STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: ચમત્કાર કે ચેતવણી??

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: ચમત્કાર કે ચેતવણી??

5 mins
6





વિજ્ઞાન અને ટેક્નોલોજીની લાંબી દોટમાં માનવજાતે આજે અસાધારણ પ્રગતિ કરી છે. વર્ષો પહેલા જે વિચારવું પણ અશક્ય હતું એ આજે માનવે શક્ય બનાવી નાખ્યું છે. અસંભવિત બધું સંભવિત બનતું જાય છે. આ AI ટેક્નોલોજીએ આજે માણસોના જીવનમાં ચાર ચાંદ લગાવી દીધા છે. કુત્રિમ બુદ્ધિમાં માણસ કરતાં પણ વધુ વિચારશક્તિએ આજે માણસને કલ્પના કરતાં કરી દીધા છે.

AI એટલે કે માત્ર મશીનમાં બુદ્ધિ જ નહીં, પરંતુ માનવની જ બુદ્ધિનો એક અંશ છે. લગભગ બધાએ એ મહેસુસ કર્યું જ હશે કે, 'જો આપણે અમેઝોન કે ઈન્સ્ટાગ્રામ કે કોઈપણ એપ્લિકેશનમાં આપણને જો કોઈ વસ્તુ કે વીડિયો ગમે તો તરત જ એ વસ્તુ કે વીડિયો અવારનવાર આપણને એ એપ્લિકેશનમાં દેખાવા લાગે. અરે, આટલું જ નહીં એ વસ્તુ જેવી અઢળક વસ્તુઓ કે વીડિયો પણ બતાવવા લાગે. આપણા મનની વાત માણસો સમજે એ પહેલા જ આ ટેક્નોલોજી આસાનીથી સમજી જાય છે. તો આ છે શું?? આ બધું જ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ પર તો આધારિત છે.

આજે ટેક્નોલોજીનો જરૂર કરતાં ખોટી રીતે વધુ ઉપયોગ થઈ રહ્યો છે. માણસે મશીનને બનાવ્યા જરૂર છે, પરંતુ આ મશીન જ માણસને માણસમાંથી મશીન બનાવવાં લાગ્યા છે. જેમ કે, "આપણે થોડી થોડી વારે મોબાઈલ ચેક કરવો, નજીકના સગા સબંધીઓને મળવા કરતાં સોશ્યિલ મીડિયાનાં મિત્રોને દિવસમાં અનેકવાર મેસેજ કરવા, રાત્રે ફેમિલી જોડે બેસવા કરતાં મોબાઈલમાં જ પડ્યા રહેવું જેવી અનેક પ્રવૃતિઓ માણસો મશીનની જેમ કર્યા કરે છે. ગમે એટલા માણસોની વચ્ચે પણ આજે માણસ મોબાઈલ વગર અટુલો છે.

ટેક્નોલોજીનો ઉપયોગ જો પ્રમાણસર અને જરૂરિયાત પૂરતો કરીએ તો આશીર્વાદ સમાન છે. નહીંતર મશીનો જ બોલશે અને માણસો વચ્ચેનો સંવાદ ઘટશે. ચેટબોટ્સ જવાબ આપશે પરંતુ ભાવના એમાં ગાયબ હશે. બાળકો પણ ઓનલાઈન ઘણું શીખશે જયારે માનવતા ભૂલી જશે. આ આપણા બનાવેલા મશીનો જ ક્યાંક આપણને ના બનાવે. ટેક્નોલોજી જેટલી આગળ વધી રહી છે એટલો જ માણસ પાછળ ખસી રહ્યો છે.
 'અતિને ગતિ ના હોય', આ મુહાવરો બરાબર સમજીને માણસે ટેક્નોલોજી તરફ વળવું જોઈએ. ટેક્નોલોજી સાધન નહીં પણ સાથી બની ગઈ છે.

દરેક ટેક્નોલોજીનાં ફાયદા અને ગેરફાયદા બન્ને હોય જ છે. જેમ કે માનવ કરતાં અનેકગણી ઝડપે અને ચોક્સાઈપૂર્વક કામ કરી શકે છે, થકાવટ વિના અવિરત કામ કરે છે. માનવ કરતાં ભૂલો નહીંવત કરતું હોય છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અંગત માર્ગદશન પૂરું પડે છે. આવા તો અનેક ફાયદા છે. તેવી જ રીતે મશીનો વધતા આજે સામાન્ય માણસને નોકરીના ફાંફા પડવા લાગ્યા છે. સૌથી અગત્યની વાત માણસમાંથી માનવતા ઘટતી જાય છે. સ્વાવલંબીમાંથી પરાવલંબી બનતા જાય છે. કોઈ પણ નાનો અમથો ફોલ્ટ આવે તો પણ માનવ હેરાન પરેશાન થઈ જાય છે. આજે યુવાનોની પ્રોફાઈલ કે ફોટોઝ હેકિંગ કરીને ખૂબ દુરુપયોગ થાય છે. આવા તો અનેક ગેરફાયદા પણ છે. 

પૂરપાટ વેગે દોડતું વિજ્ઞાન જયારે સંસ્કારોને સાથે લઈને ચાલશે તો જ એ કલ્યાણ લાવી શકે, બાકી તો અંધકાર નક્કી જ છે. માણસ જો કોઈ એવી ટેક્નોલોજી વિકસાવે કે જેમાં માણસાઈ કે મનુષ્યત્વ જીવતું રહેવું જોઈએ. માણસની માણસાઈને નેવે મૂકીને આવી કોઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એ માનવ માટે અતિ ઘાતક સાબિત થશે. 

AI એ ઉન્નતિનું સાધન છે, પરંતુ તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો, બાકી તો વિનાશનું સાધન પણ બની શકે છે. સત્ય હકીકત તો એ છે કે, ટેક્નોલોજી ગમે એટલી સરળ કે ખરાબ હોય, પરંતુ તેનો ઉપયોગ કોણ કરે છે, કેવી નીતિથી કરે છે, અને કેટલી સમજદારીથી કરે છે એના પર જ ટેક્નોલોજી સારી છે કે ખરાબ એ જાણી શકાય છે.



    -  રાજેશ્રી ઠુંમર


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati story from Inspirational