Purti Trivedi

Children Inspirational

3  

Purti Trivedi

Children Inspirational

ફાટક

ફાટક

4 mins
645


તમે તમારી મસ્તીમાં મસ્ત તમારું સ્કૂટર ચલાવતા હોય, સાથે સવારમાં વિચારોના ઘોડાપૂર ચાલું થાય. સવાર પડે એટલે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે અને કેટલા કામ બાકી છે તે આ ભાગદોડ ભરી જિંદગીમાં બધાના મનમાં ચલતા જ હશે, અચાનક જ હોર્નના બીપ બીપ અવાજ વધતા જાય સાથે અચાનક જ બધાના સ્કૂટરની ગતિ વધતી જાય અને આજુબાજુમાં બધા પોતાની મસ્તીમાંથી જાણે કોઈ લડાઈ લાડવા જવાનું હોય તેમ સજાગ થઇ ગયા હોય અને હોર્નની સાથે સ્પીડ પણ વધવા લાગે. સ્કૂટર, રીક્ષા, બસ ડ્રાઈવર તો શું ઘોડાગાડીવાળા પણ પોતાના ઘોડા ને માર મારીને જલ્દી ચાલવાનો હુકમ દેવા માંડે. બીપ બીપ ફાટકનો અવાજ અને સાથે આજુબાજુની વધતી સ્પીડ મગજ ને થોડી વાર વિચાર મુક્ત કરી નાખતું હોય છે ઉપરથી કાળા અને પીળા રંગનું ફાટક ધીમે ધીમે નીચે આવવા માંડે જાણે તેણે પણ બધાની ગતિ ધીમી પાડવાનું પ્રણ લીધું હોય, અને જેમ જેમ ફાટક નીચે ઉતરતું જાય તેમ માણસો પણ તેને વટી ને જાણે મેરેથોન જીતવી હોય તેટલી ગતિ એ વધારતા હોય છે. ક્યારેક વિચાર આવે કે, કોણ કહે છે ઇન્ડિયામાં કોઈ સમયની કોઈ કદર નથી કરતું, ફાટક પર આવી ને જોવે તો લાગે કે જાનની કિંમત નથી પણ સમય ના બગાડવો જોઈએ, અને ફાટક જ્યારે બંધ થાય ત્યારે અને જે નીકળી ગયા તેમણે તો જાણે વર્લ્ડ કપ જીતી લીધો હોય તેટલા ખુશ. નહીતો મહેનત પાણીમાં ગઈ હોય.

ફાટક એ એક એવી વચ્ચેની રોક છે જે કોઈ ને ના ગમે. માત્ર નાના ખીલખીલાટ કરતા છોકરાઓ સિવાય, જે ગાડી આવવાની રાહ જોતા હોય અને તેને જોવાની મજા લેતા હોય, પણ આજની ભાગદોડમાં ફાટકના અવરોધ ન પસંદ આવે, તો પણ કંઈ કરી શકીયે નહિ. કારણ કે, તેનો નિર્ણય આપણા હાથમાં નથી સરકાર ને તે નક્કી કરવાનું છે, પણ ક્યારેક શાંતિથી વિચારીએ તો સમજાય કે ફાટક જે કોઈ ને પસંદ નથી તે અવરોધ છે કે અવરોધ ને રોકવા માટેની પસંદગી, તેવી જ રીતે આપણી જિંદગી માં પણ ફાટકરૂપી અડચણ, ચડાવ આવતા હોય છે ક્યારેક બહુ બધી વસ્તુ એવી બને જે આપણી ગણતરી મુજબની ના થાય, જીંદગીની દોટમાં ક્યારેક ફાટક ના આવે તેમ માની ને આપણે પણ આપણી ગતિ વધારી દઈએ છીએ. તો પણ જેમ ફાટક બધા ક્રોસ ના કરી શકે તેમ આપણે પણ આપણા લક્ષ્ય સુધી પહોંચવામાં ફાટક ઓળંગી ના શકીયે તો નિઃસાસો નાખતા નહિ, થોડી રાહ જોજો, મહેનત ચાલુ રાખજો અને જો કુદરતે ફાટક રૂપી અડચણ દીધી છે તો તે જ તેને પાછું ઊંચું પણ કરશે, જિંદગીની ટ્રેન ઉપાડશે અને તમારા અથાગ મહેનત, શ્રદ્ધા અને સારી નીતિ તમને તમારી સિદ્ધિ તરફ લઇ જાશે.

ફાટક તો બહુ આવશે જીવનમાં. કોઈ ને પૈસાની તકલીફ, કોઈને સ્વાસ્થ્યની, કોઈને ધંધાની, કોઈને છોકરા ને સારા ધંધામાં ગોઠવાય તેની અને ભણવાની, કોઈ ને કોઈ તણાવ કુટુંબની વાત ને લઇને કે કંઈ પણ અલગ વાત પણ જો આપણું લક્ષ્ય નક્કી હશે. આગળ વધવાનો જુસ્સો હશે અને જો તેના માટે આપણે હંમેશા કામ કરતા હોઇશું તો ફાટકરૂપી અવરોધ તેની જાતેજ ઘટતા જાશે. જ્યારે ફાટક પણ હકીકતમાં આપણા સારા માટે જ હોય છે અને થોડીકવારની જ વાટ તેને ખુલવાની હોય છે તેમ આપણી તકલીફ પણ થોડીવાર માટે જ હોય છે અને તેને પણ એક જુસ્સાથી પાર કરીને નવું કંઈક સારુંજ થવાનું છે તેમ માની ને દરેક અવરોધ ને પાર કરી દઇશું તો જિંદગીમાં ક્યારેય ફાટક રૂપી અડચણ નહિ નડે.

સર એડમંડ હિલેરી તે વ્યક્તિ છે જેને દુનિયામાં પોતાનું નામ પોતાનામાં પુરી શ્રદ્ધાથી ચમકાવ્યું, તેમણે માઉન્ટ એવરેસ્ટ સહુ પ્રથમ મે ૨૯, ૧૯૫૩ માં ચડ્યો હતો. ૮૮૫૦ મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર કોઈ માણસે પહેલો પગ મુકવામાં સફળતા મળી તે ન્યૂઝીલેન્ડ ના એડમંડ હિલેરી. જ્યારે પહેલી વખત એવરેસ્ટ ના ચડી શક્યા ત્યારે તેમણે અવેરેસ્ટ ને પકડી ને કહયું હતું કે હું ભલે આજે તને ના ચડી શક્યો, તું ભલે ઊંચો રહયો, ભલે દુનિયાનો સહુથી ઊંચો પર્વત રહયો પણ તારું કદ ક્યારેય નહિ વધી શકે પણ મને ભગવાને વિચારવાની શક્તિ આપી છે જે ક્યારેય મટી નહિ શકે અને તેમણે માઉન્ટ એવરેસ્ટ પર ચડી ને અડચણ રૂપી બધા ફાટકને પાર કરી નાખ્યા. નક્કી કર્યું કે મારે દુનિયાનો સહુથી ઊંચો પર્વત ચડવો છે ત્યારે તેમની પાસે ફાટક રૂપી હજારો તકલીફો હતી, તે એક વાર ચડ્યા, ના ચડી શક્યા બીજી વાર બમણા જુસ્સાથી ચડ્યા અને એક ઇતિહાસ બનાવી દીધો, તેમનું કહેવું છે કે હિમાલયમાં તેમને બહું સારા અને ખરાબ દિવસો કાઢ્યા છે પણ માણસે પોતાનો સંઘર્ષ ચાલું રાખવો જોઈએ અને તેને પોતાના પર વિશ્વાસ સાથે સફળ થવું જોઈએ. એક વાર અમિતાભ બચ્ચનને પણ બહુ સરસ વાત તેના સ્વરમાં કહી છે કે... તું ખુદ કી ખોજ મેં નિકલ તું કિસ લિયે હતાશ હૈ, તું ચલ, તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ...

બધાની જિંદગી માં ફાટક રૂપી અડચણ તો કોઈ ને કોઈ પ્રકારે આવતી જ હોય છે પણ તેમાંથી નિકળી જવાની કોશિશ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે ત્યારે દરેક અવરોધ અવસરમાં ફેરવાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Children