Purti Trivedi

Inspirational Thriller

3  

Purti Trivedi

Inspirational Thriller

સાન્તાકલોઝ

સાન્તાકલોઝ

4 mins
733


ડિસેમ્બર, મેં મારાં પતિ ને કહી દીધું કે આજે વહેલા આવજો કારણકે હરિત, મારાં ૫ વર્ષનાં દીકરાને સ્કૂલમાં ક્રિસમસની રજા છે. ફટાફટ નોકરીની બધી જવાબદારી પુરી કરી અને હું અને મારાં પતિ જય જલ્દી ઘરે આવી ગયા, હરિત આખો દિવસ એક જ વાતમાં સમજી ને રાહ જોઈ રહયો હતો કે આજે સાન્તાકલોઝને જોવા જવાનું છે ને તેને કંઈક ગિફ્ટ મળશે....

આમપણ છોકરા ટીવીમાં સાન્તા ને ગિફ્ટ દેતા જોવે તો તેમને પણ કંઈક એવી જ આશા હોય કે સાન્તા કંઈક ગિફ્ટ આપશે પણ આજના આ યુગમાં સાન્તા તો પોતાની પ્રોડક્ટને પ્રમોશન કરવાનું સાધન છે તે માત્ર એક રૂપિયાવાળી ચોકલૅટ આપી ને નાના ભૂલકાઓ ને સમજાવી દેતા હોય છે, નાના નાના ભૂલકા તેમાં પણ આનંદ અને સાન્તાકલોઝની ગિફ્ટને વધાવી લેતા હોય છે, જ્યારે આપણે હોય તો સમજી શકીયે કે નાના બાળકો ને આજના સાન્તા ઉલ્લુ બનાવે છે પણ આપણે પણ આપણા બાળકો ની ખુશી માં ખુશ થઈને તેને સાન્તા પાસે લઇ જઇયે છીએ, ફોટા પડાવીએ છીએ અને તેને અહેસાસ પણ દેવડાવી એ છીએ કે જોયું ને, વાહ! સાન્તાકલોઝ એ ગિફ્ટ આપી ..અને ભૂલકા ખુશ ખુશ. તેમને તેમનો લાલ અને સફેદ ટોપી અને સફેદ દાઢી આકર્ષિત કરતી હશે પણ આપણા લાડકા ખુશ એટલે આપણે પણ ખુશ.

રાજકોટમાં બહુ પ્રખ્યાત યાજ્ઞિક રોડ અને એસ્ટ્રોન રોડ પર ક્રિસમસનું સેલિબ્રશન બહુ સરસ થાય છે, બધી જગ્યાએ સાન્તાની સાથે ડાન્સ, મ્યુઝિક, રમત ની કમ્પિટિશન નાના છોકરાઓની અને મજા સાથે ફૂગ્ગાવાળા ના ઢગલા, બધા ફૂગ્ગા વાળા લાલ, લીલા, પીળા, સફેદ, અને અલગ અલગ ભાત ના નાના તો શું મોટાઓ પણ તેને જોઈને વિચારે કે આપણે તો નાના હતા ત્યારે આટલા જાત જાતના ફુગ્ગા ક્યાં હતા. નાના માણસો ફુગ્ગાવાળા પણ પોતાની આજીવિકા ને નિભાવમાં અને કંઈક વધારે પૈસા મળવાની આશામાં વધારે ફુગ્ગાના ઢગલા કરતા જ જતા હતા. તેમનું આખું કુટુંબ ફૂગ્ગા વહેંચવામાં લાગેલા હતા અને તેમના નાના છોકરા ને કદાચ ફૂગ્ગા કરતા પૈસા મળવાનો નશો હશે, ખબર નહિ ક્યાં આ ઠંડીમાં રહેતા હશે, જમવાનું શુ જમતા હશે, અને તે પણ ઈશ્વરની કૃપા સમજી ને દુનિયાની જેમ પૈસા કમાવામાં પડી ગયા હતા. રોશની મ્યુઝિક નો ધમધમાટ અને જોવાવાળા નો મેળો કઈ પણ બોલી તો પણ સંભળાય નહિ, અને અમે હરિત ને લઇ ને નાની આખોમાં દુનિયાને સમાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.

