Purti Trivedi

Inspirational Others

3  

Purti Trivedi

Inspirational Others

સાન્તાકલોઝ

સાન્તાકલોઝ

4 mins
489


૨૫ ડિસેમ્બર, મેં મારાં પતિ ને કહી દીધું કે આજે વહેલા આવજો કારણ કે હરિત મારો ૫ વર્ષ નો દીકરાને સ્કૂલ માં ક્રિસમસની રજા છે. ફટાફટ નોકરીની બધી જવાબદારી પુરી કરી અને હું અને મારાં પતિ જય જલ્દી ઘરે આવી ગયા. હરિત આખો દિવસ એક જ વાતમાં સમજી ને રાહ જોઈ રહયો હતો કે આજે સાન્તાકલોઝ ને જોવા જવાનુ છે ને તેને કંઈક ગિફ્ટ મળશે.

આમપણ છોકરા ટીવીમાં સાન્તાને ગિફ્ટ દેતા જોવે તો તેમને પણ કંઈક એવી જ આશા હોય કે સાન્તા કંઈક ગિફ્ટ આપશે. પણ આજના આ યુગમાં સાન્તા તો પોતાની પ્રોડક્ટને પ્રમોશન કરવાનું સાધન છે તે માત્ર એક રૂપિયા વાળી ચોકલૅટ આપીને નાના ભૂલકાઓને સમજાવી દેતા હોય છે. નાના નાના ભૂલકા તેમાં પણ આનંદ અને સાન્તાકલોઝની ગિફ્ટને વધાવી લેતા હોયછે, જ્યારે આપણે હોય તો સમજી શકીએ કે નાના બાળકોને આજના સાન્તા ઉલ્લુ બનાવે છે.

પણ આપણે પણ આપણા બાળકોની ખુશીમાં ખુશ થઈને તેને સાન્તા પાસે લઇ જઇયે છીએ. ફોટા પડાવીએ છીએ અને તેને અહેસાસ પણ દેવડાવી એ છીએ કે જોયું ને વાહ સાન્તાકલોઝ એ ગિફ્ટ આપી અને ભૂલકા ખુશ ખુશ. તેમને તેમનો લાલ અને સફેદ ટોપી અને સફેદ દાઢી આકર્ષિત કરતી હશે પણ આપણા લાડકા ખુશ એટલે આપણે પણ ખુશ.

રાજકોટમાં બહુ પ્રખ્યાત યાજ્ઞિક રોડ અને એસ્ટ્રોન રોડ પર ક્રિસમસનું સેલિબ્રશન બહુ સરસ થાય છે, બધી જગ્યા એ સાન્તાની સાથે ડાન્સ, મ્યુઝિક, રમતની કમ્પિટિશન નાના છોકરાઓની અને મજા સાથે ફૂગ્ગા વાળાના ઢગલા, બધા ફૂગ્ગા વાળા લાલ, લીલા, પીળા, સફેદ, અને અલગ અલગ ભાતના નાના તો શુ મોટા ઓ પણ તેને જોઈને વિચારે કે આપણે તો નાના હતા ત્યારે આટલા જાત જાત ના ફુગ્ગા ક્યાં હતા !નાના માણસો ફુગ્ગાવાળા પણ પોતાની આજીવિકાને નિભાવમાં અને કંઈક વધારે પૈસા મળવાની આશામાં વધારે ફુગ્ગાના ઢગલા કરતા જ જતા હતા. તેમનાં આખું કુટુંબ ફૂગ્ગા વહેંચવામાં લાગેલા હતા અને તેમના નાના છોકરા ને કદાચ ફૂગ્ગા કરતા પૈસા મળવાનો નસોં હશે, ખબર નહિ ક્યાં આ ઠંડીમાં રહેતા હશે, જમવાનું શુ જમતા હશે, અને તે પણ ઈશ્વરની કૃપા સમજીને દુનિયાની જેમ પૈસા કમાવામાં પડી ગયા હતા. રોશની મ્યુઝિકનો ધમધમાટ અને જોવાવાળાનો મેળો કઈ પણ બોલી તો પણ સંભળાય નહિ, અને અમે હરિતને લઇને નાની આખોમાં દુનિયાને સમાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.

એક નવા જ વાતાવરણમાં માણસો અને નાના ભુલકાના મેળામાં બધા ક્રિસમસની મજા લઇ રહ્યા હતા, જયને કીધું હરિતને તેડી લ્યો બહુ ભીડ છે અને મેં જયના હાથમાં મારો હાથ નાખ્યો હતો ખબર નહિ જયના પ્રેમનો નસોં જ એવો છે કે ઉતારતો જ નથી, અચાનક જ બહુ મોટેથી અવાજ આવ્યો ધડામ... અને એકદમ ફૂગ્ગા વાળાની ચીસ સંભળાઈ, અને ઉપર જોયું તો આગની લપેટો ઉપરથી નીચે તરફ આવતી હતી, ભીડની ચીસો સાથે ભાગદોડ વધી ગઈ, થોડી વાર માટે દિમાગ બંધ થઇ ગયું અને થયું કે આ શુ થયું, બધા ચીસો સાથે આમતેમ ભાગવા મંડ્યા.

નાના નાના ભૂલકાઓ અવાચક થઇ ગયા અને મોટેમોટેથી રડવા લાગ્યા, બહુ બધાને તો મેં મારી નજરની સામે સળગતા જોયા, થયું તેમને બચવા દોડું પણ હરિતની ચીસ અને જયની રાડથી હું થોડી ભાનમાં આવી ગઈ. થોડી સેકન્ડ પછી થોડું સમજમાં આવ્યું કે ફૂગ્ગા વાળાનો બાટલો ફાટ્યો અને રોશની બહુ હતી એટલે આગ પકડાઈ ગઈ. આગ અને અવાજ એટલો બધો વિસ્ફોટક હતો કે ગરમ આગની જ્વાળા અમારા સુધી પણ પહોંચી ગઈ. જય હું અને હરિત સહુથી પહેલા દૂર ભાગ્યા, ગમે તેટલું ધ્યાન રાખીયે પણ હુકમનો એક્કો તો ભગવાન પોતાના હાથ માં જ રાખે છે.

સદનસીબે અમને તો કઈ ના થયું પણ બહુ બધાને દાજી ગયા, ફૂગ્ગાના પ્લાસ્ટિક ચોંટી ગયા, ઠંડી હોવાથી અને ઘણા બધાએ સ્વેટર પહેર્યા હોવાથી બચી પણ ગયા પણ બહુ બધાના વાળ બળી ગયા, મારી બાજુમાં અમારી જેમજ એક નાની પિન્ક વાંદરા ટોપી પહેરેલી છોકરી આવી, મોટે મોટે થી ચીસો પડતા પડતા રડતી હતી. તેને જોઈને હરિત પણ રડમસ થઇ ગયો. તેમનાં માતા એ જોયું તો તેને ટોપી પહેરી હતી પણ આગળના બધા વાળ બળી ગયા હતા અને તેની સાથે તેના પપ્પા ના પણ. પણ બચી ગયા એટલે ભગવાન નો આભાર માનતા હતા.

જ્યારે ઈશ્વર તમને મુશ્કેલીની ટોચ પરથી ધક્કો મારે ત્યારે તેના પર એટલો વિશ્વાશ રાખજો કે કાં તો તે તમને જીલી લેશે અથવા ઉડતા શીખવી દેશે. દિલ દરિયા જેવડું રાખીએ તો નદીઓ સામેથી મળવા આવેજ. તેવો દાખલો આવી વિકટ પરિસ્થિતિમાં જોવા મળ્યો, બીજો વિસ્ફોટ થશે કે શુ થયું અને શુ થશે તે વિચારવા કરતા આજુબાજુ વાળા બધા તરત જ કામે લાગી ગયા, દાજેલાને ૧૦૮ બોલાવીને હોસ્પિટલ મોકલી દીધા, થોડા ઓછું દાજેલા ને ફટાફટ ક્રીમ લગાડી દીધી જેથી દુખાવો ના થાય અને ૨૦ મિનિટમાં તો જાણે તે એરિયા માં કાંઈજ થયું ના હોય તેમ બધું સાફ કરવા મંડ્યા.

ધન્યવાદ છે રાજકોટની પ્રજાને તેમની માણસાઈને અને તેમની આશા વગરની મદદ ને. તે સમયે કોઈ એ કઈ ના જોયું ને માત્ર એકજ વસ્તુ જોઈ કે કોઈને તકલીફ આવી છે તેમાંથી ઉગારવુ કેવી રીતે, સાચેજ ૨૫ ડિસેમ્બરના રોજ સાચો સાન્તાકલોઝ જોવા મળ્યો, લાલ, સફેદ દાઢીમાં ભલે ન હતા પણ ઈશ્વરના સાક્ષાત દૂત સમા અણધારી આફતમાં આવ્યા તે જ સાચા સાન્તાકલોઝ.

ક્રિસમસના દિવસે ડ્રેસ વગરના સાન્તાકલોઝને સાક્ષાત નમન....


Rate this content
Log in

Similar gujarati story from Inspirational