં આવા લાલચુ અને લંપટ તાંત્રિકો પર જલ્દીથી વિશ્વાસ મૂકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime