STORYMIRROR

Bhanu Shah

Tragedy

4  

Bhanu Shah

Tragedy

તૂટતી તિરાડો

તૂટતી તિરાડો

2 mins
262

મૈત્રી અને મનનનાં છ મહિનાં પહેલાં જ લગ્ન થયાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ તો હતો જ, પરિવારમાં પણ મૈત્રી સરસ ગોઠવાય ગઈ હતી. 'સીધી લીટી'માં બન્નેનો સંસાર સડસડાટ ચાલી રહ્યો હતો. બન્નેને પરિવાર તરફથી નજીકનાં સગાંમાં બેંગલોર જવાંનું થયું. ત્યાં સુધી જઈએ છીએ તો આજુબાજુમાં ફરવા પણ જવાશે. બન્નેએ હોંશે હોંશે લગ્ન અને ફરવાં જવાની તૈયારી કરી નીકળ્યાં.

રંગે ચંગે લગ્નનાં બધાં ફંકશન પતાવ્યાં. સાંજે રીસેપ્શનમાં હાજરી આપીને સવારે ઊટી જવા નીકળવાનું હતું. રીસેપ્શનમાં મનનની ક્લાસમેટ મીનલ મળી ગઈ. હાઈ, હેલ્લો કર્યું. મીનલે એનાં પતિ સાથે ઓળખાણ કરાવી. ચારેય સાથે જમ્યાં.જૂની યાદોને તાજી કરી.જમીને મૈત્રી અને મનન હોટલમાં આવ્યાં.

મનને જોયું કે મૈત્રીનો મુડ બરોબર નહોતો. એણે સહજભાવે પૂછ્યું,

"મૈત્રી, તારી તબિયત તો બરોબર છે ને ?"

મૈત્રીએ રીતસર વડચકું જ ભર્યું, "મારી તબિયતને પથરાં ય નથી પડ્યાં. હવે મને ખબર પડી કે બેંગ્લોર આવવાં તમે આટલાં જલ્દી તૈયાર કેમ થઈ ગયાં !"

"શેની વાત કરે છે?કાંઈક સમજાય એવું બોલ."

"મીનલની વાત કરું છું" મૈત્રી કટાક્ષમાં બોલી.

"અરે બોલવાનું ભાન રાખ ,હું એને પહેલી વાર મળ્યો મને તો એ ય ખબર નહોતી કે એ બેંગલોરમાં રહે છે. કોલેજ છોડી પછી અમારો ક્યારેય કોન્ટેક્ટ જ નથી થયો."

"એ જે હોય તે આપણે કાલે સીધાં ઘરે જઈએ છીએ. મારે ક્યાંય ફરવા નથી જવું."

મનને સમજાવવાની કોશિશ કરી પણ વ્યર્થ. અંત બન્ને ઘરે આવી ગયાં. મૈત્રીના મનમાં જે શંકાનું બીજ રોપાય ગયું હતું તેણે મનનને જીવવું હરામ કરી દીધું. વાતનું વતેસર થઈ ગયું. તિરાડ મટીને ખાઈ થઈ ગઈ. વાત વધીને  છુટાછેડાં સુધી પહોંચી 

ગઈ. અંતે એમનાં લગ્નનો દુઃખદ ધી એન્ડ આવી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy