તૂટેલું સ્વપ્ન
તૂટેલું સ્વપ્ન
પરણીને પહેલી રાતે પતિના આગમનની રાહ જોતી કોડભરી પરિણીતી શયનકક્ષમાં મધુરાં સ્વપ્ન જોતી હતી. તેનાં પિતાએ દેવું કરીને અને બેન્કની લોન લઈને ખુબ કરિયાવર આપ્યું હતું અને તેનાં નાનાં ભાઈ માટે એક રૂપિયો બચત બાકી રાખી ન હતી. આ બધું જ઼ કરવા પાછળ પિતાની એક જ઼ ઈચ્છા હતી પરિણીતીની ખુશી.
અચાનક બહાર અવાજ થતાં પતિના આગમનનાં એંધાણથી ખુશ થતી પરિણીતીએ શરમાઈને બારણાની તિરાડમાંથી જોયું તો પતિ ખુબ જ નશામાં હતાં અને તેમનાં મા કહેતાં હતાં,.
"એય બુડથલ, કેમ તારી રખાત રેખા જોડે આજેય દારૂ પીને આવ્યો. ?"
પતિ નશામાં બોલ્યો,.. "મા રેખાની જેવી આ તારી લાવેલી વહુ ના આવે, તું તારે તારી વહુ ઢગલો દહેજ લાવી છે જલસા કરને.. !" કહીને તે અંદર જવાં જતો હતો ત્યાં મા રોકીને બોલ્યાં,..
"જો સાંભળ તારી આ રેખાની વાત નવી વહુને ખબર ન પડવા દેતો નકર ગોળો ને ગોફણ બધું જ ખોઈશ."
પતિ બોલ્યો,.. "મા દારૂ પીધો તોય મારુ મગજ તો કામ કરે જ છે. તારી લાવેલ વહુને પળમાં પટાવી લઈશ."
આ સાંભળતાં પરિણીતી પોતાની સુહાગરાતનું અધૂરું સ્વપ્ન છોડી પતિ પ્રવેશે તે પહેલાં જ ફટાક કરતાં દરવાજો ખોલી બોલી,.. "સપનું અધૂરું છોડી જાવું છું કોઈ બીજી હવે શોધજો."
બંને પરિણીતીનું રોદ્ર રૂપ ડરીને જોતા રહ્યાં.
તે સીધી જ કોર્ટ તરફ ગઈ. અને બીજા દિવસે કોર્ટની નોટીશ કરિયાવર પાછું આપવાની પતિને મોકલી અને કેસ દાખલ કરી પરિણીતી અધૂરા સ્વપ્ન સાથે ગુસ્સામાં પિતાનાં ઘર તરફ વળી.
