Tanvi Tandel

Romance

3  

Tanvi Tandel

Romance

ટિફિન

ટિફિન

7 mins
771


ડબ્બો ખુલ્યો. સ્વાદની સોડમ પ્રસરી રહી. મનનને ખુબજ ભાવતું શાક, મસાલા મગ...ને સાથે લસણ ની ચટણી.. મમ્મી ના હાથની રસોઈ મનનને ખૂબ જ ગમતી. જે બનાવે એ બધુજ સ્વાદિષ્ટ... બહારનું એ ભાગ્યેજ ખાતો. ઓફીસ માં એ રોજ ટિફિન ઘરેથીજ લાવતો. લંચ બ્રેક પડયો ને ડબ્બો ખુલ્યો જ ને કેબિન નો દરવાજે... May I come in?.... અવાજ આવ્યો..

Yes..come in..

બોલતાં દરવાજા પર નજર મંડાઈ..એક સોહામણી યુવતી અંદર દાખલ થઇ. ઇન્ટરવ્યુ આપવા આવી હતી પણ લેટ પડી હતી. પ્રોફાઈલ વાચતાં જ સુંદર નામ વંચાયું.. મેહેર... ગ્રેજ્યુએટ... શિક્ષણ અને સુંદરતાનો સ્મનવય. મન અને આંખો બન્ને પ્રથમ નજરમાં આકર્ષી લીધું. મગની સોડમ પણ ભૂલાય ગઈ. ટિફિન અધખુલ્લી હાલતમાજ રહ્યું. મહેરે લંચ સમયે આવી હોવાથી માફી પણ માંગી.પણ એના શબ્દો તરફ ધ્યાન જ ના ગયું. મનન એને જોતો જ રહ્યો. કેમ જાણે એની નજર એના પર થંભી ગયી હતી. પળભરનો વિલંબ કર્યા વિના તમે કાલથી આવી જજો બોલી દીધું. મહેર બોસના વર્તન ને જોઈ થોડી આશ્ચર્યચકિત થઇ. મનોમન કેટલા બધા સારા ને ખરાબ બન્ને વિચારો કરી લીધા. અંતે આભાર માની ફટાફટ દાદર ઉતરી નીકળી ગઈ.

રાત્રે ઘરે કાલથી નવી જોબ.. સમયસર પહોંચવાની તૈયારી..નવા બોસ ના વિચારોમાં જ રાત પૂરી થઇ ગઈ. સવારે સુંદર આસમાની રંગનું ટોપ પહેરી તે નીકળી ગઈ. ઉતાવળ માં ટિફિન ઘરેજ ભૂલી. મમ્મી ને આવજો કહીને રિક્ષામાં બેસી ગઈ.

આ બાજુ મનન ના હૃદય માંથી મેહેર ખસ્તીજ નહોતી. તેની સાથે વાત કરવા મન તરસતું હતું. આખી રાત એ સુંદર ચહેરો તેના નયનોની છબીમાં હતો.. સવારથી ઉઠ્યો ત્યારથી બસ દરેક જગ્યાએ મેહેર દેખાતી હતી. પ્રથમ નજરના આ પ્રેમ ને મનન સમજી ગયો હતો.. વાતાવરણ જાણે શ્વાસ લેતું થંભી ગયું હતું. ના કોઈને કહી શકાય એવી અધિક ત્વરાથી મેહેરનું પ્રતિબિંબ જોવા તલપાપડ હતો. હ્રદય માં એક અજીબ ઉષ્મા અનુભવાતી હતી. કોઈમાં ખોવાય જવાની તમન્ના સેવતું હ્રદય મ્હેરનાં નામે પગરણ માંડી રહ્યું હતું. મહેર આવશે તો તેને સૌથી પહેલા ગુડ મોર્નિગ વિશ કરવા એક સુંદર ગુલદસ્તો રસ્તામાંથી લીધો અને એ ઓફીસ પહોંચ્યો.