એક નવા જ વાતાવરણ માં માણસો અને નાના ભુલકાના મેળામાં બધા ક્રિસમસની મજા લઇ રહ્યા હતા, જય ને કીધું હરિત ને તેડી લ્યો બહુ ભીડ છે અને મેં જય ના હાથ માં મારો હાથ નાખ્યો હતો ખબર નહિ જય ના પ્રેમ નો નશો જ એવો છે કે ઉતારતો જ નથી, અચાનક જ બહુ મોટે થી અવાજ આવ્યો ધડામ ........અને એકદમ ફૂગ્ગા વાળાની ચીસ સંભળાઈ, અને ઉપર જોયું તો આગ ની લપેટો ઉપર થી નીચે તરફ આવતી હતી, ભીડની ચીસો સાથે ભાગદોડ વધી ગઈ, થોડી વાર માટે દિમાગ બંધ થઇ ગયું અને થયું કે આ શુ થયું, બધા ચીસો સાથે આમતેમ ભાગવા મંડ્યા, નાના નાના ભૂલકાઓ અવાચક થઇ ગયા અને મોટે મોટેથી રડવા લાગ્યા, બહુ બધા ને તો મેં મારી નજરની સામે સળગતા જોયા, થયું તેમને બચાવવા દોડું પણ હરિત ની ચીસ અને જય ની રાડ થી હું થોડી ભાન માં આવી ગઈ, થોડી સેકન્ડ પછી થોડું સમજ માં આવ્યું કે ફૂગ્ગાવાળા નો બાટલો ફાટ્યો અને રોશની બહુ હતી એટલે આગ પકડાઈ ગઈ, આગ અને અવાજ એટલો બધો વિસ્ફોટક હતો કે ગરમ આગ ની જ્વાળા અમારા સુધી પણ પહોંચી ગઈ. જય હું અને હરિત સહુથી પહેલા દૂર ભાગ્યા, ગમે તેટલું ધ્યાન રાખીયે પણ હુકમનો એક્કો તો ભગવાન પોતાના હાથ માં જ રાખે છે. સદનસીબે અમને તો કઈ ના થયું પણ બહુ બધા દાજી ગયા, ફૂગ્ગા ના પ્લાસ્ટિક ચોંટી ગયા, ઠંડી હોવાથી અને ઘણા બધાએ સ્વેટર પહેર્યા હોવાથી બચી પણ ગયા પણ બહુ બધાના વાળ બળી ગયા, મારી બાજુમાં અમારી જેમમ જ એક નાની પિન્ક વાંદરા ટોપી પહેરેલી છોકરી આવી, મોટે મોટે થી ચીસો પાડતા પાડતા રડતી હતી, તેને જોઈને હરિત પણ રડમસ થઇ ગયો, તેમનાં માતા એ જોયું તો તેને ટોપી પહેરી હતી પણ આગળના બધા વાળ બળી ગયા હતા અને તેની સાથે તેના પપ્પા ના પણ, પણ બચી ગયા એટલે ભગવાનનો આભાર માનતા હતા.

જ્યારે ઈશ્વર તમને મુશ્કેલીની ટોચ પરથી ધક્કો મારે ત્યારે તેના પર એટલો વિશ્વાસ રાખજો કે કાં તો તે તમને ઝીલી લેશે અથવા ઉડતા શીખવી દેશે. દિલ દરિયા જેવડું રાખી તો નદીઓ સામેથી મળવા આવેજ. તેવો દાખલો આવી વિકટ પરિસ્થિતિમાં જોવા મળ્યો, બીજો વિસ્ફોટ થશે કે શું થયું અને શું થશે તે વિચારવા કરતા આજુબાજુ વાળા બધા તરત જ કામે લાગી ગયા, દાજેલા ને ૧૦૮ બોલાવીને હોસ્પિટલ મોકલી દીધા, થોડા ઓછું દાજેલા ને ફટાફટ ક્રીમ લગાડી દીધી જેથી દુખાવો ના થાય અને ૨૦ મિનિટમાં તો જાણે તે એરિયા માં કાંઈજ થયું ના હોય તેમ બધું સાફ કરવા મંડ્યા. ધન્યવાદ છે રાજકોટની પ્રજા ને તેમની માણસાઈ ને અને તેમની આશા વગરની મદદ ને. તે સમયે કોઈ એ કંઈ ના જોયું ને માત્ર એકજ વસ્તુ જોઈ કે કોઈ ને તકલીફ આવી છે તેમાંથી ઉગારવુ કેવી રીતે, સાચેજ ૨૫ ડિસેમ્બર ના રોજ સાચો સાન્તાકલોઝ જોવા મળ્યા, લાલ કપડાં, સફેદ દાઢીમાં ભલે ન હતા પણ ઈશ્વરના સાક્ષાત દૂત સમા અણધારી આફતમાં આવ્યા તે જ સાચા સાન્તાકલોઝ.

ક્રિસમસના દિવસે આવેલા ડ્રેસ વગરના સાન્તાકલોઝ ને સાક્ષાત નમન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational