ઉદય ભાગ ૧૧
ઉદય ભાગ ૧૧


ભભૂતનાથે આગળ જણાવ્યું આપણા ૧૦ દિવ્યપુરૂષોના નિર્માણની સાથે ૧૦ અધમપુરુષોનું પણ નિર્માણ થયું હતું. કુદરતના સંતુલન માટે તેઓ પણ શક્તિશાળી હતા તેમનું કામ ત્રીજા પરિમાણમાં પાપ ફેલાવાવનું અને આપણું કામ પુણ્ય ફેલાવવાનું. તેથી શક્તિનું સંતુલન બની રહેતું અને દુનિયાનું સંચાલન બરાબર ચાલતું. આપણને કે તેમને એકબીજાને નુકસાન પહોંચાડવાની અનુમતી નહોતી. આપણે બધા હજારો વર્ષોથી ત્રીજા પરિમાણમાં સૂક્ષ્મ રૂપે જઈને કોઈ બીજાના શરીરમાં રહીને એકબીજા સાથે ઘણા યુદ્ધો પણ કર્યાં છે. કોઈ રાવણ નામનો રક્ષ નામની સંસ્કૃતિનો રાજા હતો તેના શરીરમાં અધમપુરુષે પ્રવેશ કર્યો અને ત્રીજા પરિમાણમાં હાહાકાર મચાવ્યો હતો તે વખતે મહાશક્તિએ પોતે અવતાર ધારણ કરવો પડ્યો હતો અને આપણે બધા પછી જુદા જુદા શરીરમાં પ્રવેશ કરીને મહાશક્તિને મદદ કરી હતી. તે યુદ્ધ ઇતિહાસમાં પ્રખ્યાત છે. બીજા એક પ્રખ્યાત યુદ્ધ વખતે તમે અર્જુન નામના યોદ્ધાના શરીરમાં અને મેં ભીમના શરીરમાં બીજા દિવ્ય પુરુષો એ જુદા જુદા શરીરમાં પ્રવેશ કરીને મહાશક્તિને યુદ્ધ પૂર્ણ કરવામાં મદદ કરી હતી જો કે તે વખતે મહાશક્તિ એ શસ્ત્ર નહોતું ઉપાડ્યું પણ છતાંય યુદ્ધ તો તેમની ગણતરી અને આયોજન મુજબ જ થયું હતું.
અને એવું નથી કે આપણે ફક્ત યુદ્ધ જ કર્યાં છે. ભક્તિરસ પણ ત્રીજા પરિમાણમાં આપણે જ ફેલાવ્યો છે. લોકોને ભક્તિ કરતા આપણે જ શીખવાડ્યું છે કોઈ વખત સંત બનીને કે કોઈ વખત ગુરુ બનીને ઉપદેશ પણ આપ્યા છે.
આપણી ખરી મુસીબત ત્યારે શરુ થઈ જયારે અધમ પુરુષો એ મહાશક્તિનો નિયમ તોડીને આપણા અસીમનાથને ભ્રષ્ટ કર્યાં. તેમના મનમાં કર્મના બદલે રાજ કરવાની ભાવના જગાડી. પોતાની આ ઈચ્છા પૂર્ણ કરવા તેમને કોઈ તૈમુર નામના વ્યક્તિના શરીરમાં પ્રવેશ કર્યો પણ તેમની કરી ફાવી નહિ તો કોઈ નાપોલિઅન નામની વ્યક્તિમાં પ્રવેશ કર્યો અને પછી એક હિટલર નામના મનુષ્યમાં પ્રવેશ કર્યો. જો કે બધી જગ્યાએ આપણે તેમને પરાસ્ત કર્યાં. તેમને ખબર પડી ગયી કે આપણે હશું ત્યાં સુધી તેમને રાજ કરવા નહિ મળે. અને આપણો નાશ કરવા તેમણે છઠા પરિમાણમાં જઈને હથિયાર લાવવાનું નક્કી કર્યું. તે હથિયાર મેળવવા તેમણે મહાશક્તિની સાથે પ્રગટ થયેલી કાળીશક્તિનું પૂજન શરુ કર્યું. તેમના પૂજન કરવાથી કાળીશક્તિઓનું બળ ખુબ જ વધી ગયું અને કાળી શક્તિઓ એ તેમને આપણને પરાસ્ત કરવાના શસ્ત્રો આપ્યા.
અને શરુ થયું આપણી અંદરનું યુદ્ધ.આપણે ત્રીજા પરિમાણમાં હતા સૂક્ષ્મ શરીરે. કોઈ બીજાના શરીરમાં કોઈ યુદ્ધ ચાલુ હતું વિયેતનામ નામના દેશમાં. તે વખતે અસીમનાથે ઘાત કરીને આપણા સાત ભાઈઓને બાંધી દીધા અને તેમને જળકેદ કરી લીધા. આ મહાશક્તિઓનો ખુબમોટો નિયમભંગ હતો તેથી મહાશક્તિઓ એ તેમને ત્રીજા પરિમાણમાં ધકેલી દીધા અને તેમના માટે કોઈ ચોથા કે પાંચમા પરિમાણમાં પ્રવેશ નિષેધ કર્યો. તો અસીમનાથે ત્રીજા પરિમાણમાં આવીને તમે જે શરીરમાં હતા તે શરીરનો નાશ કર્યો જે આપણા નિર્ધારિત સમયસીમાં કરતા વહેલો હોવાથી મેં તમારા આત્માનો પ્રવેશ નિર્મળા નામની સ્ત્રીના ગર્ભમાં કરાવ્યો. અને સમયસીમાં પુરી થતા હું પાંચમા પરિમાણમાં પાછો આવી ગયો. મેં પણ ખુબ મહત્વનો નિયમ તોડ્યો હોવાથી મને પણ ચોથા પરિમાણમાં રહેવાની સજા કરી.