STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

વિશ્વસ્તરે વધી રહેલું ભારતનું મહત્વ

વિશ્વસ્તરે વધી રહેલું ભારતનું મહત્વ

3 mins
5


વિશ્વભરમાં રાજકારણ, અર્થતંત્ર કે ટેક્નોલોજીના જગતમાં જોવા જઈએ તો છેલ્લા દાયકામાં જ ભારતનું સ્થાન નક્કર અને અસરકારક બનતું જોવા મળ્યું છે. ભારત વિકાશશીલ દેશમાંથી આજે વિકસિત દેશોની વચ્ચે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યો છે. આજે ભારત વિકાસના પંથે પૂરપાટ ઝડપે આગેકૂચ કરી રહ્યું છે. થોડા સમયમાં મસમોટી સિદ્ધિ હાસલ કરી ચૂક્યું છે. વિશ્વભરમાં આજે ભારતનું નામ અનેક ક્ષેત્રોમાં અવ્વલ નંબર પર પહોંચવા આવ્યું છે.


ભારતને આજે પહેલા કરતાં બહુ ઘણી જગ્યાઓ પર માન, સન્માન અને મોભો મળવા લાગ્યો છે. ગુલામીની ઝંઝીરમાંથી નીકળ્યા બાદ ભારત ફરી બેઠું થયું અને આજે વિશ્વના ટોચના દેશોની સાથે બરાબરની જગ્યા લઈ ચૂક્યું છે. ભારતના વિચારો, નિર્ણયો અને તેમના અભિગમને પણ વિશ્વસ્તરે માન્યતા મળી રહી છે. વૈશ્વિક રાજકારણમાં પણ ભારતની ભૂમિકા સતત મજબૂત બની રહી છે. તાજેતરનો જ દાખલો લઈએ તો 2023 નું G20 સંમેલનનું આયોજન એ ભારતની વિશ્વભરમાં વધતી પ્રભાવશાળી ભૂમિકાનું પ્રતિક છે.


વૈજ્ઞાનિક લેવલે પણ આજે ભારત હરણફાળ ભરી રહ્યું છે. 2023 માં જ ઈસરો દ્વારા ચંદ્રયાન -3 તેમજ આગામી વર્ષોમાં 'ગગનયાન' મિશન ભારતને વૈશ્વિક અંતરિક્ષ સંશોધનમાં જરૂર આગળ લાવશે. ભવિષ્યમાં ભારત દેશ માનવની અવકાશયાત્રીની તૈયારી કરતો દેશ બની જશે. આજે ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. ઉપરાંત આજે ભારતે AI ટેક્નોલોજીમાં પણ મોટુ યોગદાન આપ્યું છે.


આજના યુગમાં ભારતે પર્યાવરણ ક્ષેત્રે પણ ખૂબ મહત્વના નિર્ણયો લઈને ઔદ્યોગિક ક્ષેત્રે સારુ યોગદાન આપ્યું છે. જેમ કે, પ્લાસ્ટિક ફ્રી ભારત, ઝીરો કાર્બન જેવી અનેક જાગૃતિ માણસોમાં લાવીને વધુ ધુમાડા કરતાં વાહનો પર ફૂલ સ્ટોપ મૂક્યું છે. ઉપરાંત પ્લાસ્ટિકની જગ્યાએ બને એટલી કાગળની થેલીઓ વાપરવા પર ભાર મૂકે છે. ઉચ્ચ ગુણવતા ભર્યું પ્લાસ્ટિક વાપરવાથી માણસને નુકશાન ન થતાં ફરી પ્રોસેસ કરીને બીજીવાર ઉપયોગમાં લઈ શકાય છે. માઈક્રો લેવલનું પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત વિશ્વ યોગ દિવસ આજે દરેક ખંડમાં ઉજવાય રહ્યો છે. આ ભારતની સાંસ્કૃતિક દિશા અને તંદુરસ્ત ભારતની એક આગવી ઓળખ બની છે.


ભારતમાં આજે ઔદ્યોગિક ક્ષેત્રે ધરખમ ફેરફારો થયાં છે. આપણા દેશમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાન તેમજ "મેક ઈન ઈન્ડિયા" જેવી તો અનેક યોજનાઓ દેશનાં યુવાનોને ઉદ્યોગ ક્ષેત્રે બહુ મહત્વનું યોગદાન આપીને વૈશ્વિક લેવલે નામ ગુંજતું કર્યું છે. આજના યુવાનો નોકરી શોધતા નથી પરંતુ તેઓ નોકરીઓ પેદા કરે છે. વિશ્વના મોટા મોટા રોકાણકારો પણ આજે ભારત તરફ આશાની નજરે જોતા થયાં છે. મોટા મોટા દેશો પણ વૈશ્વિક મંદી સામે હારવા લાગ્યા હતા, જયારે ભારતે જે અડગ સ્થિરતા દર્શાવી છે તે ખરેખર સરાહનીય છે.


તાજેતરમાં જ ભારતનું અર્થતંત્ર લગભગ વિશ્વનું ચોથું સૌથી મોટુ અર્થતંત્ર છે. ભારત દેશ આજે માત્ર મેદની તરીકે જ નહીં ઓળખાતા એક મહાન ગુણવતા માટે પણ લોકપ્રિય બન્યું છે. બહુ થોડા વર્ષોમાં જ ભારત સરકારે આમ નાગરિકો માટે અનેક સહાય યોજનાઓ ઘડીને બધાને પગભર બનાવ્યા છે. આટલું જ નહીં, મેડિકલ સહાય, ઘરનું ઘર, મફત ક્ષિક્ષણ, કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ જેવી તો અનેક નગણ્ય સહાય ભારત સરકાર આજે કરી રહી છે. વિશ્વના ખૂણે ખૂણે આજે ભારતનું નામ વિકાસ લેવલે પ્રશંસાને પાત્ર બન્યું છે.


ભારત એક એવું રાષ્ટ્ર્ર છે જે ફક્ત પોતાના માટે નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ વિચારીને કદમ માંડે છે. આજના યુવાનો પોતાના વિચારો રજૂ કરવા પુરેપુરા આઝાદ છે. પોતાની બુદ્ધિથી આજે યુવાનો વિશ્વમાં પણ પ્રભાવ પાડી રહ્યા છે. જેમ કે વૈજ્ઞાનિક સંશોધન, ઉદ્યોગ સર્જન, સંસ્કૃતિ, સામાજિક સંદેશ કે માનવતા, મહાનતા, વૈશ્વિક શાંતિ જેવા અનેક ક્ષેત્રે ભારત હવર વિશ્વભરનું વિશ્વાસપાત્ર નેતૃત્વ આપી રહ્યું છે.



  -રાજેશ્રી ઠુંમર


Rate this content
Log in

Similar gujarati story from Inspirational