Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Jyotindra Mehta

Drama Thriller


3  

Jyotindra Mehta

Drama Thriller


ઉદય ભાગ ૩૨

ઉદય ભાગ ૩૨

5 mins 493 5 mins 493

ભભૂતનાથે પાછળ વળીને જોયું. ત્યાં ઉદય હતો અને તેની પાછળ કમલનાથ, કદંબનાથ, ઇન્દ્રનાથ, નરેન્દ્રનાથ, ભવેન્દ્રનાથ, સપ્તેશ્વરનાથ અને ઢોલકનાથ ઉભા હતા. ઉદય આગળ આવ્યો અને કહ્યું તમે કાળી શક્તિના પ્રભાવમાં આવી ગયા છો, તમારું જ્ઞાન દુઃખદ રીતે અધૂરું છે. તમે શક્તિનું મહાત્મય સમજ્યા તેમ જો કર્મનું મહાત્મય સમજ્યા હોત તો તમે સત્યના માર્ગ પર હોત. હજી સમય છે કરેલા કર્મનો પશ્ચાતાપ કરો અને મહાશક્તિની શરણમાં આવો તો તમને માફ કરી દેવામાં આવશે. કાળી શક્તિનો સાથ છોડી દો. તમારું નિર્માણ જગતમાં પુણ્ય ફેલાવવા માટે થયું છે અને કાળી શક્તિનું પાપ ફેલાવવા માટે. તે તેનું કર્મ કરે છે તમે તમારું કર્મ કરો તે ઉચિત છે. અને જ્યાં સુધી રાવણ અને દુર્યોધનની વાત છે તે બંને કાળી શક્તિની છાયામાં હતા.


રાવણે મહાશક્તિને પડકાર ફેંક્યો હતો તે છઠા અને સાતમા પરિમાણમાં જવા માંગતો હતો અને દિવ્યશક્તિ પર વિજય મેળવવા માંગતો હતો તેથી તેનો વધ કરવો પડ્યો. દુર્યોધને રાજપાટ મેળવવા કાળી શક્તિનો સહારો લીધો હતો શકુની નામની વ્યક્તિ કાળીશક્તિનો અંશ હતી. જયારે કરી ન ફાવી તો તેમને બોલાવી જુગાર રમાડ્યો અને શકુનીએ જીત મેળવી હતી, દુર્યોધને નહિ એટલે દુર્યોધને નિશ્ચિત રૂપે દુષ્કૃત્ય કર્યું હતું તે દંડને પાત્ર હતો. તે વખતે જો તેનો અને શકુની નો વધ ન કર્યો હોત તો ધીરે ધીરે આખા જગતને કાળીશક્તિએ જીતી લીધું હોત. અને હિટલરની જગત જીતવાની ઈચ્છા પાછળ તમે પોતે હતા તે હું જાણી ગયો છું. એટલે નિર્દોષ હોવાનો ઢોંગ ન કરો અને મહાશક્તિ સામે નતમસ્તક થાઓ. " શરણ આવનારને માફી જરૂર મળે છે."


અસીમાનંદે સામે અટ્ટહાસ્ય કરીને કહ્યું કે કોણ ઉપદેશ આપી રહ્યું છે. તે વ્યક્તિ જે મારી સામે ત્રણ ત્રણ વાર હારી ચુકી છે. શાંતિની વાતો કાયરો જ કરે છે. તું મારી સામે યુદ્ધ કર, કોણ સાચું છે અને કોણ ખોટું છે તે ખબર પડી જશે. કારણ સત્ય હંમેશ વિજેતાને પક્ષે હોય છે.


અસીમાનંદે તેની આસુરી સેનાને યુદ્ધનો આદેશ આપ્યો. આદેશ મળવાની સાથેજ બધા સૈનિકો લલકાર આપતા ભભૂતનાથ, ઉદય અને તેના ભાઈઓ તરફ આગળ વધ્યા. ભભૂતનાથ તેમના ફરસા સાથે અને ઉદય પાસે તેનું પ્રિય ખાંડવ અને ઉરૃમી સાથે આગળ વધ્યા. કમલનાથ હાથમાં ભાલો, કદંબનાથના હાથમાં ગદા, ઇન્દ્રનાથના હાથમાં તલવાર , નરેન્દ્રનાથ હાથમાં ધનુષ્યબાણ, ભવેન્દ્રનાથ હાથમાં કુહાડી, સપ્તેશ્વરનાથ હાથમાં ખડગ અને ઢોલકનાથના હાથમાં ભૂંગળ હતી.


ભયંકર યુદ્ધ શરુ હતું. પણ દિવ્યપુરુષોના હાથે મારતો સૈનિક રેતી બની જતો અને તેજ રેતીમાંથી બીજો સૈનિક પેદા થતો હતો. કલાકો સુધી દિવ્યપુરૂષો આસુરી સેનાને મારતા રહ્યા પણ સેનાએ વધતી જતી હતી. અસીમાનંદ હજી આગળ આવ્યો નહોતો તે દૂરથી યુદ્ધનો આનંદ લઇ રહ્યો હતો. તે જોઈને કદંબનાથ અસીમાનંદ તરફ આગળ વધ્યો અને તેની સામે જઈને તેને પડકાર્યો. ભયંકર દ્વંદ્વ શરુ થયું. તેમના હથિયારોના ટકરાવ સાથે નીકળતો અગ્નિ આજુબાજુના સૈનિકોને દઝાડતો હતો અને તેનો નાદ ચારે તરફ ગુંજતો હતો. કલાકો સુધી યુદ્ધ ચાલ્યું પણ કોઈ પરાસ્ત થતું ન હતું પણ અસીમાનંદે એક ચાલ ચાલી અને જોરથી કહ્યું નહિ પાછળથી વાર ના કરો એટલે કદંબનાથનું ધ્યાન પાછળ ગયું તે દરમ્યાન અસીમાનંદે તેના માથા પાછળ ગદાનો પ્રહાર કરીને તેને પાડી નાખ્યો. પ્રહાર દક્ષ યોદ્ધાનો હતો. કદંબનાથ બેહોશ થઇ ગયા. તે જોઈને ઉદય ક્રોધમાં આવી ગયો અને તેણે હથિયાર છોડીને સૂર્ય તરફ હાથ કર્યા એટલે તેનું શરીર સ્વયં પ્રકાશિત હોય તેમ પ્રકાશવા લાગ્યું અને પ્રકાશ ધીરે ધીરે વધવા લાગ્યો તેની આજુબાજુ જે કોઈ હતા તે બધા તેનાથી દૂર ખસવા લાગ્યા. તેના શરીરમાંથી સૂર્ય જેવો પ્રકાશ અને ગરમી નીકળવા લાગી જેનાથી બધા દાઝવા લાગ્યા. ધીરે ધીરે સંપૂર્ણ આસુરી સેનાએ સળગી ગઈ. સો સૂર્યો જેટલો પ્રકાશ તેના શરીરમાંથી નીકળી રહ્યો હતો. અસીમાનંદ આશ્ચર્ય સાથે આ દૃશ્ય જોઈ રહ્યો હતો. તે ધીરે ધીરે પાછળ ખસવા લાગ્યો હતો.


ઉદયે ત્રાડ પાડીને કહ્યું હવે ક્યાંય ભાગી નહિ શકે અસીમ. ઉદયના હાથમાં એક હથિયાર હતું. તે હથિયાર લઈને અસીમાનંદ પર પ્રહાર કર્યો. અસીમાનંદે તેનો પ્રહાર પોતાની તલવારથી રોક્યો અને સામે વાર કર્યો પણ હવે આ ઉદય ક્યાં હતો હવે તેની સામે લડનાર ઉદયશંકરનાથ હતો. એક દિવ્યપુરૂષનો અવતાર. થોડીવાર લડ્યા પછી અસીમાનંદને આભાસ થઇ ગયો કે ઉદયને હવે હરાવી નહિ શકાય તેથી તેણે ભાગી જવાનું વિચાર્યું પણ ઉદયના પ્રહાર એટલા ઝડપથી થતા હતા કે તે પોતાના બચાવ સિવાય કઈ કરી શકતો ન હતો. તેણે ઉદયને કહ્યું અતિસુંદર ખુબ ઝડપથી શીખી ગયો પણ તને ખબર છે મારા શરીર પર કોઈ હથિયારની અસર થતી નથી. ઉદયે જવાબ આપ્યો આ હથિયાર તો તારા મૃત્યુ માટે તૈયાર કરેલું હથિયાર છે અને તે તૈયાર કર્યું છે કાળી શક્તિએ. જરખ પાસેથી છીનવ્યું છે તેને બીજી વાર મારીને.


અસીમાનંદની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ, કારણ ઉદયનો એક વાર તેની છાતી પર પડી ગયો હતો તે જમીન પર પડી ગયો. ઉદયે કહ્યું કે તું જો જીતી પણ ગયો હોત તો પણ તારું મૃત્યુ નિશ્ચિત હતું. મારા નહિ તો જરખના હાથે. દૂરથી કમલનાથ જરખનું શરીર ઉપાડીને લાવી રહ્યા હતા. ઉદયે કહ્યું તને શું લાગ્યું કાળી શક્તિ તારી મદદ કરી રહી છે તે ફક્ત તારો ઉપયોગ કરી રહી હતી.


અસીમાનંદની આંખમાં આસું આવી ગયા અને તેણે કહ્યું મને માફ કરી દો હું ખોટા માર્ગે ચાલી રહ્યો હતો. તમે મારો બદલો કાળી શક્તિ સાથે જરૂર લેજો. ઉદયે કહ્યું તમે હજી સમજ્યા નહિ તમારું કર્મ ફક્ત મહાશક્તિનો આદેશ માનવાનું હતું. કાળીશક્તિતો તેનું કર્મ કરી રહી છે તે દોષિત નથી. કર્મથી તમે ચુક્યા હતા તે નહિ તેથી હું ફક્ત મહાશક્તિનો આદેશ માનીશ બીજા કોઈનો નહિ. અસીમાનંદે હાથ જોડ્યા અને કહ્યું સત્ય કહો છો તમે કર્મથી પરાવૃત્ત થયો હતો તેની સજા મને મળી છે. એટલું કહીને અસીમાનંદે પ્રાણ છોડ્યા.


ભભૂતનાથે પાછળથી આવીને ઉદયનાં ખભા પર હાથ મુક્યો અને કહ્યું કે આપણે જીતી ગયા છીએ આપણું કર્મ પૂરું થયું હવે આપણે મૂળ નિવાસસ્થાને જઇયે.


તે બધા ફરી તે ખંડમાં ગયા જ્યાં દેવાંશી રાહ જોઈ રહી હતી. ત્યાં જઈને ઉદયે દેવાંશીને બાથમાં ભરી લીધી અને કહ્યું યુદ્ધ પૂરું થયું છે હવે આપણે ઘરે પાછા જઈશું. ભભૂતનાથે પાછળ આવીને કહ્યું આ ઘર તમારું જ છે તમે અહીં જ રહો. ઉદયે નકારમાં માથું હલાવીને કહ્યું કે ના આ ઘર મારુ નથી આ ઉદયશંકરનાથનું ઘર છે. હું મારા ઘરે જઈને લોકોની સેવા કરીશ. હું નટુ બનીને જ ખુશ છું. ભભૂતનાથે કહ્યું તમે પહેલા મહાશક્તિની પરવાનગી તો લઇ લો.


Rate this content
Log in

More gujarati story from Jyotindra Mehta

Similar gujarati story from Drama