Kaushik Dave

Drama Inspirational

2  

Kaushik Dave

Drama Inspirational

વાર્તા અને બોધપાઠ

વાર્તા અને બોધપાઠ

1 min
80


મમ્મી, હું નાનો હતો ત્યારે તું વાર્તાઓ સંભળાવતી હતી ને !

હા બેટા, તને દરરોજ વાર્તા કહેતી હતી.

ને પછી મમ્મી તું એ વાર્તાનો બોધપાઠ કે શીખ પણ કહેતી હતી.

હા બેટા, દરેક વાર્તાઓ બોધપાઠ મળે એવી જ કહેતી હતી.

 મમ્મી, મને વાર્તાઓ વાંચવાનો બહુ શોખ છે. પણ મમ્મી તું કહેતી હતી એ વાર્તાઓ અને હાલમાં લખાતી વાર્તાઓમાં બહુ ફેર લાગે છે. હવે તો અલગ પ્રકારની જ લખાય છે.

 હા બેટા, સમયની માંગ પ્રમાણે વાર્તાઓ લખાતી હોય છે.

પણ મમ્મી, અત્યારની વાર્તાઓ અને વાસ્તવિકતા વચ્ચે બહુ જ અંતર દેખાય છે. ખાસ બોધપાઠ કે શીખ મળતી નથી.

બેટા, સમય પ્રમાણે લખાતી વાર્તાઓમાંથી પણ આપણે એ વાર્તાનું સારું તત્વ શોધતા શીખવું પડે. એના પરથી પણ બોધપાઠ મળી શકે છે.

ઓકે મમ્મી, તેં મારી ગેરસમજ દૂર કરી. મમ્મી તું આટલું બધું ક્યાંથી શીખે છે ?

બેટા, અનુભવ પરથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama