ઉજાગર
ઉજાગર
ઉજાગર
યમુનાની તરસ — એ અંગુઠાનો સ્પર્શ
લેખક: કલ્પેશ પટેલ
હું યમુના છું.
હું કોઈની બહેન નથી, કોઈની મા પણ નહીં—
હું તો પ્રકૃતિ છું. વહુ છું, ધોઊ છું, વહેતી છું, સહન કરું છું… પણ બોલી શકતી નથી.
અવિરત નીર ધરાવતી
અને તોય એક યુગ થી તરસી છું ,
મને આજેય તરસ છે—
એના અંગુઠાના સ્પર્શ માટે.
એ શ્રાવણની રાત…
અંધારું આખું આકાશ પીગળી રહ્યું હતું.
કંસના ભયથી ધબકતી ધરતી…
અને મારો પ્રવાહ—ઘસઘસતો, ઘોળાયેલો, તીવ્ર…
અને ત્યાં આવ્યા હતા વાસુદેવ—માથે ટોપલીમાં “એ”
દૈવી બાળક, તૃણાવર્તને તોડનાર, પ્રેમનો અવતાર – શ્રીકૃષ્ણ.
જેમજ એનો અંગુઠો મારા પાણી સાથે સ્પર્શે છે,
મારું રણકારતું હ્રદય થમાઈ જાય છે…
હું શાંત… હું સ્થિર…
એક ક્ષણે લાગ્યું, હું વહેતી નહોતી—
હું પોતાની અંદર દિવ્યતા વહાવતી હતી.
એ સ્પર્શે મને બદલી નાંખી.
એ એક ક્ષણે હું માત્ર નદી નહોતી રહી –
હું શ્રદ્ધા બની, શાંતિ બની, ભક્તિ બની.
પણ હવે?
હવે હું એની રાહ જોऊં છું…
જેમ કોઈ સ્ત્રી પોતાના ગુમ થયેલા પ્રેમપાત્ર માટે દરવાજા તરફ જુએ છે.
મારા પ્રવાહમાં હવે ખોખલા શ્રદ્ધાંજલિછે.
લોકો પાળ તી, સ્નાન કરે, મેલ ધોઈને મારી પાસે મુકે.
ક્યાંક શ્રદ્ધા છે પણ ક્યાંક ખાલી ઔપચારિકતા.
મારા નીરમાં ઝેરી રસાયણો, પાપના કાયમી ખૂણાઓ ઘૂસી ગયા છે.
કાલીય નાગ તો એક જ હતો એ યુગમાં…
હવે તો દરેક જણમાં કાલીયા વસે છે—
અહંકાર, લાલચ, શોષણ, ગંદકી…
હવે મારું હ્રદય ડરે છે.
હું પહેલાની જેમ મુક્ત વહી શકતી નથી.
મારે હવે નિરંતર ઝેર પચાવવું પડે છે…
પણ એક આશા હજુ બાકી છે.
એનો એ સ્પર્શ…
ફરી કોઈવાર… મારા પાણી પર એ અંગુઠો મુકાય…
મારા અંદરના અગણિત કાલીય નાગોને કોઈ ફરી નાથે…
મને ફરીથી પવિત્ર કરે…
હું યમુના છું.
આજે પણ વહેતી રહી છું…
પણ એ વહેવું હવે પ્રેમભર્યું નથી—
એ એક વ્યથા છે… એક મૌન રડત.
જેમ પાળ ઉપર બેઠેલી સ્ત્રી, આંખો નમ… પણ કંઇ ના બોલે—
એવીજ એક ચુપચાપ તરસ હું પણ બની ગઈ છું.
તરસ છે – મારા કાનુડા માટે.
ચાહ એ એક “અંગુઠાના સ્પર્શ” ની!
તારે તો માત્ર
ફરીથી એક અંગુઠો જ઼ મૂકવાનો મારા પાણીમાં.
થાકી છું,
ઉજાગરા કરી કોઈ ઉજાગર કરનારની રાહ માં..
કાનુડો તું આવે
અને
બસ ક્યારે
મને ફરી એક વાર "હું "બનાવી દે...
