Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

બદલાવની ઝંખના

બદલાવની ઝંખના

2 mins
40


'હું શું કહું છું હવે તમે તમારો સ્વભાવ બદલો. હવે સારું નથી લાગતું. પડોશી બધા દાંત કાઢે છે.' નીલા બોલી.

પરાગ:-' હું પણ એજ કહું છું. તારો પણ સ્વભાવ બદલ. કેટલાય દિવસોથી કહું છું આ સારું નથી લાગતું.'

નીલા:-' તમે મારી કોપી કરો છો.'

પરાગ:-' હવે સીધા રસ્તે આવી. હા. . હું તારી કોપી જ કરું છું. આ તારો કકરાટ કરવાનો સ્વભાવ એટલે કંટાળી ને મેં પણ મારો સ્વભાવ તારા જેવો કરી નાખ્યો. મને એમ કે તને હવે ગમશે. તને ક્યાં હું પહેલેથી ગમતો હતો એટલે કકરાટ કરે છે.'

નીલા:-' હવે રહેવા દો. આ તમારી બહેન પણ કહેતી હતી કે પરાગ પહેલેથી જીદ્દી અને તોફાની હતો. એટલે સ્વભાવ આવો બની ગયો છે.'

પરાગ:- 'ને મારી સાળી પણ કહેતી હતી કે તું એના ભાગની વસ્તુઓ લઈ લેતી હતી. બહુ જક્કી સ્વભાવ છે. જીજાજી બહેનને સાચવજો.'

નીલા:-' હવે આવવા દે મારી બહેનને. એ કેટલી જક્કી હતી એ તમારી દેખતા બતાવું.'

પરાગ:-' હવે જવા દે એ વાતો. આપણે આજથી નવી શરૂઆત કરીએ.'

નીલા:-' એટલે ? તમારે ફરીથી નવા લગ્ન કરવા છે ? હવે મારી બહેનને ઘરે બોલાવવાની નથી. એ તમને ચડાવે છે.'

પરાગ:-' આવો સ્વભાવ જ મને ગમતો નથી. મારું કહેવાનું સમજ. આજથી આપણે એકબીજાને ગમતાં રહીએ. તું તારો સ્વભાવ બદલ ને હું મારો સ્વભાવ. મને પણ તું બદલાઈ જાય એવી ઈચ્છા છે.'

નીલા:-' સારું . . મને પણ એમ જ હતું કે તમે સ્વભાવ બદલો તો હું બદલું ને જક્કી ના બનું.'

પરાગ:-' જોયું. . હવે સાચું સ્વીકારી લીધું. હવે ચાલ જાગ્યા ત્યારથી સવાર.'

નીલા હસી પડી.

બોલી:-' હું જાગું છું. તમે હજુ સ્વીકારી લીધું નથી.'

પરાગ:-' શું ? સાળીની વાતો હું માનતો નથી બસ તું કહીશ એ કરીશ.'

નીલા:-' પાછું ચાલુ કર્યું. તમારો વિચાર શું છે ?'

પરાગ:-' બસ બદલાવ. વૃક્ષો પણ પાંદડા બદલે છે. છોડ પર દરરોજ ફૂલો આવે છે.'

નીલા:-' હું સમજી ગઈ છું. હું પરણીને આવી એ વખતે તમે કંઈક કહ્યું હતું. મને યાદ નથી પણ તમને યાદ હશે. ઘણું યાદ રાખો છો એટલે જ સ્વભાવ બગડતો જાય છે.'

પરાગ:-' હવે તે પાછું ચાલુ કર્યું. . મને યાદ છે.

ગમતા રહીએ ગમતા રહીએ 

એકબીજાને આપણે ગમતા રહીએ 

ભૂલો થાય તારી ને ભૂલો થાય મારી 

છતાં પણ આપણે નમતા રહીએ 

નમતા રહીએ તો ગમતા રહીએ 

જિંદગીમાં આપણે સમજતા રહીએ.


Rate this content
Log in