Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

ઉદય ભાગ ૩

ઉદય ભાગ ૩

4 mins
711


અઠવાડિયા પછી એરંડાની વાવણી કરીને બપોરે થોડો આરામ કર્યો ત્યાંજ રામલો તેને બોલાવવા આવ્યો. નટુ આવ્યો ત્યારથી આ ખેતરમાં જ હતો વચ્ચે એક બે વાર પાનના ગલ્લા પાર જઈ આવ્યો પણ તે ફક્ત રામલા સાથે અને થોડા ગપાટા મારવા. નટુ ને નવાઈ લાગી કે કાકા એ તેને અટાણે કેમ બોલાવ્યો હશે. ઘરે પહોંચ્યો ત્યારે ઘર માં થોડી ભીડ હતી. વચમાં મફાકાકા બેઠા હતા અને કોઈ સાધુ હતો. ઊભું અને ચળકતું લલાટ અને તેની પાર ત્રિપુન્ડ ચેહરા પાર ની ચમક અને પાણીદાર આંખો. બધુંય આંજી નાખે તેવું હતું. વ્યક્તિત્વ જ એવું હતું કે કોઈ પણ વ્યક્તિ તેમની સામે નમી પડે. નટુ એ દૂરથી પ્રણામ કાર્ય એટલે મફાકાકા એ એક ખૂણામાં બેસવા જણાવ્યું. આવનાર દરેક વ્યક્તિ પોતાની સમસ્યા કહેતી જતી અને સાધુ તેનું સમાધાન કરતા જતા હતા. ધીરે ધીરે આંખુ ફળિયું ખાલી થઇ ગયું પછી કાકા એ તેને સામે આવવા કહ્યું. સામે બેઠા પછી કાકા એ સાધુ ને કહ્યું કે " મહારાજ આના જોશ જોઈ આલો ન આ ભાઈ છેક સૌરાષ્ટ્રથી આયા સ આપડા ત્યો રે એનો ઓઘો નહિ પણ આ ભાઈ ને એટલું બધું દુઃખ શનુ પડ્યું ?"


બે ઘડી સાધુ નટુની સામે જોઈ રહ્યા અને તેમના શરીરમાં ધ્રુજારી આવી ગયી અને બોલ્યા અમુક લોકોના જોશ જોવાની પરવાનગી અમને નથી હોતી આ વ્યક્તિ તેમની એક છે. આના વિષે હું તો શું મારા ગુરુજી પણ કઈ કેહવાની ના પાડશે. એટલું જાણી લો કે આ ભાઈ તમારે માટે ભાગ્યશાળી છે અને અહીં સુધી આવ્યા છે તે કોઈ કુદરત નો મોટો સંકેત છે પણ આના વિષે બહાર વધારે વાત ના કરશો. કુદરત ના ખેલ નિરાળા હોય છે. તેમ કહીને સાધુ એ રજા લીધી. નટુ સાધુની પીઠ તરફ જોઈ રહ્યો અને વિચાર્યું શું સાધુ એ મારો ભૂતકાળ જોઈ લીધો હશે ? શું તે મારા વિષે બધું જાણી ગયા હશે ? તે મનોમન ધ્રુજી ઉઠ્યો. તેને વિચાર્યું કે આ સાધુના આશ્રમમાં જઈને તેમને મળશે.


રામલા પાસેથી જાણી લીધું કે આશ્રમ પાંચ ગાઉ દૂર છે. પછી મફાકાકાની રજા લઇ ખેતરે ઉપાડ્યો પણ જતી વખતે મફાકાકા ની આંખ માં દેખાયેલો અહોભાવ જરાય ગમ્યો નહિ તેને વિચાર્યું કે કાલે સવારે કાકા સાથે વાત કરશે. પણ કાકાની આંખમાં દેખાયેલો અહોભાવ તેના માટે નવો નહોતો પણ હવે તેને આ બધાથી દૂર રહેવું હતું તેને સંસારી સાધુ બનવું હતું. સવારે જ તેને અહોભાવનો પરચો મળી ગયો દશમી ગોળ ને ડુંગળી ના બદલે કૂણી રોટલી, માખણ અને શાક આવ્યું હતું. તેને કાકા ને તરત પરખાવ્યું કે હું તમારો નોકર જ છું અને નોકર જ રહીશ પણ આવી રીતે કરશો તો બીજે વયો જાઈશ. કાકા ને કહ્યું કે આવું ઢીલું પોચું ખાવાની ટેવ પણ નથી. પણ ખાતા ખાતા પોતાની પત્ની ના હાથે ખાધેલી ગરમાગરમ ફુલ્કા રોટલી અને મસ્ત વઘારેલું શાક યાદ આવી ગયું.


નિત્યક્રમ ચાલુ રહ્યો અઠવાડિયું વહી ગયું વચ્ચે કાકા બે ત્રણ દિવસ આવી ગયા સાધુ ને મળવાની વાત નટુ ભુલી ગયો. વાવણીના અઠવાડિયા દસ દિવસ પછી જયારે એરંડાના છોડવા એ જમીનની બહાર ડોકું બહાર કાઢ્યું ગામમાં દેકારો બોલી ગયો અડધા ઉપર વસ્તી આવીને જોઈ ગયી અને ગામમાં નટુ ના વખાણ થવા લાગ્યા. જે જમીન ઉપર ઘાસ નું તણખલું પણ ઉગ્યું નહોતું ત્યાં કોઈ પાક લેવો તે ચમત્કારથી ઓછું ન હતું. તે રાતે નટુ એ નક્કી કર્યું કે કાલે સાધુ ને મળવા તેમના આશ્રમમાં જશે. તેને રામલા ને વાત કરી અને બીજા દિવસે મફાકાકાની રજા લઇ નટુ અને રામલો આશ્રમ જવા નીકળ્યા. બે ત્રણ કલાકે આશ્રમમાં પહોંચ્યા ત્યારે થાકીને લોથપોથ થઇ ગયા હતા. સ્વામી અસીમનાથ એ તેમને પાણી પાયું અને આરામ કરવા સાદડી આપી. બપોરે ભોજન કરવા આપ્યું અને પછી આરામ કરવા કહ્યું બપોર પછી જયારે કટંકનાથ આવ્યા ત્યારે નટુ ને તેમની પાસે લઇ ગયા. અસીમનાથે ગુરુજી ને બધી વાત કરી હતી. પણ જયારે નટુ આવ્યો ત્યારે ગુરુજી એ પોતે ઉઠીને નટુ ને બે હાથ જોડીને પ્રણામ કર્યા આ જોઈને રામલો આભો જ બનો ગયો આ પહેલા સ્વામીજી ને કોઈને પ્રણામ કરતા જોયા ન હતા ફક્ત આશીર્વાદ આપતા જોયા હતા. રામલા ને થયું નટુ નક્કી કોઈ મોટો માણસ હશે. સ્વામીજી એ મફાકાકા અને ગામના સમાચાર પૂછ્યા અને પછી રામલા ને બહાર જવા કહ્યું. નટુ એ પૂછ્યું બાપુ હું તો નાનો માણહ છું તમે મને શીદને પ્રણામ કરો મને પાપ લાગે બાપા.


કટંકનાથે જવાબ આપ્યો હું તમારા વિષે તમારા કરતા વધારે જાણું છું ડૉક્ટર પલ્લવ ઓઝા. નટુ અવાચક થયી ગયો. તમારા જીવનની રજેરજથી વાકેફ છું તમે કેહતા હો તો હું પુરી વાત કરું. નટુ બોલ્યો મારે તે બધું કઈ જ યાદ નથી કરવું. કટંકનાથે કહ્યું તમારે કોઈ પણ વાત યાદ કરી દુઃખી થવાની જરૂર નથી તમારી સાથે જે થયું તેની પાછળ કુદરત ની કરામત હતી. તમને અહીં સુધી લાવવાની યોજના હતી. નટુ બોલ્યો મારા જીવન માં આવેલ ઝંઝાવાત એ કઈ રીતે કુદરતની કરામત હોઈ શકે મારી પત્ની અને મારા બાળક નું અકાળ મૃત્યુ એ તે કેવી યોજના ? તારો જન્મ આવી નાનીનાની બાબતો ની ચિંતા કરવા માટે નથી થયો તારો જન્મ એ કુદરત ના કલ્યાણ કરવા માટે થયો છે. કટંકનાથે જવાબ વાળ્યો અને આગળ કહ્યું હવે બીજી બધી ચિંતાઓ છોડ અને અહીં થયેલી કોઈ વાત બહાર કરીશ નહિ. પણ મારે શું કરવાનું છે અને આ બધું શું છે? ત્યારે કટંકનાથે કહ્યું આગળ ની કોઈ પણ વાત કરવા અસમર્થ છું, સમય આવ્યે અમારા ગુરુ ભભૂતનાથ તને કહેશે. નટુ એ કહ્યું પણ તે તો હવે આ દુનિયામાં નથી. કટંકનાથે કહ્યું ચિંતા નહિ સમય આવ્યે દરેક પ્રશ્ન ના જવાબ મળશે એમ કહી વિદાય લીધી અને નટુ અવાચક થઇ જોઈ રહ્યો, તેનું સાચું નામ એક સાધુ ને કેવી રીતે ખબર તે પ્રશ્ન મનમાં ઘૂમરાતો રહ્યો અને પછી રામલા ને લઇ ખેતરમાં આવી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama