Purti Trivedi

Classics

3  

Purti Trivedi

Classics

ઊંધિયું

ઊંધિયું

5 mins
838


૧૪ જાન્યુઆરી, ઉતરાયણ નો અનેરો તહેવાર, સૂર્યની ઉપાસના નો પર્વ સાથે મોજ મજા અને મસ્તી સાથે ગુજરાતી ની અનોખી ઓળખ મજાની ચીકી, શેરડી, સાથે મસ્ત મજાનું સ્વાદ અને ગુણ થી ભરપૂર શાક નો મેળો અને રસકેરો ચગડોળજેવું આપણું માનીતું અને ગમતું ઉંધીયા ની મોજ. ઊંધિયું નામ પ્રમાણે ગુણ પણ છે શાક મળે તે ઊંધુ વાળી દો અને ઊંધિયું બનાવો, આખું વર્ષ ખાવ કે ના ખાવ પણ મકરસંક્રાતિ ના પર્વ પર ઊંધિયું ના જમ્યા તો ઉતરાયણ પુરી નાથાય. કોઈ ભાગ્યેજ એવુ હશે કે માકરસંક્રાતિએ ઊંધિયું જમે નહિ, બનાવતા આવડતું ના હોય તેવા હજારો હશે અને આવડતું હોય તેવા હજારો ૧૦ દિવસ પહેલા થી જ તૈયારી શરુ કરી દેતા હોય છે જેથી ખાવા વાળા અને ખવડાવવા વાળા નો સમન્વય થઇ જાય.

મારાં પિતા વૃદ્ધ અને વિધવા માતાઓ નું અન્ન વિતરણ કેન્દ્ર છેલ્લા ૧૨વર્ષ થી સુરેન્દ્રનગરમાં ચલાવે છે એટલે માતાઓ માટે અન્ન ની સાથે જમણવાર નો પણ પ્રોગ્રામ રાખ્યો હતો, ઉત્તરાયણ મોજ ની સાથે દાન, ધર્મ અને પુણ્ય નું ભાથું બાંધવાનો પણ પર્વ છે જેથી બધા દાતાઓ જે છેલ્લા વર્ષોથી અવિરત દાન પુણ્ય કરે છે તેમના કામ ની કદર થાય માતાઓ ના આશીર્વાદ મળે તે વિચાર સાથે તેમનો અને અંગત મિત્રો ને પણ જમવામાં આમંત્રણ હતું, હું ટ્રસ્ટી અને દરેક સાથે હું પણ પુણ્ય કમાવામાં ક્યાય બાંધછોડ કરું તેવી નથી મેં પણ લડી લીધું, પપ્પા એ ૮૦ ની ગણતરી કરી હતી પણ અંગત નો મેળાવડો થઈને સંખ્યા ૧૨૦ એ પહોંચી, ક્યાય વાંધો નહિ મેં મમ્મી પાપા ને કીધું કે વધે તો ચાલશે પણ ઘટવું ના જોય તેવી રસોઈ બનાવજો.

પપ્પા અને મમ્મી એ ખરીદી ની જવાબદારી મને આપી હુ પણ હરખ પદુડી થોડી, લિસ્ટ કરતા બધું વધારે લાવી, રસોઈ માં ઉતરાયણ હોય એટલે ઉંધીયા પર તો સ્ટેમ્પ મારેલ હોયજ સાથે સાથે ગાજર નો હલવો, ખમણ નો ઓર્ડર વધારી દીધો. મારી બહેન પણ મારીજ કેટેગરી માં આવે એટલે તે પણ મારી હા માં હા પુરાવતી ગઈ અનેબધીજ તૈયારી થઇ ગઈ. ઊંધિયું સુરેન્દ્રનગર ના સહુથી મોટા પાક શાસ્ત્રી કાંતિભાઈ ભટ્ટ જે મારાં કાકા છે તે બનાવના હતા એટલે રસોઈ, ટેસ્ટ અને બનાવવાની કોઈ ચિંતા હતી નહિ. એક નવા સૂર્ય ના ઉદયસાથે ૧૪જાન્યુઆરી એક અંગત મિત્ર ના ઘરે ઉગ્યો. મોળુ થતું હોવાથી ફટાફટ ઘરે પહોંચવું હતું પણ નીકળતા પહેલા ગાંઠિયા પહોંચી ગયા તેથી ગાંઠિયા ખાવામાં ઝપાટો બોલાવી ને ઘરે પહોંચયા, અન્ન વિતરણ ચાલુ થયું તે પત્યા પછી જમણવાર સારુ થયો, રસોઈ જોઈને મને ખ્યાલ તો આવી જ ગયો હતો કે ઊંધિયાની સુગંધ સાંજ સુધી તો રહેવાનીજ છે, બધા માતાઓ ને જમાડ્યા, ઊંધિયું લઈને મારાં સમ મારાં સમ કરીને બધાને જમાડ્યા. દાતાઓ એ પણ ઊંધિયાની મજા માની, પણ ના કર્યું નારાયણ અને અમારું જલસા માટે બનેલું અલકા ગ્રુપ ના આવ્યું જમવા,,,,, પછી તો શુ, ઊંધિયાનું આકર્ષણ અને સાંજનું પ્લાંનિંગ વગર નું બહારનું ડિનર માં ઉંધીયાનો વિજય થયો....

ઊંધિયું પૂરું કરવું જરૂરી હતું કારણ કે કાંતિભાઈ ભટ્ટ નું બનાવેલ અને અલકા ગ્રુપ નું સવાર માં અવગણેલ ઊંધિયું, પણ કહેવાય છેને દાને દાને પે લિખા હે ખાને વાલે કા નામ, મમ્મી અને મારીબહેન અમીદીદી નું સમજાવટ મને બધાને ઊંધિયું ખવડાવવા પ્રેરણા આપી, મેં જય ને વાત કરી કહેવાય છે કે જ્યારે પહેલો પ્રયત્ન માં સફળતા ના મળે તો નક્કી જીત પાકી છે, જય જે હંમેશા ઘરે પણ સવાર નું ખાવાની ના પડે તે તેના અંગત મિત્રો, ફેમિલી સવારનું ઊંધિયું ખાય તે વાત માને તે કોઈના માનવામાં પણ ના આવે, જય ની રગે રગ થી જાણકાર પૂછતાં ખબર જ઼ હતી કે હમણાં કંઈક સંભળાવશે અને બન્યું પણ તેમજ, પણ હુંમેશા જેમ મેં સાંભળ્યું ના સાંભળ્યું ને મારાં પ્રયત્નો માં વળગી રહી, મારી મિત્ર શિલ્પાને વાત કરી, શિલ્પા ક્યારેય બકાભાઈ ને પણ ના ના પાડતી હોય યુવરાજ, ખુશી માથે ચડીને નાચે તો પણ શિલ્પા કઈ ના કહે તો મને તો ના પાડવાનો સવાલ જ નથી, અનેએક સફળતા પછી મારું બીજું ટાર્ગેટ મેઘા, મારાં પ્રયત્નોમાં જાણે ભગવાન તથાસ્તુઃ કહેતા હોય તેમ તે તરત જ સંમત થઇ ગઈ અને મને કહે બીજા કોઈ ને શુ પૂછવાનું બધાનું ફાઇનલ જ મને તો જાણે ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન લાઈટ મળી ગઈ, અને ટીચર ની સંમતિ પછી જો પ્રિન્સિપાલ સાહેબ કઈ બોલે તો માર્યા સમજો તેથી તેમની પણ હા પાક્કી, પછીતો શુ ઊંધિયાની જમાવટ. બધા ઘરે આવ્યા રોઝી કાયમની જેમ કામે લાગી અને પીરસવાની તૈયારી ચાલુ.

રાજકોટ પ્રથા સુરેન્દ્રનગર માં પણ ચાલુ રહી છાપા પાથર્યા, ખમણ નો થાળ ભરેલ આવ્યો, નીલભાઈ ને લાગ્યું હશે હાશ આજે અશક્તિ જેવું નહિ લાગે, કોઈ કહે ખાલી ખમણ જ ખાવાના છે કે શુ, હલવો, પાપડ, પુરી અને છેલ્લે ઉંધીયાનો થાળ આવ્યો, ઉંધીયાનો થાળ જોઈને બધાનું મગજ સાવ સુન્ન થઇ ગયું, જીલ ફૂલ લઈને પાણી માં નાંખે તેની હોળી બનાવીને ઉભી થાય ત્યાં સુધીમાં ૧૫ થી ૨૦ ફોટા પાડવા વાળા અમીનભાઈ ને આજે એક ફોટો પાડવાનું યાદ ના આવ્યું, ધવલ ભાઈ કહે આપણું તો સાવ થોડુંક્જ , કોઈને ઉપવાસ યાદ આવી ગયો, કોઈને પેટમાં ગડબડ અચાનક થઇ ગઈ, કોઈને જન્મદિવસ ભુલાઈ ગયો અને મોનીભાઈ ને અંકિતાનો ફોને આવ્યો કીધું જમી છીએ, તે પણ રિપોર્ટિંગ લેતી હોય તેમ પૂછ્યું સવારે શુ જમ્યા, મોનીભાઈ કહે ગાંડી ઊંધિયું જ હોય ને અને પૂછ્યું સાંજે, મોનીભાઈ કહે ઊંધિયું અને તેમનાં હાવભાવ વર્ણવવા અઘરા છે, કોઈ તો ઊંધિયું જોઈને જ કહે કે અમે તો હંમેશા એક થાળી માં જ જમીયે કહીને બે થાળી પીરસી હતી તો પણ એક્માંજ જમ્યા, રોઝી ને તો હુ કાયમ કઈ ખાતી જ નથી તેનું બહાનું હતુજ, ગુરુ જીજાજી નું મુઠીયા નું અડપલું ઘવ માં કાંકરા વીણતાં હોય તેમ મુઠીયા શોધ્યા પણ નકામા, હસી હસી ને લોથ થઇ ગયા કદાચ મેં મારી જિંદગી નું સહુથી સરસ ઊંધિયું ખાધું હશે. તેની ગૅરંટી આપું કે ૫ સ્ટાર હોટેલ માં ગયા હોત તો પણ આટલી મોજ ના પડી હોત જે ઉંધીયા એ પાડી.

વધેલ ઊંધિયું પણ તેમનાં પેટ માં ગયું જેને સવાર અને સાંજ નું શુ, કદાચ જમ્યા હશે કે ભૂખ્યા સુતા હશે તે ભગવાન જાણે, જે ઉંધીયા એ આપણને આટલી મોજ કરાવી તે ઊંધિયું લેવા ગરીબ માણસો પડાપડી કરતા હતા, કદાચ તેમને પણ ખાતા આપણા જેટલીજ મજા આવી હશે. અને મિશન ઊંધિયું પૂરું થયું.


Rate this content
Log in

Similar gujarati story from Classics