Rajeshri Thumar

Abstract

4  

Rajeshri Thumar

Abstract

લાગણીનો દસ્તાવેજ

લાગણીનો દસ્તાવેજ

1 min
369


રૂમઝૂમતો આવ્યો રક્ષાબંધન તહેવાર,

આવ્યું પ્રેમતણું ઘોડાપુર આજ બેનીને.


પ્રેમના એક તાંતણે બંધાયો આજ વીરો,

જીવનભર રક્ષાકાજ બન્યો બોડીગાર્ડ બેનીનો.


અફાટ સમુદ્રી મોજાતુલ્ય પ્રેમ વીરાનો,

કરાવતી લાગણીની નૌકામાં સહેલ બેની.


નહીં મળે કોઈ ઘરનો એક પણ ખૂણો,

જ્યાં ના હોય તકરાર ભાઈ-બેનીની,

મળે પ્રેમ ભાઈ-બેનીનો એ જ નસીબદાર.


લડતો બાળપણથી જ શત્રુ બની વીરો,

મુજ ખાતર ઢાલ બની લડે આખી દુનિયા.


લાગણીનો છે દસ્તાવેજ રાખડી બેનાની,

કાળને પણ ફેરવે શુભમાં રાખડી બેનાની,

સિંચી ડે અંતરના ઓવારણાથી બેની.


અજોડ પ્રીત છે અનમોલ ભાઈ-બેનીની,

લાખો રહી કોશિશો દર્શાવવા કલમસંગ,

ના દર્શાવી શકી "શ્રી" આજ લાગણી,

શબ્દોમહીં ભાઈ-બેનીની.


Rate this content
Log in