નવ વાગ્યાની પ્રથમ ક્ષણે તો સાહેબ ઓફિસમાં પહોચી ગયા હતા ને કેબિનની બહાર આંટાફેરા મારવા શરૂ કરી દીધા હતા. સાડા નવ થઇ ગયા પણ મહેર હજુ આવી ન્હોતી. ઓફિસ ટાઈમ હા... સાડા નવ નો જ હતો.પોતે વહેલા આવ્યાનું ભાન ત્યારે થયું. મહેર ના રિઝ્યુમમાંથી મોબાઈલ નંબર તો પોતાના ફોનમાં સેવ કરી દીધો હતો, ઘરે રાત્રે વ્હોટ્સએપ અને ફેસબુક એકાઉન્ટ ચેક કરી લીધા હતા.કેટલાક સુંદર ફોટાઓ સેવ પણ કર્યા હતા જે વારંવાર નિહાળી રહ્યો હતો. હ્રદયમાં જેની તસ્વીર સેવ હોય તેને ફોન ની ગેલેરી માં સેવ કરવાની ટેવ સારીજ હોય છે.મેહેર એમ એ અંગ્રેજી વિષય સાથે સ્નાતક હતી. સાથે લેખન નો શોખ ધરાવતી હતી. ઉચ્ચ મહત્વાકાંક્ષા સભર યુવતી અને સુંદરતામાં તો નવલકથાની નાયિકાને પાછળ પાડે.. એના થોડા કાવ્યો પણ ફેસબુકની એની પોસ્ટ માં મનને લાઈક કર્યા હતા.

જે ક્ષણની આતુરતા થી રાહ જોતો હતો એ ક્ષણ આવી પહોંચી.. મન માં વરસાદ વિચારતા હોઈયે ને ધોધમાર વરસાદથી ભીંજાય જવાય બસ એવુજ કાઇક...મનન તો તેના સ્વપન લોકમાં હતો તેને ખબર જ ના પડી કે સ્વપનસુંદરી નું આગમન થાય ચૂક્યું છે. મહેર બે ત્રણ વાર સર ....સર... ની બૂમો પાડી ત્યારે એ ધરતી પર ઉતર્યો.જે સૂવર્ણ મૂર્તિની મુલાકાત માટે તલસ્તો હતો એ સામે જ સાક્ષાત્ સ્વરૂપ ધારણ કરી ઊભા હતા.ઓફિસનું કામ સમજાવી બન્ને ટુંકી વાતચીત કરી છૂટા પડયા..મનન માટે તો આ ઘડી જાણે શ્વાસ ની આવનજાવન બંધ થયા સમાન હતો. બપોરે લંચ બ્રેક પડયો ત્યારે તેને ખબર પડી કે આજે સાહેબ પ્રથમ વાર ટિફિન લીધા વિના જ પધાર્યા હતા. સામા પક્ષે મ્હેરનું પણ એવું જ હતું... બસ સમય ને સંજોગ અલગ હતા. મનન કેબિન બહાર નીકળ્યો તો મહેર ને એકલી બેઠેલી જોઈ. લંચ બ્રેક સમયે બધા કેંટીન માં જમવા જતા. મનન ને વાત કરવાનું કારણ મળ્યું.

કેમ આજે ઉપવાસ કરવો છે?.... મ્હેરે હસીને બસ ઉતાવળ માં ટિફિન ભૂલી ગયા નું કહ્યું. મનન પણ હસી રહ્યો. તમે કેમ હસો છો? મનન સ્વગત કારણ છો તમે એમ બોલ્યો. બન્ને ની નજર એકબીજાને આકર્ષિત કરતી રહી. બન્ને પક્ષે સમય થંભી ગયો. મનન બોલ્યો.. ચાલ નજીક જ રેસ્ટોરાંમાં જમવા નું સરસ મળે છે. પ્લીઝ તમે આવશો તો ગમશે ... મ્હેર ના ન કહી શકી.બન્ને ની કદાચ આ નિયતિ એ ગોઠવેલ મધુર ડેઇટ હતી. બન્ને લંચ લેવા નીચે ગયા. જમતાં જમતાં મનન ની વાતો પરથી અને રેસ્ટોરાં ના ફુડ માં કાઢેલી ખામીઓ દ્વારા જાણ થઈ કે મનન ઘરનું ખાવાનું જ પસંદ કરે છે. તરત જ તેણે મનન ને કહ્યું કાલથી ટિફિન સાથે જ જમીશું પણ ઘરનું. મારા મમ્મી સરસ જમવાનું બનાવે છે. સમય થતાં બન્ને ઓફીસ માં ગયા. સાંજે મનન તેની કારમાં મહેરને ઘરે મૂકી ગયો.

બન્નેની કલીગશિપ ધીમે ધીમે મૈત્રી માં અને પછી પ્રેમ માં પરિણમી. બન્ને અસંખ્ય વાર ચોપાટી પર ફરવા જતા. મનન તો પહેલા દિવસથી જ મહેરને હદય સમર્પિત કરી ચુક્યો હતો.

ઝરણાની નજાકત ભર્યો સુંદર ચહેરો.. લાંબા સોનેરી વાળ..સપ્રમાણ દેહ..વાતચીતની આગવી છટા..એક જીવનસંગિની માટે જરૂરી દરેક વસ્તુ નો સુભગ સમન્વય મળે તો મોડું ના કરવું જોઈએ.એક સમી સાંજે...આથમતા સૂર્યની સાક્ષીએ, ધરતીના કોલાહલ વિનાના શાંત સ્થળે ..દરિયા કાંઠે મનને મહેર સમક્ષ પોતાની જીવનસંગિની બનવાનો પ્રસ્તાવ મૂક્યો... મ્હેર હસીને કહ્યું" એનો મતલબ હવે મારે જ ટિફિન લાવવું પડશે .. બન્ને પ્રેમી પંખીડા પોતાના પ્રેમ ને નામ આપવા થનગની રહ્યા. બન્ને એ લગ્ન કરવા નો નિર્ધાર કરી લીધો.

મહેર ના માતાપિતા તો મનન ને મળી રાજી થઇ ગયા. મનન નું કુટુંબ રૂઢિચુસ્ત હતું. છતાં મહેર ને જોઇ સંસ્કારી હોવાથી થોડી આનાકાની બાદ લગ્ન માટે તૈયાર થઈ ગયા. મનન ની માતા મ્હેર ને જોઈ રાજી થઇ ગયા હતા પણ મ્હેર એક ની એક દીકરી હતી અને ખૂબ અભ્યાસ માં આગળ હોવાથી તેને ઘરકામ નહિ આવડતું હોય એની ચિંતામાં હતા. તેમને સારી રીતે ખબર હતી કે મનન માટે તો રસોઇ માં સાક્ષાત્ અન્નપૂર્ણા જ પહોંચી વળે.પણ મહેર મનનની જ પસંદ હોઇ મનની વાત મનમાં જ રહેવા દેતા.. ધામધૂમ થી લગ્ન લેવાયા.

ઘર નવી પુત્રવધૂને આવકારી રહ્યું. મનન નું હ્રદય તો આ પળની કેટલાય દિવસોથી રાહ જોતો હતો. પોતાની જીવનસંગિની સાથે ....જીવનની સફર પોતાના મનગમતા માણીગર સાથે કાપવા નો આનંદ લેવા એ આતુર હતો. બન્ને નવદંપતી ખુશ હતા.

મહેર પોતે એક ની એક દીકરી હતી . પોતાનું ઘર ... પોતાની આઝાદી... બધુજ મૂકી નવપરિણીત મહેર એક નવા ઘર ને પોતાનું કરવા આવી હતી. એ મનન ને જાણતી હતી પણ એના પરિવારને પણ પોતાનો બનાવવા ઈચ્છતી હતી. લગ્ન ની તમામ વિધિઓ પૂર્ણ થતાં તેણે મનનને પોતે પરિવાર માટે ઓફિસ છોડવાનો નિર્ણય કહ્યો.

કેટલાય મનના તરંગોને રોકી, પોતાના અરમાનો ને છોડી અસંખ્ય દ્વંદવયુદ્ધ બાદ તેણે માત્ર સામાજિક દાયિત્વ પૂર્ણ કરવા માટે આ નિર્ણય લીધો હતો. મનન ને તો તેના આ નિર્ણય માટે અનુભવાયેલી માનસિક તાણ વિશે માહિતી નહોતી.

બે ત્રણ દિવસ પછી મનન આજે ઓફિસ ગયો હતો. ઘરમાં મહેરે ઘરકામ કરવાનું આજથી શરૂ કરી દીધું. મનન ની માતા પુત્રવધુ ની આવડત જોઇ ખુશ થયા.

