ટાર્ગેટ
ટાર્ગેટ


એક ટ્રાફિક પોલીસે સાંજ સુધીમાં ટ્રાફિકનો મેમો આપવાનો ટાર્ગેટ પુરો કર્યો અને તે દરમિયાન નજીકના પાનના ગલ્લામાંથી દિવસ દરમિયાન પાંચ સિગારેટ લઈને લહેજત માણી સાથે સાથે ગુટખાના દસ પેકેટ ખાવાનો ટાર્ગેટ પણ પુરો કર્યો... અને ઘરે જતાં નજીકની શાકમાર્કેટમાં લારીવાળા પાસેથી એક કીલો શાકભાજી લીધી.. દરરોજની જેમ જ પ્લાસ્ટિકની થેલીમાં જ.. અને આખા દિવસ નો બધો... ટાર્ગેટ પુરો થયો.