Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!
Find your balance with The Structure of Peace & grab 30% off on first 50 orders!!

Rahul Makwana

Drama

3  

Rahul Makwana

Drama

ઊટી ભાગ ૨૭

ઊટી ભાગ ૨૭

10 mins
145


અખિલેશનાં કેસ સોલ્વ થવાની અણી પર હતો, ડૉ. અભય લગભગ એંસી ટકા કેસ તો સોલ્વ કરી નાખે છે, ત્યારબાદ કેસ સોલ્વ કરવાં માટે અખિલેશની આવશ્યકતા પડે છે, આથી ડૉ. રાજન, અખિલેશ અને દીક્ષિત ઊટી પહોંચે છે, એ બધાં જ સિલ્વર સેન્ડ હોટલમાં રોકાય છે, કે જયાં ડૉ. અભય અગાવથી રોકાયેલ હતાં, તે દિવસે રાતે 9 વાગ્યે હોટલનાં ફર્સ્ટ ફ્લોર પર આવેલ મીટિંગરૂમમાં ડૉ. અભય મિટિંગ ગોઠવે છે, ડૉ. અભય આ મીટિંગ માટે ડૉ. રાજન, અખિલેશ, દીક્ષિત, હનીફ, સલીમભાઈ, સાક્ષી ઉપરાંત ડી.સી.પી અભિમન્યુને બોલાવે છે, ત્યારબાદ મીટીંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકો અખિલેશનાં કેસ વિશે ચર્ચા કરે છે, આ દરમ્યાન અખિલેશને ગભરામણ અને બેચેની લાગી રહી હોવાથી તે ડૉ. અભય અને ડૉ. રાજનની પરમિશન લઈને મિટિંગરૂમની બહાર આવેલ ગેલેરીમાં જાય છે. .થોડાંક સમય બાદ અખિલેશ ગભરાયેલી અને ડરેલી હાલતમાં દોડતો - દોડતો મીટિંગરૂમમાં દાખલ થાય છે. તેના ધબકારા અને શ્વાસોશ્વાસ એકદમ વધી ગયેલાં હતાં, ડરને લીધે તેનું પૂરેપૂરું શરીર કાંપી કે ધ્રુજી રહ્યું હતું !

   અખિલેશને આવી હાલતમાં જોઈને દીક્ષિત પોતાની ખુરશી પરથી ઝડપભેર ઉભો થયો, અને ખુરશી પોતાનાં હાથથી એક તરફ ઘકેલીને અખિલેશ તરફ દોડવાં લાગ્યો, જ્યારે મિટિંગરૂમમાં હાજર રહેલાં તમામ વ્યક્તિઓ પણ અખિલેશને આવી હાલતમાં જોઈને હેરાન હતાં, બધાનાં મનમાં એક જ પ્રશ્ન હતો કે થોડીવાર પહેલાં જ્યારે અખિલેશને ગભરામણ થતી હોવાને લીધે મિટિંગરૂમની બહાર ગયો, ત્યારે તો એકદમ નોર્મલ હતો, આમ એકાએક આચાનક અખિલેશની આવી હાલત કેવી રીતે થઈ ? એવું તો અખિલેશ પોતે જ્યાં હોટલની ગેલેરીમાં ઉભો હતો, ત્યાં કે તેની આસપાસ શું બન્યું હશે…? કે જેને લીધે અખિલેશ આટલો બધો ડરી ગયો, તેનાં શરીરમાં ધ્રુજારી આવવાં લાગી હશે ? એક્દમથી તેનાં શ્વાસોશ્વાસ અને હૃદયનાં ધબકારા વધી ગયાં હશે…?

    દીક્ષિતે અખિલેશનાં એક હાથ પોતાનાં હાથમાં રાખ્યો અને બીજો હાથ પીઠનાં ભાગે પ્રેમથી ફેરવવાં લાગ્યો, હાથ ફેરવતાં - ફેરવતાં અને સાંત્વનાં આપતાં દીક્ષિતે અખિલેશને પૂછ્યું.

"અખિલેશ ! દોસ્ત ! શું થયું તને…? શાં માટે તું આટલો બધો ગભરાયેલો કે ડરેલો છો…? શાં માટે તારું આખેઆખું શરીર કાંપી રહ્યું છે…?" - સાંત્વનાં આપતાં દિક્ષેતે હળવેકથી એખીલેશને પૂછ્યું.

     એવામાં સાક્ષી ટેબલ પર રહેલો પાણી ભરેલ ગ્લાસ લઈને આવે છે, અને અખિલેશને પહેલાં પાણી પી લેવાનું કહે છે, ત્યારબાદ અખિલેશ એક જ શ્વાસમાં આખે-આખો પાણીનો ગ્લાસ પી જાય છે, પાણી પીધાં પછી અખિલેશને થોડુંક સારું લાગે છે, પરંતુ અખિલેશનાં ધબકારા અને શ્વાસોશ્વાસ તો હજુપણ શાંત નહોતો થયાં. પાણી પીધાં પછી અખિલેશ ખાલી ગ્લાસ સાક્ષીનાં હાથમાં આપે છે. અને અખિલેશ ધ્રુજતાં અવાજમાં પોતાની સાથે જે ઘટનાં બની હતી, તે ઘટનાનું વર્ણન કરવાં લાગે છે, અને હાજર રહેલ દરેક વ્યક્તિ આતુરતાપૂર્વક અને ઉત્સાહથી અખિલેશની વાત કાગડોળે સાંભળવા માંડે છે.

"હું ! જ્યારે મીટિંગરૂમમાં બેઠો હતો, અને તમે બધાં જ્યારે મારા કેસ સંબંધિત ચર્ચા કરી રહ્યાં હતાં, તે દરમ્યાન મને થોડુંક બેચીની જેવું લાગી રહ્યું હતું, આથી હું ડૉ. રાજન અને ડૉ. અભયની પરમિશન લઈને મિટિંગરૂમની બહાર આવેલ ગેલેરીમાં ઉભો હતો, અને ગલેરીમાંથી બહાર જોઈ રહ્યો હતો, લગભગ પંદરેક મિનિટ બાદ મારાં કાન સાથે એક જાણીતો અવાજ અથડાયો. જે મારું નામ લઈને મને બોલાવી રહ્યો હતો, આથી આતુરતાપૂર્વક હું એ અવાજની દિશામાં આગળ વધવા લાગ્યો, ધીમે - ધીમે હું એ અવાજને ફોલો કરતાં કરતાં ફર્સ્ટ ફ્લોર પર ખુણામાં આવેલા રૂમ એટલે કે રૂમ નં 110 પાસે પહોંચી ગયો, જે રૂમ ફર્સ્ટ ફ્લોર પર એકદમ ખૂણામાં આવેલ હતો, જેવો હું રૂમ નં - 110 પાસે પહોંચ્યો તો મને પેલો અવાજ સંભળાવવાનું બંધ થઈ ગયું, આથી હું નિરાશ થઈને પાછો ફરવાં લાગ્યો, એવામાં ફરી મને એ જ અવાજ સંભળાયો… આથી મેં તરત જ પાછું વળીને જોયું તો મારી પાછળ કોઈ જ હતું નહીં. અવાજ ફરી પાછો સંભળાતો બંધ થઈ ગયો, લગભગ પાંચેક મિનિટ બાદ રૂમ નં 110 ની બહાર રહેલ લાઈટ એની જાતે જ લબગ - ઝબક થવાં લાગી, મારી એકદમ બરાબર સામે એક બારી હતી, તે એકાએક અચાનક જોર-જોરથી ખોલબંધ થવાં લાગી, બારી માંથી વાવાઝોડાં માફક જોર-જોરથી પવન ફૂંકાવા લાગ્યો, અને એક મિનિટ માટે તો મારી આસપાસ એક્દમથી અંધકાર છવાય ગયો, થોડીક ક્ષણો બાદ બારીમાંથી ધીમે - ધીમે આછો પ્રકાશ કે અજવાળું આવવાં માંડ્યું, અને સાથે - સાથે ધુમાડો છવાય ગયો હોય તેવું લાગી રહ્યું હતું.!" 

"પછી. પછી. શું. થયું. અખિલેશ. ?" - ડૉ. રાજને આતુરતા સાથે અખિલેશને અધવચ્ચે જ પૂછ્યું.

"સાહેબ ! પછી ધીમે - ધીમે એ ધુમાડો ઓછો થવાં લાગ્યો. જેવો ધુમાડો ઓછો થયો. એની સાથે જ હું જેને સાચા દિલથી પ્રેમ કરૂં છું એ મારી શ્રેયાં મારી આંખો સામે ઉભેલી હતી. જે પોતાનાં બનેવે હાથ મારી તરફ કરીને મને મદદ માટે બોલાવી રહી હોય તેવું મને લાગ્યું !" - અખિલેશ આગળ જણાવતાં બોલે છે.

"પણ ! અખિલેશ ! તું તો શ્રેયાને પ્રેમ કરે છો. તો પછી તું શ્રેયાથી ડરીને કેમ મીટિંગરૂમમાં દોડતાં - દોડતાં આવ્યો..?" - સાક્ષીએ અચરજ પામતાં અખિલેશને પૂછ્યું.

"સાક્ષી ! હું શ્રેયાને જોઈને ડરીને મીટિંગરૂમમાં ભાગતો - ભાગતો આવ્યો એવું નથી. !" - અખિલેશ સ્પષ્ટતા કરતાં બોલે છે.

"સાહેબ ! તો પછી તમે ત્યારબાદ શું જોયું કે તમે એકદમથી ડરી ગયાં…?" - હનીફે અખિલેશને પૂછ્યું.

"મને ડર સાક્ષીને જોઈને નહીં પરંતુ ત્યારબાદ મેં જે જોયું કે અનુભવ્યું એનાથી મને વધુ ડર લાગ્યો. મેં મારી નજર સમક્ષ જ્યારે સાક્ષીને ઉભેલ જોય, આથી મને ખુબ જ આનંદ થયો. જાણે ડૂબતા વ્યક્તિને કોઈ તણખલાનો સહારો મળવાથી જેટલો આનંદ થાય, એટલો આનંદ મને શ્રેયાને જોઈને થઈ રહ્યો હતો, પરંતુ જ્યારે મેં શ્રેયાની સામે ધ્યાનથી જોયું તો શ્રેયા એકદમ નિરાશ, ડરેલી, અને લાચાર હોય તેવું મને લાગી રહ્યું હતું. જાણે તેને મારી મદદની જરૂરીયાત હોય તેવું મને લાગી રહ્યું હતું. .આથી શ્રેયાની મદદ કરવાં માટે હું દોડવા ગયો, પરંતુ જાણે કોઈએ મારાં પગ પકડી રાખ્યાં હોય તેવું મને લાગી રહ્યું હતું. મેં મારા પગ ઉપાડવાં માટે ઘણી મથામણ કરી પરંતુ મારી બધી જ મહેનત વ્યર્થ ગઈ, હું ઈચ્છતો હોવાં છતાંપણ મારી શ્રેયાં તરફ એકપણ ડગલું ભરી ના શક્યો, આથી શ્રેયા લાચારી ભરેલ હાલતમાં મારા તરફ આગળ વધવાં ગઈ. .હજુ તો માંડ શ્રેયા એકાદ બે પગલાં જ ચાલી હશે. એવામાં મને એક ગન ફાયરિંગનો અવાજ સંભળાયો, અને શ્રેયાએ "અખિલેશ ! મને બચાવ ! પ્લીઝ ! મને બચાવ…! એવી એક બૂમ પાડી. એવામાં તો જોતજોતામાં એ બંદૂકની ગોળી મારી શ્રેયાંનાં માથાં માંથી સોંપટ સીધે - સીધી નીકળી ગઈ, અને મારી વ્હાલી શ્રેયાં લોહી-લુહાણ હાલતમાં જમીનદોસ્ત થઈ ગઈ, અને તેની ફરતે લોહીની નદી વહેવા લાગી."