આ બાજુ લંચ બ્રેક પડતા મનનને ટિફિન ખોલ્યું. ... પોતાને ભાવતું એ જ મગ મસાલા નું શાક અને લસણ ની ચટણી.. તેને મમ્મી ને તરતજ ફોન કર્યો।

મમ્મી આજે લગ્ન પછી પણ તે મારા માટે મને ગમતું ટિફિન મોકલ્યું thank you... પણ હવે કેટલું કામ કરીશ? હવે પુત્રવધુ આવી છે તો તારે આરામ કરવાનો. એને શીખવા દે કામ. મમ્મી કઈં બોલે એ પહેલાંજ મન માં આવેલા ગુસ્સા ને દબાવી ફોન કટ કરી નાખ્યો. મહેર ને ખાવાનું બનાવતા નહિ આવડતું હોય એવો વિશ્વાસ હતો મનનને. એક ની એક લાડકોડ માં ઉછેર પામેલ દીકરી સાથે પ્રેમ કરવાનું પરિણામ આવું મળશે એને કલ્પના માં પણ ન્હોતું. લગ્ન ને હજુ માંડ ત્રીજો દિવસ હતો એટલે કંઈ પણ મ્હેર ને ઘરકામ બાબતે કહેવાનું એને ઉચિત ના લાગ્યું. એને ખબર હતી કે પોતાના આટલા મોટા સંયુક્ત પરિવાર નું ઘરકામ કરવાનું મહેરને માટે અગવડ ભર્યું હશે. બપોરે મહેર સામે ટિફિન મમ્મી પાસે કેમ બનાવડાવ્યું એનો ગુસ્સો છતો કરવા કરતાં ફોર્મલ વાત કરી. સાંજે શાંતિ થી સમજાવવાનું નક્કી કર્યું.આજે એને અહેસાસ થયો કે પ્રેમ માત્ર બે જ વ્યક્તિઓ ને નહિ પણ પરિવારને પણ જોડે છે. અને પ્રેમ સિવાય ઘરકામ રસોઈ ...દરેક નું મહત્વ હોય છે.આજે તેને પોતાની વ્યક્તિગત ભૂલ નું ભાન થયું કે મહેર ને એણે ક્યારેય રસોઈ કે ઘરકામ બાબતે કઇ પૂછ્યું ન્હોતું.

સાંજે ગુસ્સામાં તે ઘરે ગયો. મહેર બેસીને ટીવી જોતી હતી. અને મમ્મી રસોડામાં હતી. બસ આટલું જોઈ એ જોરથી મહેર ને ના બોલવાનું ઘણુંય બોલ્યો . મહેર તો મનન નું આ રૂપ જોય રીતસરની રડવા લાગી. સીધી રડતી રડતી રૂમ માં જતી રહી. મમ્મી પાણી નો ગ્લાસ ભરી બહાર આવ્યા. ને મનન ને મ્હેરના ઉપર કાઇપણ સાંભળ્યા પૂછ્યા વિના ગુસ્સો કરવા બદલ બોલ્યા . મમ્મી એ જણાવ્યું કે વહુ તો અત્યારે જ રસોઈ બનાવી ને રૂમ માં જતી હતી પણ મેજ બે ઘડી આરામ થી ટીવી જોવા કહ્યું જેથી એને આરામ મળે. સવારથી ઘરનું કામ કરી રહી હતી . અને અત્યારે પણ તને ગમતું ભોજન નું લીસ્ટ લઇને બધુજ તૈયાર કરી બેઠી હતી. સવારનું ટિફિન પણ એણે જ બનાવ્યું હતું.. .

મનન સંભળીજ રહ્યો. એને ખૂબ પસ્તાવો થયો. મમ્મી જેવો જ સ્વાદ ... ખરેખર અન્નપૂર્ણા હતી મહેર ને પોતે લગ્ન ના ત્રણ જ દિવસ માં આટલું બધું કહી દીધું તે પણ વિના વાંકે.. .

મનન રૂમ માં ગયો. મહેર હજુ રડતી હતી. પોતે મહેર ને હજુ ઓળખતો નહોતો કે મહેર મમ્મી કરતા સારું જમવાનું બનાવે છે. એ વિચારે એને આલિંગન આપી માફી માંગી. મહેર રડતા રડતા બોલી કે ટિફિન... હા ટિફિન તો હું ... હા મારા હાથનું જ ખાવું પડશે..ને બન્ને હસી રહ્યા. રૂમમાં પ્રેમરૂપી હાસ્યના અવાજથી ભરાઇ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance