Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

ઉદય ભાગ ૭

ઉદય ભાગ ૭

5 mins
361


મારો જન્મ બહુ પૈસાદાર તો નહિ પણ ઉચ્ચ મધ્યમવર્ગ કુટુંબમાં થયો હતો મારા પિતા સુંદરલાલ ઓઝા સરકારી નોકરીમાં હતા. માતાનું નામ હતું નિર્મળાબેન. પલ્લવે વાત શરૂ કરતા જણાવ્યું. મારી માતા શંકર ભગવાનની પરમ ભક્ત તેથી મને પણ શિવ પ્રત્યે નાનપણથી ખુબ ખેંચાણ. નાનપણથી હું ભણવામાં અને રમતગમતમાં ખુબ હોશિયાર. હું નાનપણમાં જાડો પણ નહિ અને પાતળો પણ નહિ મધ્યમ શરીર હતું તેથી એથલેટિક્સમાં સરસ હતો. ૧૦૦ મીટરની રેસમાં હું હંમેશા પ્રથમ આવતો અને વર્ગમાં પણ. પણ મારા પિતા જુનવાણી વિચારણા હોવાથી તેમને મને ફક્ત ભણવામાં જ રસ લેવા કહ્યું મારી માતા જોકે રમતગમતમાં પ્રોત્સાહન આપતા પણ પિતાજી કડક સ્વભાવના હોવાને લીધે મેં પણ ભણવામાં વધારે રસ લીધો. મને આમપણ માનવ મનના રહસ્ય તરફ વધારે ખેંચાણ હોવાથી સાયકોલોજિસ્ટ બન્યો પછી અમેરિકા જઈને માસ્ટર્સની ડિગ્રી લીધી અને પાછા રાજકોટ આવીને પ્રેકટીસ શરુ કરી. હિપ્નોટિઝમમાં મારી માસ્ટરી હતી. ગમે તેવો મનનો મજબૂત વ્યક્તિ હોય તું આસાનીથી હિપ્નોટાઈઝ કરી શકતો. ખુબ સુખી જીવન જીવતો હતો. પછી મારા જીવનમાં શોભા આવી તે સોશ્યિલ વર્કર હતી અને એક બે વાર મળવાનું થયું તેના પિતા ચંદુલાલ મારા પિતાના મિત્ર હોવાથી અમારો પ્રેમ લગ્ન માં પરિણમ્યો. અમારા ધામધૂમથી લગ્ન થયા. સુખી હતું અમારું લગ્ન જીવન એક દીકરો થયો.


મારી દિનચર્યા પણ ખુબ સિમ્પલ હતી સવારે ક્લિનિક જવું અને સાંજે ઘરે અથવા ફરવા નીકળી જતી આવક પણ ખુબ સરસ હતી. પણ મારી હિપ્નોટિઝમની માસ્ટરી મારા માટે મુસીબત બની. ધીરે ધીરે સરકાર તરફ થી કેસ આવવા લાગ્યા પછી ગુનેગારોને હિપ્નોટાઈઝ કરીને તેમની પાસે કબૂલાત કરાવવાનું કામ મળવા લાગ્યું. આવી રીતે કરેલી કબૂલાત જો કે અદાલતમાં માન્ય નહોતી પણ કબૂલાત કર્યાં પછી સબુત શોધવાનું કામ પોલીસ માટે આસાન હતું. આ આઈડિયા ઇન્સ્પેક્ટર મન્સૂરી નો હતો. એકદમ ચપળ ચુસ્ત અને ઈમાનદાર માણસ હતો તેમના ડીપાર્ટમેન્ટમાં કહેવાતું હતું કે એકવાર કોઈ હીરોઈનના ગાલ પર ડાઘ મળી આવશે પણ ઇન્સ્પેક્ટર મન્સૂરીની ખાખી પાર કોઈ ડાઘ નહિ મળે. તેમની કડકાઈ અને આવો મિજાજ હોવાને લીધે ક્યાંય વધારે સમય ટકતા નહિ તેમની બદલી ખુબ જલ્દી થઇ જતી. પણ ના જાણે કાયા કારણસર તે રાજકોટમાં ટકી ગયા.


પણ એક દિવસ એક એવો કેસ આવ્યો જેના લીધે મારી અને ઇન્સ્પેક્ટર બંનેની જિંદગી જ બદલાયી ગયી. તે વખતે ઘણા બધા બાળકોનું અપહરણ થતું હતું અને પછી તેમનો કોઈ પત્તો લાગતો નહોતો. પણ એકદિવસ એક અપહરણ થયેલું બાળક પાછું આવ્યું ત્યારે આખા રેકેટનો ભાંડો ફૂટી ગયો. તે બાળકની નિશાનદેહી પાર દરોડા પડતા ચાર બાળકો મળી આવ્યા અને રેકેટ ચલાવનારનું નામ પણ મળી ગયું તે હતો ગૃહમંત્રીનો પુત્ર. પણ તેને અરેરેસ્ટ કરી શક્યા નહિ. બાળકો ફાર્મ હાઉસ પર મળી આવ્યા અને પુરી જવાબદારી તેના મેનેજરે લઇ લીધી અને કબૂલાત આપી કે સાહેબ ને જાણ બહાર આ રેકેટ ચલાવતો હતો પણ તેના પહેલાના ૧૬૦ બાળકોનો કોઈ પત્તો નહોતો તેથી મન્સૂરી સાહેબે એક મોટું રિસ્ક લીધું અને મંત્રીજીના પુત્રનું અપહરણ કરી તેને હિપ્નોટાઈઝ કરી હકીકત જાણવાનું નક્કી કર્યું પણ તે અમારા જીવનનો ટર્નીંગ પોઇન્ટ હતો. તેને હિપ્નોટાઈઝ કર્યાં પછી જે વાત બહાર આવી તે ખુબ જ હિચકારી હતી.