"ત્યારબાદ મેં મારામાં જેટલી હિંમત હતી, એ બધી જ હિંમત અને તાકાત એકઠી કરીને શ્રેયાં તરફ જવાં માટે મારા રોકાયેલાં પગ ઉપાડ્યા..જેમાં આ વખતે હું આગળ ચાલવામાં કે ડગલાં ભરવામાં સફળ રહ્યો, ત્યારબાદ, મેં ઝડપથી શ્રેયાં પાસે જઈને તેને હોસ્પિટલે લઈ જવાનું વિચાર્યું. જેવો હું શ્રેયાની નજીક પહોંચીને તેનાં હાથ પકડીને બેઠી કરવાં ગયો, ત્યાં તો જાણે મારાં પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું મને લાગી રહ્યું હતું. મેં જે જોયું તેનાં પર મને વિશ્વાસ નહોતો આવી રહ્યો, જેવાં મેં મારા હાથ શ્રેયાની મદદ કરવાં માટે લંબાવ્યા એવાં મારા બનેવ હાથ શ્રેયાની આરપાર નીકળી ગયાં, શ્રેયાં જાણે એક પડછાયો હોય એવું મને લાગી રહ્યું હતું…આથી તમારાં બધાંની મદદ મળે અને તમે બધાં શ્રેયાને જોઈ શકો એ માટે હું ઝડપથી મીટિંગરૂમમાં દાખલ થયો. !" - અખિલેશ પોતાની વાત પૂરી કરતાં જણાવે છે.

   અખિલેશનાં મોઢેથી આખી ઘટનાં સાંભળીને મીટિંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકો અખિલેશની સાથે રૂમ નં 110 પાસે જવાં માટે તૈયાર થઈ જાય છે…

"એક મિનિટ. !" - સાક્ષીને એકાએક કંઈક યાદ આવ્યું હોય તેવી રીતે બોલી !

"હા ! સાક્ષી ! તને આમ એકાએક અચાનક શું યાદ આવ્યું…?" - ડૉ. રાજને સાક્ષીને પુછ્યું.

"સાહેબ ! અખિલેશ સર જ્યારે પોતાની સાથે બનેલ ઘટનાં વિશે જણાવી રહ્યાં હતાં, એમાં તેઓએ રૂમ નં - 110 નો ઉલ્લેખ કરેલ હતો. પરંતુ મને એકાએક યાદ આવ્યું કે વર્ષો પહેલા નિત્યા અને નિસર્ગ પણ અમારી હોટલનાં આ જ રૂમમાં રોકાયેલાં હતાં." - સાક્ષી યાદ કરતાં જણાવે છે.

    આથી હાજર બધાં લોકો આ રહસ્યનો ઉકેલ મેળવવાં અને પોતાનાં મનમાં રહેલાં અનેક પ્રશ્નોનાં જવાબ મેળવવા માટે બધા જ લોકો અખિલેશ સાથે મિટિંગરૂમની બહાર નીકળીને ઝડપથી રૂમ નં 110 તરફ ચાલવાં માંડે છે.

    જ્યારે આ બધાં જ લોકો રૂમ નં 110 પાસે પહોંચે છે. ત્યાં પહોંચ્યા બાદ બધાં નવાઈ પામે છે. કારણ કે રૂમ નં 110 ની આજુબાજુ એટલે કે અખિલેશે જે ઘટનાં સ્થળ દર્શાવેલું હતું, એ તો જાણે ત્યાં કંઈ બન્યું જ ના હોય તેમ એકદમ શાંત અને નોર્મલ જ હતું. ત્યારબાદ ડૉ. અભય "હમણાં એક જ મિનિટમાં આવું એવું કહીને મિટિંગરૂમ બાજુ ઝડપથી ચાલાવાં લાગ્યાં. થોડીવારમાં ડૉ. અભય પોતાનાં હાથમાં યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર લઈને આવે છે, અને રૂમ નં 110 ની નજીક આવીને યુનિવર્શલ એનર્જી ડિટેક્ટર ડિવાઇસ ઓન કરે છે. જેવું ડૉ. અભય આ યુનિવર્સલ એનર્જી ડિટેક્ટર ઓન કરે છે. એ સાથે જ હાજર રહેલાં તમામ લોકોની આંખો ડર અને નવાઈ સાથે પહોળી થઈ ગઈ કારણ કે ડૉ. અભયે જેવી આ ડિવાઇસની સ્વીચ ઓન કરી એ સાથે જ તેમાં જોર - જોરથી સાઇરન કે એલર્ટ માટે બીપ સાઉન્ડ વાંગવા માંડ્યું, જે સૂચવી રહ્યું છે કે તે બધાં હાલમાં જ્યાં ઊભેલાં છે, ત્યાં કોઈને કોઈ પ્રકારની એનર્જી સો ટકા હાજર રહેલી છે.

    આથી ડૉ. અભયે પોતાની પાસે કોઈ જ રસ્તો ન હોવાથી હિંમત કરીને સાહસ સાથે બોલ્યો.

"તું ! જે હોય તે ? તું શ્રેયા હોય તો પણ ! ભલે અને નિત્યાં હોય તો પણ ભલે…! પરંતુ તું એક વાત યાદ રાખી લે અને સમજી લે કે આવી રીતે લુક્કા - છુપ્પી રમવાથી તને કંઈ જ મળવાનું નથી. અમે તારા દુશ્મન તો નથી જ તે. અમે બધાં તારા હિતેચ્છુ જ છીએ. અમે બધાં તારી મદદ કરવા માંગીએ છીએ. પરંતુ જ્યાં સુધી…તું અમને તારી તકલીફ વિશે નહીં જણાવે ત્યાં સુધી અમે તારી મદદ કેવી રીતે કરી શકીએ. જો તું ઈચ્છતી હો કે અમે તારી મદદ કરીએ તો મહેરબાની કરીને આ લુક્કા-છુપ્પીની રમત રમવાનું બંધ કર. અને અમારાં બધાં ની નજરો સામે આવ. !" -ડૉ. અભય હિંમત કરીને બોલ્યાં.

   હજુ તો ડૉ. અભય પોતાનું બોલવાનું બંધ કરે એ પહેલાં જ ફરીથી રૂમ નં 110 ની બહાર રહેલ લાઈટો પોતાની જાતે જ લબગ -ઝબગ થવાં લાગે છે, રૂમ નં 110 ની બાજુમાં આવેલ બારી જોર-જોરથી ખોલ - બંધ થવાં લાગે છે. બધાં ની નજરો સામે ધૂમાડો છવાય જાય છે, અને ધીમે-ધીમે આ ધુમાડો ઓછો થવાં લાગ્યો, અને બારીનાં ભાગેથી હળવો - હળવો પ્રકાશ આવવાં માંડ્યો. થોડીવારમાં તો બધાંની આંખો આશ્ચર્ય અને ડરને લીધે પહોળી થઇ જાય છે. .કારણ કે તે બધાંની નજરોની સામે બીજું કોઈ નહીં પરંતુ ખુદ શ્રેયા જ ઉભી હતી. કે જેને અખિલેશ ખુબજ પ્રેમ કરતો હતો, આથી બધાને સમજાય ગયું કે અખિલેશે હમણાં થોડાક સમય પહેલાં મીટિંગરૂમમાં પોતાની સાથે બનેલ જે ઘટનાં વિશે જણાવ્યું હતું. તે ખરેખર સાચું જ હતું. એનો અર્થ એવો કે અખિલેશ સાચો છે. !

   ડૉ. રાજન અને ડૉ. અભય આવી બધી બાબતોમાં આજ દિવસ સુધી જરા પણ માનતાં ન હતાં કે જરાપણ વિશ્વાસ કરતાં ન હતાં, પરંતુ હાલમાં પોતાની નજરો સમક્ષ જે ઘટનાં ઘટી રહી હતી, તે ઘટનાં ડૉ. અભય અને ડૉ. રાજનને આ બાબત પર વિશ્વાસ કરવાં માટે મજબૂર કરી દે છે. તેઓએ અત્યાર સુધીમાં અસંખ્ય કેસો સોલ્વ કરેલાં હતાં, તેમાંથી એખીલેશનો આ પ્રથમ એવો કેસ હશે. કે જેમાં તેણે આવી ઘટનાંઓનો પણ સામનો કરવો પડશે,એવું વિચારેલ પણ ન હતું. .તેમ છતાંય. ડૉ. અભય અને ડૉ. રાજનનાં મનનાં કોઈ એક ખૂણામાં આનંદ હતો, કારણ કે તે બનેવને આજે એવું લાગી રહ્યું હતું કે અખિલેશનો કેસ અથવા તેની સાથે જોડાયેલા તમામ રહસ્યો ઉકેલાય જશે. અને અખિલેશને કાયમિક માટે પેલાં ડરામણા અને ભયંકર સપનાઓ કે હેલ્યુઝીનેશન માંથી છુટકારો મળી જશે.

"તું ! ખરેખર કોણ છો…? તારી મિસ્ટ્રી શું છે…? તને શું તકલીફ છે…? શું તારે કોઈ મદદની જરૂર છે…? શું તારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગયેલ છે…? જો એવું હોય તો તું અમને જણાવ..અમે બધાં તારા હિતેચ્છુ જ છીએ અને ચોક્કસપણે તારી મદદ કરીશું…!" - સાક્ષીમાં પણ જાણે હિંમત આવી ગઈ હોય તેમ અને એક દુઃખી યુવતીને મદદ કરવાની ભાવના સાથે એક સ્ત્રી સહજ હૃદયે પૂછ્યું.

    ત્યારબાદ શ્રેયાં પોતે ખરેખર કોણ છે…? પોતાની મિસ્ટ્રી શું છે…? પોતે હાલમાં શું તકલીફ અનુભવી રહી છે..? પોતાની કઈ ઈચ્છા અધુરી રહી ગયેલ છે, પોતે તેઓથી શું અને કેવી મદદની આશા રાખે છે. એ વિશે શ્રેયાં વિગતવાર વિસ્તારપૂર્વક જણાવે છે.

"શું ! એ યુવતી શ્રેયા જ હતું કે બીજું કોઈ…? જો તે શ્રેયા હોય તો તેની સાથે શું મિસ્ટ્રી જોડાયેલ હશે…? શું ડૉ. રાજન અને અભય ઉપરાંત તમામ લોકો શ્રેયાની મદદ કરી શકશે…? શ્રેયા સાથે ખરેખર શું બન્યું હશે…? શ્રેયાની એવી તો કંઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હશે. કે જેને લીધે પોતે આવી હાલતમાં ભટકતી હશે…? શું ડૉ. અભય અને ડૉ. રાજનને આજે અખિલેશનાં કેસ સાથે જોડાયેલાં તમામ રહસ્યો કે પ્રશ્નોનાં જવાબ મળી જશે…? શું અખિલેશનો કેસ આજે સોલ્વ થઈ જશે…? શું આજે અખિલેશ તેનાં ભયંકર અને ડરામણા સપનાઓમાંથી કાયમિક માટે આઝાદ થઈ જશે…કે પછી અખિલેશ ઉલ્ટાનો ઊંડા અંધકાર તરફ ધકેલાય જશે. ? આ બધા જ રહસ્યો આજે ખુલવાનાં હતાં. જેનો જવાબ હાલમાં હાજર રહેલાં એકપણ વ્યક્તિ પાસે ન હતો.

ક્રમશ : 


Rate this content
Log in

More gujarati story from Rahul Makwana

Similar gujarati story from Drama