વાસ્તવ
વાસ્તવ


ધીરા આંચકા સાથે ગાડી ઊભી રહી, સાગર અને નિલેશ બંને હમેશાં દરવાજા પાસે જ બેસે અને ગાડી ઊભી રહે એટલે એમના બંને વચ્ચે એક મીઠી સ્પર્ધા રહે કે કોણ પહેલું ગાડીમાંથી ઉતરે.!
એમાંય આજે તો પરિવાર સાથે કુદરતી સૌંદર્યની વચ્ચે પોતાની આગવી છટાથી પોતાનો ઇતિહાસ સાચવીને બેઠેલા એક નાનકડા રાજમહેલમાં દિવસ વિતાવવાનો હતો, એટલે સાગર અને નિલેશ બંને ભાઈઓનો ઉત્સાહ અનેરો હતો.
માટીના કલાત્મક બનેલા બે ઘોડાઓએ અમારું સ્વાગત કર્યું. એટલામાં મહેલની બાજુમાંથી શંખનાદ થયો....! ખરેખર આ શંખનાદ મારા ગામના શિવ મંદિરમાં દરરોજ સવારે થાતી આરતીનો હતો. આ અવાજ સાથે જ મારી આંખ ખુલી ગઈ. "લોકડાઉન" સપનાં પણ કેવાં કેવાં લઈને આવે.
મેં આજે સવારે ચા પીતી વખતે લોકડાઉન મધ્યે પરિવારમાં જાહેરાત કરી છે કે બાલારામ પેલેસ અને ભગવાન શિવ બાલારામના દર્શન કરવા માટે લોકડાઉન ખુલ્યા પછી પરિવાર સાથે જઈશું. બાળકો સાથે પરિવારના સભ્યોને આશ્ચર્ય થયું છે કે મેં અચાનક "બાલારામ" કેમ યાદ કર્યું..!