તે લોકો પહેલા જુદી જુદી ગેંગ પાસે અપહરણ કરાવતા પછી એક મિડિયેટર પાસેથી બાળકો ને ફાર્મ હાઉસ પર લાવતા અને પછી એક ટેમ્પોમાં બીજા રાજ્યમાં મોકલી આપતા. તે બાળકોનો બાબા અસીમાનંદના આશ્રમમાં મોકલતા જ્યાં તેમનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે થતો હતો. પછી જયારે આશ્રમમાં ઇન્સ્પેક્ટર મન્સૂરીએ રેડ પડી ત્યારે આશ્રમની પાછળ ઘણા બધા બાળકોના હાડપિંજર મળી આવ્યા. પણ બાબા અસીમાનંદની પહોંચ ખુબ ઉપર સુધી હતી તેથી આખી વાત દબાઈ ગયી અને સત્ય બહાર ન આવ્યું. પછી ઘણી બધી ઘટનાઓનો દોર ચાલ્યો ઇન્સ્પેક્ટર મન્સૂરી પર નક્સલવાદી ને મદદ કરવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમના ઘરે જયારે મળવા ગયો ત્યારે તેમને રડમસ અવાજે કહ્યું કે હું સસ્પેન્ડ થયો તેનું મને કોઈ દુઃખ નથી પણ આવા નરરાક્ષસોં ને હું ઉઘાડા પડી ના શક્યો અને સજા ના કરાવી શક્યો તેનું દુઃખ છે. તેમને મળીને જયારે ક્લીનીક ગયો ત્યારે એક છોકરી મારી રાહ જોતી હતી. તેનું નામ પ્રીતિ હતી મને આસિસ્ટન્ટ તરીકે જોડાવા આવી હતી તે મારા એક સિનિયરની ભલામણ લઈને આવી હતી. ખુબ સુંદર હતી અને સ્વભાવમાં ખુબ મીઠડી હતી ૧૫ દિવસમાં તો મારો વિશ્વાસ જીતી લીધો તે મારા ઘરે પણ આવતી જતી હતી બે ત્રણ વાર તો મારા ઘરે પણ જમવા પર આવી. મારી પત્ની પણ તેના ખુબ વખાણ કરવા લાગી. એક દિવસ બપોરના સમયે મારા ટિફિનમાં જમતા જમતા ખબર નહિ કેમ તેને કાંઈક ભેળવી દીધું કોઈ મેડિસિન હતી ઉત્તેજિત કરવાની દવા, હું પોતાના પર કાબુ ન કરી શક્યો અને તેને પણ મને ઉશ્કેર્યો અને મારાથી ના બનવાનું બની ગયું. ઉત્તેજનામાં મને ખબર નહોતી હું શું કરી રહ્યો છું અને સાંજે જયારે આંખ ખુલી ત્યારે મારી સામે પોલીસ હતી મારી ધરપકડ કરવા આવી હતી. પ્રીતિ એ મારા પર બળાત્કારનો આરોપ મુક્યો હતો. મેં ઘણી કોશિશ કરી પોતાને નિર્દોષ સાબિત કરવાની પણ મેડિકલ ટેસ્ટ પણ પોઝિટિવ હોવાથી મને સાત વરસની જેલની સજા થઇ. એક સમયનો સફળ વ્યક્તિ હવે એક કેદી હતો. મારી પત્નીને સમજાવવાની કોશિશ કરી પણ તે પણ મને ગુનેગાર સમજવા લાગી હતી અને ડિપ્રેશનમાં આવી ને મારા દીકરા ને ઝેર પીવડાવી પોતે પણ આત્મહત્યા કરી લીધી. સમયની કેવી બલિહારી હતી કે એક પ્રખ્યાત સાયકોલોજિસ્ટની પત્ની એ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરી લીધી.


જયારે પલ્લવ આંખમાં આંસુ લઈને ઉઠ્યો ત્યારે દેવાંશીની આંખના ખૂણા ભીના હતા.સાંજ પડી ગયી હતી અને દેવાંશી એ ભારે હૈયે ગામ તરફ જવા પગ ઉપાડ્યા. જતા જતા તેને પલ્લવ ને પૂછ્યું કે હું તમારી કોઈ મદદ કરી શકું છું ? ત્યારે પલ્લવે કહ્યું કે અહીં હું નટુ બનીને રહું છું અને જિંદગીભર નટુ તરીકે જ રહીશ તો આ વાત કોઈને કહેશો નહિ. સહમતી આપીને દેવાંશી જતી રહી.

દેવાંશીના ગયા પછી પલ્લવના હૈયા પરથી જાણે ખુબ મોટો ભાર ઓછો થયો હોય તેમ હળવોફૂલ થયી ગયો. તેને દેવાંશીને બધી વાત કરી હતી છતાં તેને ડૉક્ટર રોનક પટેલની વાત છુપાવી હતી અને આમેય જેને સહારો આપ્યો હતો તેના પરિવારના વ્યક્તિની ઇમેજ બગાડવાનો કોઈ અર્થ નહોતો. પણ છતાં પણ તેને આજે આનંદ હતો કે તેના હૈયાનો ભાર હળવો થયો હતો.


તેને વિચાર્યું કે હવે જીવન શાંતિથી જીવશે પણ તેને ક્યાં ખબર હતી કે વિધાતા એ તેના માટે કાંઈક જુદું જ વિચાર્યું છે અને તે ઓરડી તેની રાહ જોઈ રહી છે જેમાં આવ્યા પછી તે ખપ પૂરતો જ ગયો છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama