Jyotindra Mehta

Drama Thriller

3  

Jyotindra Mehta

Drama Thriller

ઉદય ભાગ ૧૪

ઉદય ભાગ ૧૪

5 mins
241


પલ્લવ સામે પહોંચ્યા પછી ભભૂતનાથે આંખો ખોલી અને પૂછ્યું પોતાની તાકાતનો નમૂનો જોઈ લીધો. પણ અહીં કુદરતી સંપત્તિને નુકસાન કરવાની મનાઈ છે. તમે અહીં નવા છો તેથી તમને માફ કરવામાં આવે છે, અહીંની કોઈ પણ કુદરતી સંપત્તિને નુકસાન હવે પછી પહોંચાડવાનું નથી. કુદરતે તો જીવવા માટે બધી વ્યવસ્થા કરી રાખી છે. આપણે અહીં કોઈ પણ જાતના બાંધ, રસ્તા, તળાવ કાંઈ જ બાંધ્યું નથી બધી જ કુદરતી છે. અહીં આપણે ફળો પણ વૃક્ષ પરથી તોડતા નથી તે જમીન પર પડે તેના પછી જ ઉપયોગ કરવામાં આવે છે.


 હવે તમારી અત્યારથી તાલીમ શરૂ કરવામાં આવે છે. તમારું મૂળ શરીર હજીપણ પાંચમા પરિમાણમાં છે પણ તે મેળવવા માટે પણ આ શરીરને મજબૂત કરવું પડશે. તમારી તાલીમ સર્વેશ્વરનાથની દેખરેખમાં થશે અને પરીક્ષા હું લઈશ.


થોડીવાર પછી પલ્લવ અને સર્વેશ્વરનાથ એક વટવૃક્ષ નીચે બેઠા હતા. સર્વેશ્વરનાથે કહ્યું સર્વ પ્રથમ તમારે શ્વાસોશ્વાસ પર નિયંત્રણ મેળવવાનું છે હું જોઈ રહ્યો છું તમારા શ્વાસોશ્વાસ પર તમારું નિયંત્રણ નથી. તમારા બે શ્વાસ વચ્ચેનું અંતર એક સરખું હોવું જોઈએ જો એવું કરશો તો તમારા ફેફસાનો તાલમેલ શ્વાસ સાથ સરસ બેસશે અને સરવાળે તમારું શરીર મજબૂત બનશે. તમે સર્વપ્રથમ આંખો બંદ કરીને પોતાના શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. બે શ્વાસ વચ્ચેના સમય પર ધ્યાન આપો. ધ્યાન આપો કે દરેક બે શ્વાસ વચ્ચેનું અંતર સરખું છે કે નહિ ના હોય તો અંતર સરખું કરવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ અને બે શ્વાસ વચ્ચે સરખું અંતર આ તાલીમનું ધ્યેય છે. આગળ સર્વેશ્વર નાથે જણાવ્યું કે તમારી તાલીમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમને પલ્લવ કહીને બોલાવીશ તાલીમ પૂર્ણ થયા પછી તમે ખુદ બની જશો ઉદય, એક મહાપુરુષ અને તમારું મૂળ શરીર જો પાછું મેળવી શક્યા તો તમે બની જશો ઉદયશંકર નાથ, એક દિવ્ય પુરુષ.


પલ્લવને હસવું આવી ગયું તેણે કહ્યું શ્વાસ પર નિયંત્રણ મેળવવો એ તો ડાબા હાથનો ખેલ છે. પહેલા ઘણા યોગાસનો કર્યા છે. તેણે સર્વેશ્વર નાથ ને કહ્યું કે એમાં શું મોટી વાત હમણાજ જોઈ લેજો.


જેવી પલ્લવે આંખ બંદ કરી, તેના મગજમાં હજારો વિચાર ફરવા લાગ્યા તેના નાનપણની ઘટનાઓ, શોભા બધું જ આંખો સામે તાદૃશ થઇ ગયું. ખુબ પ્રયત્ન કર્યા પણ તે શ્વાસ તરફ ધ્યાન આપી શક્યો નહી, જેવો આંખ બંધ કરતો તેવા જ મગજમાં ભૂતકાળના વિચારો સ્થાન લઇ લેતા. સર્વેશ્વર નાથે કહ્યું કે આ લાગે છે તેટલી આસાન પ્રક્રિયા નથી મહેનત કરવી પડશે. હું થોડીવાર પછી આવું છું.


પલ્લવે પ્રયત્ન શરૂ કર્યા. ધીરે ધીરે તેના મગજમાં વિચારો ખૂટવા લાગ્યા અને ધ્યાન શ્વાસ પર ગયું અને સમજાયું કે તેના દરેક બે શ્વાસ વચ્ચેનું અંતર જુદું જુદું છે. પછી ઊંડા ઊંડા અને ધીમા શ્વાસ લેવાનું શરુ કર્યું. ઘણા સમયના અંતે તે શ્વસન પર નિયંત્રણ કરવામાં સફળ રહ્યો. હવે તે ઊંડા અને ધીમા શ્વાસ લઇ રહ્યો હતો. તેને પોતાના શરીરમાં શક્તિનો અહેસાસ થતો હતો. સર્વેશ્વર નાથ થોડીવાર પછી આવ્યા અને કહ્યું કે આનો અભ્યાસ ચાલુ રાખો અને હવે દોડવાની તાલીમ કીયંડુનાથ આપશે. થોડીવાર પછી એક આફ્રિકન વ્યક્તિ સામેથી આવતી દેખાઈ. પલ્લવ ને આશ્ચર્ય થયું એક આફ્રિકન વ્યક્તિના નામમાં નાથ કઈ રીતે આવ્યું. તેને નજીક આવીને પૂછ્યું કેમ છો પલ્લવ ? તો પલ્લવ આશ્ચર્યમાં પડી ગયો કે એક આફ્રિકન આટલી સરસ ગુજરાતીમાં કેવી રીતે વાત કરે છે ત્યારે કીયંડુનાથે કહ્યું કે તમને આશ્ચર્ય થતું હશે કે આટલું સરસ ગુજરાતી કેવી રીતે બોલી શકું છું તો કહી દઉં કે અહીં ચોથા પરિમાણમાં રહેનાર દરેક વ્યક્તિ ત્રીજા પરિમાણની દરેક ભાષા બોલી શકે છે અમને તે રીતની તાલીમ આપવામાં આવે છે. અહીં તો પશુ પક્ષીઓની ભાષા પણ શીખવવામાં આવે છે જેથી તેમની પાસે કોઈ કામ લેવું હોય તો લઇ શકાય. અહીં ચોથા પરિમાણમાં રહેતી વ્યક્તિ ત્રીજા પરિમાણના જુદા જુદા પ્રદેશમાંથી આવે છે જે કોઈ ખરેખર ઉન્નત થાય તેને પ્રવેશ આપવામાં આવે છે. હું પોતે ૫૦૦ વર્ષ પહેલા મેન્ડેન કુરૂકૂબા પ્રદેશમાં રહેતો હતો મોન્ગોએ અમારા રાજાનું નામ હતું, મારા જેવો દોડવીર તે વખતે કોઈ ના હતો. એક રાત્રે આંખ ખુલી ત્યારે એક પ્રકશિત દરવાજો દેખાયો અને તેમાં પ્રવેશ્યો તો અહીં પહોંચી ગયો. પહેલા તો મેં ખુબ ધમપછાડા કર્યા પણ અહીંના લોકો મને વિશ્વાસ અપાવી શક્યા કે આ જગ્યાનું ખરેખર અસ્તિતીવ છે. પહેલા મને તાલીમ આપવામા આવી અને છેલ્લા ઘણા સમયથી હું તાલીમ આપું છું દોડવાની. તમને પણ આપીશ. પલ્લવ તે આફ્રિકન વ્યક્તિના મુખ સામે તાકી રહ્યો.


કીયંડુનાથે પલ્લવને દોડવાનું કહ્યું. થોડું જ દોડીને પલ્લવ થાકી ગયો. કીયંડુનાથે કહ્યું કે તમારી દોડવાની પદ્ધતિ ખોટી છે તમે શરીર ને આગળની તરફ ઝુકાવીને દોડો છો તે ખોટું છે. તમારા શરીર ને વિભાગતી રેખાનું સમતોલન તેનાથી ખોરવાઈ જાય છે તો તમે શરીર ને આગળની તરફ ઝુકાવો નહિ અને ટટ્ટાર રહીને દોડો એટલે થાક નહિ લાગે, અને શરીર લોલકની જેમ આસાનીથી વર્તશે. પલ્લવે દોડવાનું શરુ કર્યું હવે તે ટટ્ટાર થઈને દોડવા લાગ્યો અને તેને એહસાસ થયો કે આવી રીતે દોડવામાં ઓછો થાક લાગે છે. તે કલાકો સુધી આશ્રમની આજુબાજુ દોડતો રહ્યો. હવે તેને થાકની અસર વર્તાવા લાગી. સર્વેશ્વરનાથે આવીને તેને આરામ કરવા કહ્યું.પલ્લવ ફળોનો રસ પીને કુટિરમાં આરામ કરવા જતો રહ્યો.


આઠ દસ કલાકની ઊંઘ ખેંચીને તે પાછો તાજગીથી તરવરતો હતો. તેને તળાવમાં જઈને સ્નાન કર્યું અને પાછો તૈયાર થઈને સર્વેશ્વરનાથની સામે હાજર થઈ ગયો હવે તેને અહીંની કોઈ વાતનું આશ્ચર્ય લાગતું નહોતું.

સર્વેશ્વર નાથે થોડો સમય શ્વસન નિયંત્રણ અને દોડવાનો અભ્યાસ કરવા કહ્યું અને કહ્યું કે હવે તમને યુદ્ધકળાની તાલીમ આપવામાં આવશે તમને જુદા જુદા હથિયારો ચલાવતા શીખવાવમાં આવશે તેના માટે દરેક હથિયાર માટે તમારા ગુરુ જુદા જુદા હશે. રુદ્રનાથ તમને તલવાર ચલાવતા શીખવશે, ભૈરવનાથ તમને ત્રિશુલ, શિનનાથ તમને લાઠી ચલાવતા શીખવશે અને જિમીનાથ તમને કુસ્તી શીખવશે.


પલ્લવનું તાલીમ સત્ર લાબું ચાલ્યું. શરૂઆતમાં પલ્લવને ખુબ તકલીફ પડી પણ ધીરે ધીરે પલ્લવમાં સુધાર આવી ગયો તે હવે યુદ્ધ વિદ્યામાં પ્રવીણ થઈ ગયો હતો. આ બધાનું પ્રશિક્ષણ લેતા લેતા અહીં ચાર દિવસ નીકળી ગયા તેને વિચાર્યું કે અહીં તો ચાર જ દિવસ થયા છે પણ ત્યાં ચાર મહિના થઈ ગયા હશે ચોમાસુ વીતી ગયું હશે અને શિયાળો આવી ગયો હશે.


યુદ્ધ વિદ્યાના પ્રશિક્ષણ પછી તેને નૃત્યકલાનું પ્રશિક્ષણ તેમજ ગાયન વિદ્યાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. પલ્લવને અહીં આવીને ૩૦ દિવસ થઈ ગયા હતા અને તેને જુદી જુદી વિદ્યાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને તે દરેકમાં પ્રવિણ થતો ગયો હતો. હવે તે ઓળખાતો ના હતો, તેનું શરીર એકદમ મજબૂત બની ગયું હતું અને લાંબી દાઢી તેના ચેહરાને સુશોભીત કરી રહી હતી. હવે બધા તેને પલ્લવ નહિ પણ ઉદયનાથ કહીને બોલાવતા હતા.


ભબૂતનાથે ઉદયને બોલાવ્યો અને કહ્યું કે તમારે એક કામ કરવાનું છે તમારે સમયમાં પાછળ જઈને એક હથિયાર લાવવાનું છે જે તમે જેમના ઘરે રહેતા હતા તે મફાકાકાના દીકરા રોનક પાસે હશે. તમે ચોથા પરિમાણમાં જે સમયે પ્રવેશ્યા તે સમયમાં પહોંચશો. પછી તમે બંને પરિમાણમાં હશો ત્રીજા અને ચોથા પરિમાણમાં હશો. જેવા તમે ચોથા પરિમાણમાં પહોંચશો તેવા જ તમને ત્રીજા પરિમાણમાં તે ઓરડીમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. તમારી ગેરહાજરી કોઈને નહિ વર્તાય. તમે પહોંચશો તેના ચાર દિવસ પછી ડૉક્ટર રોનક પહોંચશે તેની પાસે એક હથિયાર હશે, જે લંકાના ખોદકામ દરમ્યાન મળેલ છે જે રાવણ નામના રાજાનું છે તે તમારે મેળવવાનું છે નહીંતર થોડા સમય પછી તે અસીમનાથ ને મળી જશે પછી તેને રોકવો મુશ્કેલ થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Drama